________________
અષ્ટક પ્રકરણ
૩૬
૨-સ્નાન અષ્ટક
नकथनं ह्यनर्थकम् । यतो यद् बाहमलक्षालनप्रत्यलं तत्सर्वं द्रव्यस्नानमेव, यच्चान्तरमलोन्मूलनायालं तद्भावस्नानम्, यत्पुनरन्यथाविधं तदस्नानमेव । न च गोरजसा मन्त्रेण वा मलापनयनमुपलभ्यते इति, अतः सुष्ठूच्यते द्विधैव, अथवा द्रव्यतो द्विथैव भावतश्च द्विधैव इत्येवं द्विधाशब्दप्रयोगो, द्वैविध्यं च प्रधानाप्रधानभेदात्, तच्च दर्शयिष्यत इति । 'द्रव्यतो भावतश्चैवमिति' पाठान्तरे तु ‘एवंकार' उपदर्शनार्थः । तेन ‘एव' मनेन प्रकारेण, 'द्विधा स्नानं' शुचीकरणम्, 'उदाहृतं' तत्त्ववेदिभिरभिहितम् । अत्रार्थे परेषामप्यविप्रतिपत्तिमुपदर्शयन्नाह- बहिर्भवं 'बाह्य' शारीरं, अध्यात्मे मनसि भवं 'आध्यात्मिकं' मानसमित्यर्थः । 'चशब्दः' समुच्चयार्थः । 'इति' रुपप्रदर्शने । एवं प्रयोगः-बाहमिति १ आध्यात्मिकमिति च २ । 'तद्' इति' क्रमेण द्रव्यस्नानं भावस्नानं च । 'अन्य'रिति जैनव्यतिरिक्ततीर्थिकविशेषैः, 'परिकीयते' संशब्द्यते इति ॥१॥
બીજું સ્નાન અષ્ટક (જ્ઞાનના પ્રકારો બતાવીને કર્યું સ્નાન કોને હિતકર છે અને કોને અહિતકર છે વગેરે બાબતોનું સુંદર શૈલીથી અહીં વર્ણન કરવામાં આવ્યું છે.)
સ્નાનના પ્રકારો ઉક્ત ક્રમથી જેને મહત્ત્વનો નિર્ણય કરાયો છે તે દેવની પૂજા વગેરે કરવું જોઇએ. પૂજા નાનપૂર્વક કરવી જોઇએ. આથી સ્નાનનું નિરૂપણ કરવા માટે ગ્રંથકાર કહે છે
શ્લોકાર્થ– તત્ત્વવેત્તાઓએ દ્રવ્યથી અને ભાવથી જ એમ બે પ્રકારનું સ્નાન કહ્યું છે. અન્ય દર્શનકારો દ્રવ્યથી સ્નાનને બાહ્ય (શરીરનું) સ્નાન અને ભાવથી સ્નાનને આધ્યાત્મિક (=મનનું) સ્નાન કહે છે. (૧)
ટીકાર્થ-દ્રવ્યથી તે તે પર્યાયોને પામે તે પુદ્ગલ વગેરે દ્રવ્ય છે. (‘દ્રવ્યથી સ્નાન” શબ્દના પાંચ અર્થ છે. તે આ પ્રમાણે-).
૧) શરીરશુદ્ધિનું કારણ એવા જલથી થતું સ્નાન તે દ્રવ્યથી સ્નાન છે.
૨) અથવા શુદ્ધિ કરવા યોગ્ય દેહના દેશને (ચામડીને) આશ્રયીને થતું સ્નાન, અર્થાત્ દેહના દેશને શુદ્ધ કરવા માટે થતું સ્નાન દ્રવ્યથી સ્નાન છે.
૩) અથવા દૂર કરવા યોગ્ય મલને આશ્રયીને=મલને દૂર કરવા માટે થતું નાન દ્રવ્યથી સ્નાન છે. (૪) અથવા દ્રવ્યથી સ્નાન એટલે અપરમાર્થથી સ્નાન. કારણ કે દ્રવ્ય શબ્દનો અપ્રાધાન્ય અર્થ છે.
(૫) અથવા જળરૂપ દ્રવ્યથી થતું સ્નાન ભાવસ્નાનનું કારણ હોવાથી દ્રવ્યથી સ્નાન કહેવાય છે. કારણ કે દ્રવ્ય શબ્દનો કારણ અર્થ છે.
(જળથી થતું દ્રવ્ય સ્નાન જો ભાવ સ્નાનનું કારણ ન બને તો અપ્રધાન દ્રવ્ય સ્નાન છે, અને ભાવનાનનું કારણ બને તો પ્રધાન દ્રવ્ય જ્ઞાન છે. આ વ્યાખ્યા પ્રમાણે ગ્રંથકારે ત્રીજા શ્લોકમાં અપ્રધાન દ્રવ્ય સ્નાન અને ચોથા શ્લોકમાં પ્રધાન દ્રવ્ય સ્નાન જણાવ્યું છે.)
ભાવથી– ભાવ એટલે પરિણામ.