________________
અષ્ટક પ્રકરણ
૧૫૯
૧૨-વાદ અષ્ટક
દૂષણો કહ્યાં તે સઘળાં દૂષણોનું ખંડન કર્યું જાણવું. કારણ કે સઘળાં દૂષણો “તપ દુઃખ સ્વરૂપ છે.” એવી માન્યતાના આધારે કહ્યાં છે. (૮)
બીજાઓ આ અષ્ટકની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે–
કેટલાકો તપને દુઃખરૂપ માને છે. તપને દુઃખરૂપ માનવું એ યુક્તિયુક્ત નથી. કારણ કે દુ:ખ બળદ આદિના દુ:ખની જેમ કર્મોદયરૂપ છે. તપ તો લાયોપથમિક છે. (૧)
અહીં (=ાપને દુ:ખરૂપ માનવામાં) અન્ય દૂષણો કહેવા માટે આચાર્ય કહે છે-જો તપને દુઃખરૂપ માનવામાં આવે તો સઘળા દુખી જીવો તપસ્વી બને ઇત્યાદિ બે શ્લોકોનો અર્થ પૂર્વવતુ જાણવો.
અથવા બીજી રીતે અર્થ આ પ્રમાણે છે
કેટલાકને તપને દુઃખરૂપ માને છે. કર્મોદય સ્વરૂપ હોવાથી, બળદ આદિના દુઃખની જેમ. અહીં સાધ્ય અને દષ્ટાંતનું એકપણું (=સમાનતા) છે એમ ન કહેવું. (અર્થાત્ સાધ્ય અને દૃષ્ટાંત એ બંનેમાં દુ:ખ આવે છે એથી બંને સમાન છે એમ ન કહેવું.) કારણ કે દૃષ્ટાંતને “બળદ આદિ શબ્દોથી વિશેષતાવાળું કર્યું છે. આ હેતુ (=કર્મોદય સ્વરૂપ હોવાથી એ હેતુ) સદ્ જ છે. કોની જેમ? આ વૃક્ષ છે, કેમકે શાખાશિવાળું છે, ગામના વૃક્ષ આદિની જેમ, ઇત્યાદિ પ્રયોગની જેમ.
અહીં આચાર્ય જવાબ આપે છે કે તે યુક્તિયુક્ત નથી. શાથી યુક્તિયુક્ત નથી એ જણાવવા બીજો અને ત્રીજો શ્લોક છે.
આ અર્થમાં ચ શબ્દ જે કારણથી એવા અર્થવાળો જાણવો. અહીં જણાવેલ બંને વ્યાખ્યાનમાં આચાર્ય જ બીજાને ઉપદેશ આપે છે. (અમારા કહેલા વ્યાખ્યાનમાં ચારે શ્લોક વાદી જ બોલે છે એ ભેદ છે.).
યુવત્યાન ઇત્યાદિ ચોથા શ્લોકમાં એટલે તપને દુઃખરૂપ માનવું છે. બાકીના ચાર શ્લોકો પૂર્વવતું જ જાણવા. પણ રોહિતા એ સ્થળે રહેલો શબ્દ પૂર્વોક્ત યુક્તિઓની અપેક્ષાએ અન્ય યુક્તિનો સમુચ્ચય કરવાના અર્થવાળો જાણવો.
અગિયારમા તપ અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥१२॥ अथं द्वादशं वादाष्टकम् ॥ एवं तावत्प्रायः कुदृष्टीन्विविधार्थेषु विप्रवदमानान् अनुशास्य तदनुशासनविधेर्वादस्य स्वरूपनिरूपणाय आह
शुष्कवादो विवादश्च, धर्मवादस्तथापरः । इत्येष त्रिविधो वादः, कीर्तितः परमर्षिभिः ॥१॥