________________
અષ્ટક પ્રકરણ
૨૦૪
૧૯-નિત્યાનિત્યપક્ષમંડન અષ્ટક
(૩) તથા આત્મા દેહથી ભિન્નભિન્ન છે (સાધ્યો. કારણ કે આત્માને દેહથી ભિન્નભિન્ન માન્યા વિના સ્પર્શનો અનુભવ ઘટી શકે નહિ (હેતુ). તે આ પ્રમાણે-જો આત્મા દેહથી તદ્દન ભિન્ન હોય તો દેહવડે સ્પર્શાવેલી વસ્તુનો આત્માને અનુભવ ન થાય. દેવદત્ત વડે સ્પર્શાવેલી વસ્તુનો યજ્ઞદત્તને અનુભવ થતો નથી તેમ.
આત્મા દેહથી અભિન્ન પણ નથી. જો સર્વથા અભિન્ન માનવામાં આવે તો આત્મા માત્ર દેહપ્રમાણ હોવાથી પરલોકના અભાવનો પ્રસંગ આવે, અને કોઇ પણ અવયવની હાનિ થતાં ચૈતન્યની હાનિનો પ્રસંગ આવે. (શરીરના હાથ વગેરે કોઇપણ એક અવયવની હાનિ થતાં ચૈતન્યની હાનિ થતી નથી.)
(૪) તથા લોકપ્રતીતિના કારણે આત્મા વગેરે વસ્તુ નિત્યાનિત્ય છે. કારણ કે “તે જ વસ્તુ આ રીતે પરિણામ પામી છે” એમ બોલતો લોક વસ્તુને આશ્રયીને અવસ્થાંતરની પ્રાપ્તિને સ્વીકારતો જોવાય છે. લોકપ્રતીતિથી વિરુદ્ધ પદાર્થની કલ્પના કરતું પ્રમાણ પ્રમાણતાને પામતું નથી=પ્રમાણ બનતું નથી.
આ મારું શરીર છે એવી લોકવાણીથી આત્મા શરીરથી (કથંચિત) જુદો છે તથા હું નિરોગી છું ઇત્યાદિ લોકવાણીથી આત્મા શરીરથી (કથંચિતુ) અભિન્ન છે એની સિદ્ધિ થાય છે. આમ લોકપ્રસિદ્ધિથી પણ આત્માના નિત્યાનિત્યસ્વાદિ ધર્મોની સિદ્ધિ થાય છે. (૬)
आत्मनो विभुत्वे पूर्वं दोष उक्तोऽथासर्वगतत्वेऽस्य गुणमाहदेहमात्रे च सत्यस्मिन्, स्यात्सङ्कोचादिधर्मिणि । धर्मादेवंगत्यादि, यथार्थं सर्वमेव तु ॥७॥
वत्तिः- देह एव शरीरमेव मात्रा परिमाणं यस्य स देहमात्रस्तस्मिन् 'देहमात्रे', देहमात्रता चास्य देह एव तद्गुणोपलब्धेः । 'चशब्दः' पुनरर्थः, नित्यानित्यादिधर्मके आत्मनि हिंसादिरुपपद्यते, देहमात्रे પુનઃ, “ત્તિ' મતિ, ‘મિસ્' ગાન, “એ' મવે, “સર્વ યથાર્થ' રૂતિ સા :, વિમૂતે તત્ર, 'सङ्कोचादिः' सङ्कोचनादिरादिशब्दात् प्रसरणं धर्मः स्वभावो यस्य स तथा तस्मिन्, सङ्कोचादिधर्मत्वं चास्य सूक्ष्मेतरशरीरव्याप्तेः, किं तत्स्यादित्याह- धर्मादेर्ध्वगत्यादि', "धर्मेण गमनमूर्ध्वं, गमनमधस्ताद्भवत्यधर्मेण । ज्ञानेन चापवर्गः (ो विपर्ययादिष्यते सर्गः) ॥१॥ इत्यादिकं, वचनमिति गम्यते, 'यथार्थ' निरुपचरितम्, 'सर्वमेव', निरवशेषमेव, तुशब्दः' पूरण इति ॥७॥
આત્મા વિભુ હોય તો પૂર્વે દોષ કહ્યો હતો. હવે આત્મા અસવંગત હોય તો ગુણને કહે છે–
શ્લોકાર્ધ– આત્મા દેહપ્રમાણ અને સંકોચ- વિકાશશીલ હોય તો ધર્મથી ઊર્ધ્વગતિ વગેરે બધું ય યથાર્થ સિદ્ધ થાય. (૭)
ટીકાર્થ– શ્લોકમાં ર શબ્દ વિશેષ બતાવવા માટે છે. તે આ પ્રમાણે- નિત્યાનિત્યવાદિ ધર્મવાળા આત્મામાં હિંસાદિ ઘટે છે અને દેહ પ્રમાણ સંકોચ-વિકાશશીલ આત્મામાં ધર્મથી ઊર્ધ્વગતિ વગેરે બધું ય યથાર્થ સિદ્ધ થાય.
પૂર્વે (અ. ૧૪-શ્લો ૬માં) કહ્યું છે કે-“ધર્મથી આત્મા ઊંચે જાય, અધર્મથી અધોગતિમાં જાય, જ્ઞાનથી