________________
અષ્ટક પ્રકરણ
૨૪૨
૨૧-સૂમબુદ્ધિ અષ્ટક
(૮) અલ્પહાસ્ય- જેનામાં હાસ્ય અલ્પ હોય. હાસ્યના ઉપલક્ષણથી રતિ આદિ નોકષાયોના વિકારો જેનામાં
અલ્પ હોય, (કારણકે બહુ હાસ્ય વિગેરે અનર્થદંડરૂપ છે, અને ગૃહસ્થોને પણ તેનો નિષેધ છે.) (૯) સુકતશ– પોતાના ઉપર બીજાઓએ કરેલા ઉપકારને જાણનારો હોય, અર્થાત્ બીજાઓએ પોતાના ઉપર
કરેલા ઉપકારને યાદ રાખીને ઉપકારનો બદલો વાળવાની ભાવનાવાળો હોય, કારણ કે જે ઉપકારીઓના
ઉપકારને સમજતો નથી યાદ રાખતો નથી તે સામાન્ય લોકમાં પણ અતિ અધમ મનાય છે. (૧૦) વિનીત- જે માતા-પિતા આદિ વડિલોનો વિનય કરતો હોય. (કારણ કે વિનય ધર્મનું મૂળ છે.). (૧૧) રાજાદિનો અવિરોધી- રાજા, મંત્રી વગેરે (બલવાન-મોટા) માણસોની વિરુદ્ધ કાર્ય કરનાર ન હોય,
અર્થાતુ રાજા વગેરે જેના વિરોધી ન હોય, (રાજા વગેરેના વિરોધીને દીક્ષા આપવાથી અનર્થ થવાનો સંભવ છે.) (૧૨) કલ્યાણાંગ- ખોડ-ખાપણથી રહિત અને પાંચ ઇંદ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય, (કારણ કે ખોડ-ખાપણ
વાળો અને ઇંદ્રિયવિકલ હોય તો અજ્ઞાન લોકમાં જેનશાસનની નિંદા થવાનો સંભવ રહે, અને પોતે પણ
જયણા વગેરે ન પાળી શકે. (૧૩) શ્રદ્ધાળુ– જિનવચન ઉપર શ્રદ્ધાવાળો હોય, (કારણ કે શ્રદ્ધા વિના ચારિત્ર સમ્યગુ બનતું નથી). (૧૪) સ્થિર– સ્થિરચિત્તવાળો હોય, (કારણકે અસ્થિરચિત્તવાળો પોતે સ્વીકારેલા સંયમ, તપ, અભિગ્રહ
વગેરેને છોડી દે એ સુસંભવ છે. (૧૫) સમુપસંપન્ન– સારી રીતે એટલે કે સંપૂર્ણ સમર્પણભાવથી, ઉપસંપ= દીક્ષા લેવા આવ્યો હોય. આવા
જીવો દીક્ષાને યોગ્ય છે. (પંચવસ્તુક ૩ર થી ૩૬) દેશવિરતિમાં શાસ્ત્રોક્તવિધિ આ છે– गुरुमूले सुयधम्मो, संविग्गो इत्तरं व इयरं वा । वज्जेत्तु तओ, सम्मं वज्जेइ इमे य अइयारे ॥१॥
(પંચાશક-૧-૯). ગુરુ પાસે જેમણે ધર્મ સાંભળ્યો છે એવો સંવિગ્ન શ્રાવક થોડા સમય સુધી કે જીવનપર્યત પ્રાણવધનું પ્રત્યાખ્યાન કરે, તથા નીચેની ગાથામાં કહેવાશે તે પાંચ અતિચારોનો ભાવશુદ્ધિથી ત્યાગ કરે.
(સંવિગ્ન એટલે મોક્ષસુખનો અભિલાષી. ગુરુ પાસે ધર્મ સાંભળવાથી જ સાચા મોક્ષાભિલાષી બની શકાય છે. આથી જેણે ગુરુની પાસે ધર્મનું શ્રવણ કર્યું નથી અને મોક્ષનો અભિલાષી નથી તેનો વ્રતસ્વીકાર મોક્ષ માટે ન થાય.)
જિનદીક્ષામાં અધિકારી આ છે–
૧. જે પોતાના જીવનની કે આરાધનાની સઘળી જવાબદારી ગુર્નાદિકને સોંપે નહિ તે ગુર્વાજ્ઞાનું પાલન કરી શકે નહિ. પરંતુ
પોતાની બુદ્ધિમાં જેટલું ગ્રાહ્ય લાગે તેટલું સ્વીકારી બીજું ફેંકી દે, વાત એમ પણ છે કે જે (પૂર્ણપણે) સોંપાય નહિ તેનો સ્વીકાર પણ ગુરુ શી રીતે કરી શકે ? કોઇપણ કાર્યમાં બે વિરુદ્ધ વિચાર ધારાઓથી અથડામણ થાય, એથી શિષ્ય સમર્પિત ન હોય તો ગુરુની અને શિષ્યની વચ્ચે પરસ્પર અથડામણ ઊભી થવા સંભવ રહે. અથવા અયોગ્ય સમજી શિષ્યની ઉપેક્ષા કરવાનો પ્રસંગ આવે. સર્વ નાના મોટા કાર્યોમાં ગુરની બુદ્ધિને આગળ રાખીને તેને આધીન વર્તે, દોરે તેમ દોરાય, તે દીક્ષાનું પાલન કરી શકે. માટે દીક્ષિતે સર્વવિષયમાં ગુરને સમર્પિત રહેવું જોઇએ. (ધ.સં. ભાષાં.)