Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 333
________________ અષ્ટક પ્રકરણ ૩૨૮ ૩૧-તીર્થંકરદેશના અષ્ટક (૯) દર્શન એટલે સમ્યકત્વ. (૧૦) વિનય એટલે જ્ઞાનવિનય વગેરે. (૧૧) આવશ્યક-અવશ્ય કરવા યોગ્ય પ્રતિક્રમણાદિ. (૧૨) ઉત્તરગુણરૂપ શીલ અને (૧૩) મૂળગુણરૂપ વ્રતમાં નિરતિચારપણે પ્રવર્તે તે તીર્થંકર નામકર્મને બાંધે છે. (૧૪) ક્ષણલવસમાધિ-ક્ષણલવ એટલે અલ્પકાળ. ક્ષણભવના ઉપલક્ષણથી સમસ્ત કાળ જાણવો. સમસ્તકાળમાં સતત સંવેગભાવમાં રહેવારૂપ અને સધ્યાન સેવનપૂર્વક જે આત્મસમાધિ તે ક્ષણલવ સમાધિ. (૧૫) તપસમાધિ-બાહ્ય અત્યંતર તપના ભેદોમાં સતત પ્રવૃત્તિ તે તપ સમાધિ. (૧૬) ત્યાગસમાધિ-દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ એમ બે પ્રકારે ત્યાગ છે. અયોગ્ય આહાર, ઉપધિ, શવ્યા, વગેરેનો ત્યાગ કરવો અને યોગ્ય આહાર વગેરેનું સાધુઓને દાન કરવું તે દ્રવ્યત્યાગ. ભાવત્યાગ-ક્રોધ વગેરેનો ત્યાગ અને જ્ઞાન વગેરેનું સાધુને જે દાન તે ભાવત્યાગ. આ બન્ને ત્યાગમાં સૂત્રાનુસારે યથાશક્તિ નિરંતર પ્રવૃત્તિ તે ત્યાગસમાધિ. (૧૭) વૈયાવચ્ચસમાધિ-વેયાવચ્ચ ૧૦ પ્રકારે છે. તે આ પ્રમાણે-વેયાવચ્ચ યોગ્ય આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષક, સાધર્મિક, કુલ, ગણ, સંઘ. આ દરેકનું તેર પદાર્થો દ્વારા વેયાવચ્ચ કરવું. તે તેર પદાર્થો આ પ્રમાણે છે(૧) ભોજનપ્રદાન. (૨) જલ પ્રદાન. (૩) આસન પ્રદાન. (૪) ઉપકરણનું પડિલેહણ કરવું. (૫) પાદનું પ્રમાર્જન કરવું. (૬) વસ્ત્ર પ્રદાન. (૭) ઔષધ પ્રદાન. (૮) માર્ગમાં સહાયક બનવું. (૯) દુષ્ટચોર વગેરેથી રક્ષા. (૧૦) વસતિ પ્રવેશ વખતે દાંડો લેવો. (૧૧) માત્ર માટેનું સાધન આપવું. (૧૨) સ્પંડિલ માટે સાધન આપવું. (૧૩) કફ-શ્લેષ્મ માટે સાધન આપવું. આ વેયાવચ્ચના ભેદોમાં યથાશક્તિ નિરંતર પ્રવૃત્તિ તે વેયાવચ્ચે સમાધિ. (૧૮) અપૂર્વજ્ઞાન ગ્રહણ. નવા નવા જ્ઞાનનું નિરંતર ગ્રહણ કરવું. (૧૯) શ્રુતભક્તિ-શ્રુત ઉપર બહુમાન. (૨૦) પ્રવચન પ્રભાવના એટલે યથાશક્તિ દ્વાદશાંગીરૂપ પ્રવચનના અર્થોનો ઉપદેશ આપવો. ઉપરોક્ત કારણોથી જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. (૨) તતઃ વિમાદ– यावत्संतिष्ठते तस्य, तत्तावत्संप्रवर्तते । तत्स्वभावत्वतो धर्म-देशनायां जगद्गुरुः ॥३॥ વૃત્તિ – “વાવ' રૂત્તિ નિપાતર્તન યાવર્ત કાન, ‘તિ' અક્ષીમાતે, “તથ' નો , 'तत्' तीर्थकरनामकर्म परहितोद्यतताहेतुकम्, 'तावत्' इति तावन्तं कालम्, 'संप्रवर्तते' व्याप्रियते, कुत

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354