________________
અષ્ટક પ્રકરણ
૨૭૯
૨૫-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક
(=મોક્ષ) જ સર્વજીવોને આદરવા લાયક છે. કારણ કે સિદ્ધિમાં જન્મ, જરા, મરણ, ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, સુધા, પિપાસા, કે બીજા પણ ઠંડી-ગરમી વગેરે દુઃખો નથી. જન્મ–ઉત્પત્તિ, જરા–ઉંમરની હાનિ, અર્થાત્ વૃદ્ધાવસ્થા, મરણ=પ્રાણ નો ત્યાગ. કોઇ વસ્તુ ઇષ્ટ ન હોવાથી ઇષ્ટનો વિયોગ નથી, કોઇ વસ્તુ અનિષ્ટ ન હોવાથી અનિષ્ટનો સંયોગ નથી. સુધા=ખાવાની ઇચ્છા. પિપાસા=પીવાની ઇચ્છા. સિદ્ધિમાં જીવો સર્વથા પરતંત્રતાથી રહિત રહે છે. સિદ્ધિમાં જીવો અશુભરાગાદિથી રહિત શાંત, શિવ અને અવ્યાબાધ હોય છે. શક્તિથી ક્રોધાદિ ન હોવાથી શાંત, કોઇ ઉપદ્રવો ન હોવાથી શિવ અને કોઇ ક્રિયા ન હોવાથી અવ્યાબાધ હોય છે.
(૧૧) સંસાર જન્મ આદિના સ્વરૂપવાળો હોવાથી સિદ્ધિથી વિપરીત છે=સર્વ ઉપદ્રવોનું સ્થાન છે. કહ્યું છે કે-“વૃદ્ધાવસ્થા, મરણ, દરિદ્રતા અને રોગો દૂર રહો, ફરી ફરી જન્મવું પણ વીરપુરુષને શરમ ઉત્પન્ન કરે છે. એમ હું માનું છું.” આથી જ ગ્રંથકાર કહે છે કે-સંસાર અસ્થિર સ્વભાવવાળો છે. આ સંસારમાં પર્યાયથી=પર્યાય બદલાતાં સુખી પણ દુઃખી બને છે, અને પર્યાયથી જ વિદ્યમાન પણ વસ્તુ અવિદ્યમાન બને છે. બધી જંજાળ સ્થિર ન હોવાથી સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરો. (૧૪) કેવી રીતે મારા ઉપર અનુગ્રહ કરો તે કહે છે-આ સંસારનો નાશ કરવા તમે પ્રયત્ન કરો. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારનો નાશ કરું. (૧૬) હું શા માટે સંસારનો નાશ કરે તે કહે છે-હું સંસારમાં આવનારા જન્મ-મરણથી કંટાળી ગયો છું. (૧૭) માતા-પિતા આદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશરૂપ મારું વાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે પત્ની વગેરે બીજાઓને પણ ઉચિત વચનો કહીને પ્રતિબોધ પમાડે. (૧૯) પછી માતા-પિતાદિની સાથે ચારિત્રધર્મનું પાલન કરે. (૨૦) ઉચિત કર્તવ્યને કરે. કેવી રીતે કરે તે કહે છે-સદા આલોક-પરલોકની આશંસાથી રહિત બનીને કરે. (૨૧) આ પ્રમાણે વીતરાગનું વચન છે.
' માતા પિતાની આજીવિકાની વ્યવસ્થા કરીને દીક્ષા લે. તેવા કર્મપરિણામના કારણે માતાપિતાદિ પ્રતિબોધ ન પામે તો વશક્તિ અને સ્વબુદ્ધિ પ્રમાણે આયઉપાયથી શુદ્ધ એવું નિર્વાહનું ધનસમૂહ વગેરે સાધન કરી આપવું.
આય– તેનાથી ( દીક્ષાર્થીથી) જે અન્ય માણસ તેનાથી ધનસમૂહ વગેરેની ઉત્પત્તિને આય કહેવાય. (જેમકે-અન્ય ઉદાર માણસ તેના મા-બાપના જીવન નિર્વાહ માટે લાખ-બે લાખ રૂપિયા આપે.)
ઉપાય પોતાની પાસે રહેલી મૂડી વગેરેથી વ્યાજ વગેરેની આવક તે ઉપાય છે. કારણ કે આ કૃતજ્ઞતા જ છે, લોકમાં શાસન પ્રભાવનાનું કારણ એવી કરુણા છે. ત્યાર બાદ માતા-પિતા આદિથી રજા અપાયેલો તે ચારિત્રધર્મનો સ્વીકાર કરે.
માતાપિતા રજા ન આપે તો માયા-કપટ કરીને દીક્ષા લે. આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તો અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બને. કહ્યું છે કે-“ભાવથી માયારહિત જ તે જ્યાં ક્યાંક સવ-પરના અનુબંધવાળા હિતનો ઉદય
ટીકામાં રહેલા રોપવારજૂ એ પદોનો અર્થ આ પ્રમાણે છે-પરોપતાપ નિવારણ કાર્ય છે, અને ધનસમૂહ તેનું કારણ છે. ધનસમૂહ કારણમાં પરોપતાપ નિવારણરૂપ કાર્યનો ઉપચાર કરવાથી ધનસમૂહને પણ પરોપતાપ નિવારણ કહેવાય.
૧. ટકા