________________
અષ્ટક પ્રકરણ
ર૬૬ ૨૪-પુણ્યાનુબંધિપુણ્યાદિચતુર્ભગી અષ્ટક મિતિ રૂા.
હરે ત્રીજો ભાંગાને કહે છે –
લોકાર્થ– જેમ કોઇ મનુષ્ય ખરાબ ઘરમાંથી અન્ય અધિક ખરાબ ઘરમાં રહેવા જાય, તેમ જીવ મહાપાપથી તિર્યંચ આદિ અશુભભવમાંથી અન્ય અધિક અશુભ નરકાદિ ભવમાં જાય છે. (૩)
ટીકાઈ– મહાપાપથી=પાપાનુબંધી પાપથી.
તિર્યંચ આદિ જીવનું પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલું જે ધર્મ તિર્યચપણું આદિ અશુભભવના અનુભવનું કારણ બને, અને પછી નરક વગેરે અશુભ ગતિની પરંપરાનું કારણ બને, તે કર્મ પાપાનુબંધી પાપ કહેવાય છે.
ભાવાર્થ– તિર્યંચ આદિના ભવમાંથી નરકગતિ આદિમાં જનાર જીવે તિર્યંચ આદિના ભવથી પૂર્વભવમાં જે પાપ ઉપાર્જન કર્યું તે પાપાનુબંધી પાપ છે. કારણ કે વર્તમાનમાં દુઃખ અનુભવે છે અને નવા પાપનો બંધ થાય છે. જેમકે તેવા પ્રકારના બિલાડા આદિનું પાપ. આ પાપ મહાહિંસા આદિનું કારણ છે. (૩).
चतुर्थभङ्गकमधुना प्राहगेहाद् गेहान्तरं कश्चि-दशुभादितरन्नरः । याति यद्वत्सुधर्मेण, तद्वदेव भवाद् भवम् ॥४॥
वृत्तिः- 'गेहाद् गेहान्तरं कश्चिन्नरो यद्वद् याति', किंविधात्किंविधमित्याह, 'अशुभात्' अकमनीयात्, ‘इतरत्' शोभनम्, 'तद्वदेव सुधर्मेण' अकुशलानुष्ठानमिश्रनिर्निदानादिकुशलानुष्ठानलक्षणेन, 'भवात्' अशुभतिर्यगादेः, 'भवं' शुभमनुष्यादिकमिति, यत्किल तिर्यगादेर्जीवस्य प्राग्भवार्जितं कर्म तिर्यक्त्वाद्यशुभभावानुभूतिनिमित्तभूतं भवति तदनन्तरं देवादिशुभगतिपरम्पराहेतुश्च तत्पुण्यानुबन्धिपापामुच्यते, चण्डकोशिकादेरिव । इह च भङ्गकनिर्देशे यद्यपि पापं प्रधानम्, तथापि पुण्यानुबयहेतुत्वात् पुण्यानुबन्धकारिणि पापे शुभधर्मतामुपचर्य सुधर्मेण तद्वदेवेत्याधुक्तमिति ॥४॥
હવે ચોથા ભાંગાને કહે છે
શ્લોકાર્ધ– જેમ કોઇ મનુષ્ય ખરાબ ઘરમાંથી અન્ય સારા ઘરમાં જાય, તેમ જીવ સુધર્મથી તિર્યંચ આદિ અશુભ ભવમાંથી અન્ય મનુષ્યાદિ શુભભાવમાં જાય છે. (૪)
ટીકાર્થ– સુધર્મથી અશુભ અનુષ્ઠાનથી મિશ્ર અને નિદાન આદિથી રહિત એવા શુભ અનુષ્ઠાનથી.
ભાવાર્થ– તિર્યંચ આદિ જીવનું પૂર્વભવમાં ઉપાર્જન કરેલું જે કર્મ તિર્યચપણું આદિ અશુભભવના અનુભવનું કારણ બને છે, ત્યારબાદ દેવગતિ આદિ શુભગતિની પરંપરાનું કારણ બને છે, તે કર્મ પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. જેમકે ચંડકૌશિક આદિનું પુણ્યાનુબંધી પાપ.
ચોથા ભાંગાનો નિર્દેશ કરવામાં જો કે પાપ પ્રધાન છે, તો પણ પાપ પુણ્યાનુબંધનું કારણ હોવાથી પુણ્યાનુબંધ કરાવનારા પાપમાં શુભધર્મપણાનો આરોપ કરીને સુધર્મથી તિર્યંચ આદિ અશુભ ભવમાંથી અમ્ય મનુષ્યાદિ શુભભાવમાં જાય છે એમ કહ્યું છે. (૪)