________________
અષ્ટક પ્રકરણ
૩૦૭
ર૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક
॥ अष्टाविंशतितमाष्टकविवरणं समाप्तम् ॥२८॥ અધિક દોષથી નિવારણરૂપ ફલવાળી પ્રભુની પ્રવૃત્તિ કંઇક દોષવાળી હોવા છતાં દોષિત નથી એવા પ્રકારના આ પક્ષનો સ્વીકાર ન કરવામાં દોષને કહે છે–
શ્લોકાર્થ– આને આ રીતે સ્વીકારવું જોઇએ. અન્યથા પ્રભુદેશના પણ કુધર્મ આદિનું નિમિત્ત બનતી હોવાથી અત્યંત દોષ માટે જ થાય. (૮)
ટીકાર્થ– આને– હમણાં જ કહેલ રાજ્યપ્રદાન વગેરે પદાર્થને. આ રીતે- હમણાં જ કહ્યું તેમ અધિક મહાન અનર્થનું નિવારણ કરનાર તરીકે. અન્યથા– આ પક્ષને ન સ્વીકારવામાં આવે તો.
પ્રભુદેશના પણ દેશના એટલે તપ્રરૂપણા. રાજ્યાદિદાન દોષ માટે જ થાય એ વાત દૂર રહી, કિંતુ પ્રભુદેશના પણ દોષ માટે જ થાય.
કુધર્મ આદિનું નિમિત્ત બનતી હોવાથી– બૌદ્ધ વગેરે દર્શનો કુધર્મ છે. આદિ શબ્દથી શ્રુત પ્રત્યે વિરોધભાવ અને ચારિત્ર પ્રત્યે વિરોધભાવ વગેરે સમજવું. જિનદેશના સેંકડો નયોથી પરિપૂર્ણ હોય છે. નયો કુદર્શનના આલંબનભૂત છે, અર્થાત્ જિનોક્તનયોમાંથી કુદર્શનોનો ઉદ્ભવ થાય છે.
| દોષ માટે જ થાય- અનર્થ માટે જ થાય. પણ ગુણ માટે ન થાય. પ્રભુદેશનાને અનર્થનું કારણ ન માનવી જોઇએ. કારણ કે પદાર્થપ્રાપ્તિનો (=પદાર્થબોધનો) પ્રભુદેશના સિવાય બીજો કોઇ ઉપાય ન હોવાથી પદાર્થપ્રાપ્તિના અભાવનો પ્રસંગ આવે.
અઠ્ઠાવીસમા રાજ્યાદિદાન દૂષણ નિવારણ નામના
અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥२९॥ अथ एकोनत्रिंशत्तमं सामायिकस्वरूपनिरूपणाष्टकम् ॥ राज्यादिदानपूवकं च जगद्गुरुः सामायिकं प्रतिपन्नवानिति तत्स्वरूपनिरूपणायाहसामायिकं च मोक्षाङ्गं, परं सर्वज्ञभाषितम् । वासीचन्दनकल्पाना-मुक्तमेतन्महात्मनाम् ॥१॥
वृत्तिः- समस्य रागद्वेषकृतवैषम्यवर्जितस्य भावस्यायो लाभः समायः स एव 'सामायिकं' चारित्रं तच्च, चशब्दात् ज्ञानदर्शने च । यदाह-"सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः" (त.सू. १-१) अवधारणार्थत्वाद्वा चशब्दस्य सामायिकमेव, न तु परपरिकल्पितं कुशलचित्तम्, अथवा चशब्दः पुनरर्थः तस्य चैवं प्रयोगः, इह भगवता राज्यदानमहादानादीनि कृतानि सामायिकं पुनस्तेषु मोक्षाङ्गं निर्वाणकारणम्, नन्वेवं ज्ञानादीनां तदकारणत्वं स्यादित्यत आह 'परं' प्रधानमनन्तरमित्यर्थः, ज्ञानादीनां हि सामायि