________________
અષ્ટક પ્રકરણ
૧૯૫
૧૬-નિત્યાનિત્યપક્ષમંડન અષ્ટક
નથી એમ સિદ્ધ કર્યું છે. હવે આ અષ્ટકમાં આત્માને નિત્યાનિત્ય માનવાથી હિંસા આદિની તાત્ત્વિક ઉપપત્તિ કેવી રીતે થાય છે એ બતાવીને આત્માના નિત્યાનિત્યત્વની સિદ્ધિ તથા આત્માને દેહ પ્રમાણ માનવાથી થતા લાભો બતાવવામાં આવ્યા છે.)
જો એકાંતે નિત્ય કે અનિત્ય આત્મામાં હિંસા વગેરે ઘટતા નથી, તો ક્યાં ઘટે? એવો પ્રશ્ન કોઇ કરે, આથી ગ્રન્થકાર કહે છે–
શ્લોકા– નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન આત્મામાં કોઇ પણ જાતના વિરોધ વિના ન્યાયપૂર્વક પરમાર્થથી હિંસા આદિ ઘટે છે. (૧)
ટીકાર્થ– એકાંતે નિત્ય કે અનિત્ય વસ્તુ કોઇપણ કાર્યનું કંઇપણ કરવા સમર્થ નથી. તે આ પ્રમાણેઘટ મૃત્યિંડનું કાર્ય નથી, એકરૂપ હોવાથી મૃત્યિંડભાવમાં પરિવર્તન થયું નથી, મૃર્લિંડની જેમ. હવે જો મૃત્યિંડભાવમાં ફેરફાર થાય તો અનિત્યત્વની પ્રાપ્તિ થાય. તથા ઘટ મૃત્યિંડનું કાર્ય નથી, સર્વથા (દ્રવ્યના) અનુગમનો (=અનુસરણનો) અભાવ હોવાથી મૃર્લિંડત્વરૂપ પર્યાયમાં પરિવર્તન થયું ન હોવાથી, પટની જેમ.
જો મૃત્યિંડત્વરૂપ પર્યાયમાં પરિવર્તન સ્વીકારવામાં આવે તો પર્યાય પરિવર્તનમાં વસ્તુનું અનુસરણ થવાથી નિત્યાનિત્યત્વની સિદ્ધિ થાય. કહ્યું છે કે-“ઘટ કૃત્યિંડનું કાર્ય નથી. મૃત્યિડભાવમાં પરિવર્તન ન થવાથી, (વિદ્યમાન) મૃર્લિંડની જેમ અને પટની જેમ. (અર્થાત્ જેમ વિદ્યમાન મૃત્યિંડનું કાર્ય ઘટ નથી, અને પટ પણ મૃતિંડનું કાર્ય નથી. તેમ ઘટ પણ મૃત્યિંડનું કાર્ય નથી.) સચથી મૃર્લિંડમાં પરિવર્તન સવીકારવામાં આવે તો (ક્ષત્વિાલિ) અનિત્યતા વગેરેની પ્રાપ્તિ થાય.”
(જ્યારે મૃત્પિડમાંથી ઘડો બને છે ત્યારે મૃત્તિકાનો મૃતિંડ અને ઘટ એ બંનેમાં અનુગમ (=અનુસરણ કે સંબંધ) હોય છે. અહીં મૃત્તિકાનો મૃત્યિંડપર્યાય નાશ પામે છે અને ઘટપર્યાય ઉત્પન્ન થાય છે. પણ બંનેમાં કૃત્તિકાનું અનુસરણ (=સંબંધ) એકસરખું હોય છે. પણ પદાર્થને એકાંતે નિત્ય માનવામાં આવે તો મૃત્યિંડ કાયમ મૃતિંડ રૂપે જ રહે અને તેથી તેમાંથી ઘટ ન બને. માટે અહીં નિત્યપક્ષમાં ઘટ મૃત્યિંડનું કાર્ય છે એ સિદ્ધ થતું નથી તે અનુમાન પ્રયોગથી જણાવ્યું છે.)
આ પ્રમાણે નિત્યાનિત્ય જ વસ્તુ કાર્ય કરવા માટે સમર્થ છે. પ્રશ્ન નિત્યાનિત્યત્વ ધર્મ વિરુદ્ધ હોવાથી એક જ વસ્તુમાં કેવી રીતે રહી શકે ?
ઉત્તર– જેવી રીતે જ્ઞાન ભ્રાન્ત પણ છે, અભ્રાન્ત પણ છે, અર્થાત્ એક જ જ્ઞાનમાં ભ્રાન્તત્વ અને અબ્રાન્તત્વ પારમાર્થિક સમ્યકવ્યવહારની અપેક્ષાએ વિરુદ્ધ નથી. તેમ દ્રવ્યની અપેક્ષાએ નિત્યત્વ અને પર્યાયની અપેક્ષાએ અનિત્યત્વ વિરુદ્ધ નથી.
તથા દ્રવ્યમાં અને પર્યાયમાં પરસ્પરભેદ (=ભિન્નતા) નથી. કારણ કે જે વસ્તુ વિશિષ્ટ સ્વરૂપની અપેક્ષા ન કરવામાં આવે ત્યારે “દ્રવ્ય” એમ કહેવાય છે, તે જ વસ્તુ વિશિષ્ટ સ્વરૂપની અપેક્ષા કરવામાં આવે ત્યારે “પર્યાય” એમ કહેવાય છે.
તથા આત્મા શરીરથી ભિન્ન (=જુદો છે) અને અભિન્ન =એકરૂપ) પણ છે. જીવ શરીરથી ભિન્નભિન્ન