________________
અષ્ટક પ્રકરણ :
૩૦૧
૨૮-રાજ્યાદિદાનદૂષણ નિવારણ અષ્ટક
વૃત્તિઃ– “ચતુ' નઘુમહિલાનપૂર્વપક્ષવાથપેસયા સપર: પુનર્વાલી, “સાદ તૂવે, “' जगद्गुरोः, 'राज्यादिप्रदाने' स्वपुत्रादिभ्यो नरनायकत्वकलत्रकलाकर्मशिल्पप्रभृतीनां वितरणे, 'दोष एव' अशुभकर्मबन्धलक्षणं दूषणमेव, 'तुशब्दः' पूरणे, केन हेतुनेत्याह- महच्च तद् गुरुकमधिकरणं च दुर्गतिहेत्वनुष्ठानं 'महाधिकरणं' तद्भावस्तत्त्वं तेन, राज्यादिप्रदानं हि महाधिकरणम्, महारम्भमहापरिग्रहकुणिमाहारपञ्चेन्द्रियवधादिहेतुत्वात्तस्य, अग्निशस्त्रादिदान इवेति दृष्टान्तोऽभ्यूहः, क एवमाहेत्याह- 'तत्त्वमार्गे' वस्तुपरमार्थाध्वनि परिच्छेत्तव्ये, 'अविचक्षणः' अपण्डितः, अविचक्षणत्वं चास्य वक्ष्यमाणराज्यादिदानहेतोरपरिज्ञानादिति, अथवा 'विचक्षण' इत्युपहासवचनमिति ॥१॥
અઠ્ઠાવીસમું રાજ્યાદિદાન દૂષણ નિવારણ અષ્ટક (આ અષ્ટકમાં પ્રવ્રજ્યા સ્વીકારતાં પહેલાં તીર્થંકરો સ્વપુત્રાદિને રાજ્યાદિનું પ્રદાન કરે એ યોગ્ય છે એની સિદ્ધિ કરવામાં આવી છે.)
આ પ્રમાણે તીર્થંકરના મહાદાનસંબંધી વિવાદને દૂર કરીને તીર્થંકરના જ રાજ્યાદિ દાન સંબંધી વિવાદને દૂર કરતા ગ્રન્થકાર પરમતને કહે છે–
શ્લોકાર્ધ- તત્ત્વમાર્ગમાં અજ્ઞાની અન્ય કોઇ વાદી કહે છે કે-રાજ્યાદિનું દાન મહા અધિકરણ હોવાથી રાજ્યાદિનું પ્રદાન કરવામાં તીર્થકરને દોષ જ છે. (૧).
ટીકાર્થ– તત્તમાર્ગમાં નિર્ણય કરવા યોગ્ય વસ્તુપરમાર્થના માર્ગમાં. અજ્ઞાન– હવે કહેવામાં આવશે તે રાજ્યાદિ દાનના હેતુનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાન છે. અન્ય તીર્થંકરના મહાદાનમાં પૂર્વપક્ષવાદીની અપેક્ષાએ અન્યવાદી.
મહાન અધિકરણ હોવાથી અધિકરણ એટલે દુર્ગતિ હેતુનું આચરણ. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે- રાજ્યાદિનું દાન મહાન અધિકરણ છે. કારણ કે રાજ્યાદિનું દાન મહારંભ મહાપરિગ્રહ-માંસાહારપંચેન્દ્રિયવધ વગેરેનું કારણ છે. જેમકે અગ્નિ-શસ્ત્ર વગેરેનું દાન.
રાજ્યાદિનું પ્રદાન કરવામાં– સ્વપુત્ર વગેરેને રાજ્ય, સ્ત્રી, કળાક્રિયા અને શિલ્પ વગેરે આપવામાં. દોષ અશુભકર્મબંધરૂપ દૂષણ.
શ્લોકમાં તત્ત્વવિચક્ષણ એના સ્થાને તત્ત્વો વિરક્ષણ: એમ પણ સમજી શકાય. અહીં વિચક્ષણ એ ઉપહાસ વચન સમજવું. અર્થાત્ વાદી વિચક્ષણ નથી, પણ તેની મજાક કરવા માટે વિચક્ષણ કહ્યો છે. (૧)
उत्तरमाहअप्रदाने हि राज्यस्य, नायकाभावतो जनाः । मिथो वै कालदोषेण, मर्यादाभेदकारिणः ॥२॥ विनश्यन्त्यधिकं यस्मा-दिह लोके परत्र च । शक्तौ सत्यामुपेक्षा च, युज्यते न महात्मनः ॥३॥