________________
અષ્ટક પ્રકરણ
૮૫
પ-ભિક્ષા અષ્ટક
કેવળ પુરુષાર્થને હણે છે.(૫)
(અહીં “ધર્મની લઘુતા કરનાર'' એમ કહીને જૈન કહેવાતા સાધુની ભિક્ષા પૌરુષબી છે એમ કહ્યું. મૂઢ” એમ કહીને જૈનેતર સાધુની ભિક્ષા પૌરુષબી છે એમ કહ્યું. “પુષ્ટશરીરી'' એમ કહીને લષ્ટપુષ્ટ શરીરવાળા ગૃહસ્થની ભિક્ષા પૌરુષબી છે એમ કહ્યું.)
ટીકાર્થ- ધર્મની લઘુતા કરનાર એટલે શ્રુતચારિત્રરૂપ ધર્મની અપભ્રાજના કરવાના સ્વભાવવાળો. દીક્ષાથી વિરુદ્ધવર્તન કરવાના કારણે “જૈનો અનુચિત કરનારા છે” એ પ્રમાણે જૈનધર્મની નિંદાને જે ઉત્પન્ન કરે છે તે ધર્મની લઘુતા કરનાર છે.
મૂઢ– ભિક્ષા સદા આરંભથી રહિત સાધુઓ માટે વિહિત કરાયેલી હોવા છતાં અસ આરંભી પણ જે જીવ પોતાને ભિક્ષા યોગ્ય જાણે છે=માને છે તે મોહનો આશ્રય કરે છે. તેથી તે જીવ મૂઢ છે.
અથવા કુશાસ્ત્રની વાસનાથી વાસિતત=ભાવિત) હોવાના કારણે જે જીવ પૂર્વે કહેલા “વૃદ્ધાદિ માટે ભિક્ષા લેનાર” વગેરે ભિક્ષાભ્રમણના વિશેષણોનો આશ્રય લેતો નથી તે મૂઢ છે.
પુષ્ટશરીરી= રોગાદિથી પીડિત ન હોવાથી પુષ્ટશરીરવાળો. આનાથી ગ્રંથકાર એમ કહે છે કે રોગાદિથી પીડિત શરીરવાળો જીવ ભિક્ષાથી પેટપૂર્તિ કરતો હોવા છતાં પુરુષાર્થને હણતો નથી. કારણ કે રોગાદિ કારણોથી જ તેનો પુરુષાર્થ હણાઇ ગયો છે.
દીનતાથી= દીનવૃત્તિથી. પોતાની જે અવસ્થા છે તે અવસ્થાથી અનુચિતપણે ભિક્ષા ગ્રહણ કરવાથી મનથી ઉદ્ધતનું પણ પરમાર્થથી દીનપણું જ છે. કારણ કે તે વિદ્વાનોને અપ્રશંસનીય છે.
કેવળ પુરુષાર્થને હણે છે= કેવળ પુરુષાર્થનો વિનાશ કરે છે, કોઇપણ પુરુષાર્થને પુષ્ટ કરતો નથી. તે આ પ્રમાણે – તેને ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ હોતા નથી. કારણ કે તે અસદ્ આરંભી છે. તેને અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ પણ હોતા નથી. કારણ કે ભિક્ષાથી ભોજન કરે છે. ભિક્ષુકના અર્થ-કામ પુરુષોને પ્રશંસનીય બનતા નથી.
આ પ્રમાણે જે જીવ ભિક્ષાથી પુરુષાર્થને હણે છે તેના પુરુષાર્થને ભિક્ષા જ હણે છે. આ પ્રમાણે “ભિક્ષા જ પુરુષાર્થને હણે છે” એની પ્રધાનતા હોવાથી પોર્ષની ભિક્ષા એ પ્રમાણે વ્યવહાર કરાય છે.
અહીં “જે કારણથી આ તે કારણથી” એ પ્રમાણે વાક્યશેષ જાણવો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – જે કારણથી આ ધર્મની લઘુતા કરનાર છે તે કારણથી તેની ભિક્ષા પૌરુષની છે. જે કારણથી આ મૂઢ છે તે કારણથી તેની ભિક્ષા પૌરુષની છે. જે કારણથી આ પુખશરીરી છે તે કારણથી તેની ભિક્ષા પૌરુષની છે. (૫)
अथ तृतीयभिक्षामाहनिःस्वान्धपङ्गवो ये तु, न शक्ता वै क्रियान्तरे । भिक्षामटन्ति वृत्त्यर्थं, वृत्तिभिक्षेयमुच्यते ॥६॥
વૃત્તિ – “નિ:સ્થાપકૂવો નિર્ણનોપદતનયનરત્નવસ્ત્રહીના , જે સેવન, સુરા પુનઃ શર્થ: " तस्य चैवं प्रयोगः- यः प्रव्रज्याविरुद्धवृत्तिस्तस्य पौरुषनी भिक्षा, ये पुनर्निःस्वादयः किंविधा ? वैशब्द