________________
અષ્ટક પ્રકરણ
૧૦ર
૭-પ્રચ્છન્નભોજન અષ્ટક
જવું છે ત્યાં જવાનો માર્ગ કઠિન જ હોય તો બતાવનાર કઠીન જ બતાવે.) કહ્યું છે કે-“જો તમે અસંકલ્પિતાદિ ગુણવાળી ભિક્ષા લેવી એ દુષ્કર છે એમ માનતા હો તો તમારી એવી માન્યતા સાચી છે. અસંકલ્પિતાદિ ગુણવાળી ભિક્ષા જ નહિ, કિંતુ સાધુના સઘળા આચારો દુષ્કર જ છે. કહ્યું છે કે
तरियव्वो य समुद्दो, बाहाहि भीमो महल्लकल्लोलो। नीसायवालुयाए चावेयव्वो सया कवलो ॥१॥
“ચારિત્ર મોટા મોટા તરંગોવાળા અને (મગર આદિ પ્રાણીઓથી) ભયંકર સમુદ્રને બે બાહુથી તરવા સમાન અને સદા તીણ રેતીના કોળિયા ચાવવા સમાન છે.”
ઇત્યાદિ વચનોથી સાધુના સઘળા આચારોને દુષ્કર જ કહ્યા છે. જો સાધુના બધા જ આચારો દુષ્કર છે તો નિર્દોષ ભિક્ષા ગ્રહણ દુષ્કર હોય તેમાં વિચારવાનું જ શું હોય?
પ્રશ્ન- જો નિર્દોષ ભિક્ષાગ્રહણ દુષ્કર છે તો સાધુઓ તેના માટે આટલો બધો (દોષિત ભિક્ષા ન આવી જાય એ માટે જુદા જુદા ઘરોમાં ફરવું વગેરે) પ્રયત્ન કેમ કરે છે?
ઉત્તર— યતિધર્મનું ફળ મોક્ષ છે. મોક્ષરૂપ મહાનફળ (તદનુરૂ૫) મહાન પ્રયત્ન કર્યા વિના મેળવી શકાય નહિ. આથી સાધુઓ (નિર્દોષ ભિક્ષા દુષ્કર હોવા છતાં) નિર્દોષ ભિક્ષા લેવાનો પ્રયત્ન કરે છે.” (પંચાશક ૧૩-૪૩)
તેથી હે કુતીર્થિકો ! જો તમે પોતાની ભિક્ષાને સાધુપણાના કારણે સર્વસંપન્કરી માનો છો તો તમારે અકૃત (અકારિત અને અસંકલિત) વગેરે ગુણોથી યુક્ત પિંડ લેવો જોઇએ. એ પ્રમાણે પ્રસ્તુત પ્રકરણનો રહસ્યાર્થ છે. (૮).
છઠ્ઠા સર્વસંપન્કરી ભિક્ષા અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥७॥ अथ सप्तमं प्रच्छन्नभोजनाष्टकम् ॥ अकृतादिगुणसम्पदुपेतः पिण्डो विशुद्धः शुद्धिकारकः इत्युक्तं (अष्टक ६ श्लोक १) स च शुद्धिकारकः प्रकटभोजने न सम्भवतीति प्रच्छन्नं भोजनं यतिना विधेयमित्युपदिशनाह
सर्वारम्भनिवृत्तस्य, मुमुक्षोर्भावितात्मनः । पुण्यादिपरिहाराय, मतं प्रच्छन्नभोजनम् ॥१॥
वृत्तिः- मुमुक्षोर्मतं प्रच्छन्नभोजनमिति क्रिया, किंविधस्येत्याह- 'सर्वे' निरवशेषा मनोवाक्कायकृतकारितानुमतिभेदा य 'आरम्भाः' पृथिव्यादिजीवसंघट्टपरितापातिपातरूपास्तेभ्यो 'निवृत्तो' यः स तथा तस्य, एवं तस्य हि प्रकटं भुञानस्य दीनादिकाय याचमानाय तद्दाने तत्पोषणत आरम्भप्रवृत्तिहेतुत्वेन सर्वारम्भनिवृत्तिक्षतिर्भवतीति तत्परिहारार्थमेतेन प्रच्छन्नमेव भोक्तव्यमित्युपदेष्टुं 'सर्वारम्भनिवृत्तस्य' इत्युक्तम्, अनेन चेह तदन्यस्य व्यवच्छेदस्तस्य हि प्रकटभोजनेऽपि न सर्वारम्भनिवृत्तेः क्षतिस्तदभावादिति, कस्य