________________
અષ્ટક પ્રકરણ
૩-પૂજા અષ્ટક
શ્લોકાર્થ– અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ અને જ્ઞાન એ આઠને સત્યુષ્પો કહે છે. (૬)
ટીકાર્થ– અહિંસા– પ્રમાદના યોગથી પ્રાણોનો નાશ કરવો એ હિંસા છે. હિંસાનો અભાવ તે અહિંસા. તે એક પુષ્પ છે.
સત્યસપુરુષોને જે હિતકર હોય તે સત્ય, અર્થાત્ અનુતાપનો (સંતાપનો) અભાવ તે સત્ય. આ બીજું પુષ્પ છે.
અસ્તેય– સ્તનનો (=ચોરનો) ભાવ કે કર્મ તે સ્લેય. સ્તેય એટલે ચોરી. તેનો અભાવ તે અસ્તેય. આ ત્રીજું પુષ્પ છે.
બહાચર્ય– બ્રહ્મ એટલે કુશલ ( શુભ) કાર્ય. બ્રહ્મ જ ચરાય (=સેવાય) તે બ્રહ્મચર્ય. અર્થાત્ મનવચન-કાયાથી કામ સેવનનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય. આ ચોથું પુષ્પ છે.
અસંગતા- જેને સંગ=આસક્તિ નથી તે અસંગ. અસંગનો ભાવ તે અસંગતા. ધર્મનાં ઉપકરણો સિવાય પરિગ્રહનો (=સ્વીકારનો) ત્યાગ તે અસંગતા. કારણ કે ધર્મનાં ઉપકરણો પરિગ્રહ નથી. કહ્યું છે કે“જે પણ વસ્ત્ર કે પાત્ર અથવા કામળી કે રજોહરણને રાખે છે અથવા પહેરે છે (=ઉપયોગ કરે છે) તે સંયમ અને લજજા માટે છે.” (દ.વે. ૬-૨૦) “રવપરનું રક્ષણ કરનારા શ્રી વર્ધમાન હવામીએ વસ્ત્ર-પાત્ર વગેરેને આસક્તિ વિના ધારણ કરવા તેને પરિગ્રહ કહ્યો નથી, કિંતુ મૂછને પરિગ્રહ કહ્યો છે, એ પ્રમાણે (તીર્થંકર પાસેથી જાણીને) ગણધર ભગવતે કહ્યું છે. (દ.. ૬-૨૧).
ગુરુભક્તિ- જે શાસ્ત્રના અર્થને કહે તે ગુરુ. કહ્યું છે કે-“જે ધર્મનો જાણકાર હોય, ધર્મનું આચરતો હોય, સદા ધર્મમાં તત્પર હોય અને જીવોને ધર્મશાસ્ત્રના અર્થનો ઉપદેશક હોય તે ગુરુ કહેવાય છે.” તેની ભક્તિ (=સેવા) અને બહુમાન કરવું તે ગુરુભક્તિ. આ છઠું પુષ્પ છે.
તપ- જે તપાવે તે તપ. અનશન વગેરે તપ છે. કહ્યું છે કે-“રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજા અને શુક એનાથી તપાવાય છે અથવા એનાથી અશુભ કર્મો તપાવાય છે માટે તપ કહેવાય છે. આ રીતે તપ શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે અર્થનો વાચક છે.” આ સાતમું પુષ્પ છે.
જ્ઞાન- જેનાથી અર્થો જણાય તે જ્ઞાન. સમ્યક પ્રવૃત્તિનું અને સમ્યગૂ નિવૃત્તિનું કારણ બને એવો બોધ તે જ્ઞાન. આ આઠમું પુષ્પ છે.
સત્યુષ્પો- દ્રવ્યપુષ્પોની અપેક્ષાએ સારાં પુષ્પો તે સત્પષ્પો. આ આઠ પુષ્પો વિનાશથી રહિત એવા વિવક્ષિત અર્થને (=મોક્ષને) અવશ્ય સાધી આપનાર હોવાથી દ્રવ્યપુષ્પોની અપેક્ષાએ સારાં છે. અર્થાતુ આ ભાવપુષ્પો છે એમ શુદ્ધ અષ્ટપુષ્પીના સ્વરૂપને જાણનારાઓ કહે છે. (૬)
उक्तमेवार्थं वाक्यान्तरेणाहएभिर्देवाधिदेवाय, बहुमानपुरस्सरा । दीयते पालनाद्या तु, सा वै शुद्धत्युदाहृता ॥७॥