Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 301
________________ અષ્ટક પ્રકરણ ૨૯૬ ર૭-તીર્થંકરદાનસફળતાસિદ્ધિ અષ્ટક भगवन्तं याचस्व, दास्यतीदानीमपि किञ्चिदिति । ततोऽसौ भगवत्समीपमागत्य याचितवान्, भगवांस्तु नाकनायकसमर्पितस्य कल्प इति गृहीतस्य देवदूष्यस्यार्धमनुकम्पापरीतान्तःकरणो गुणान्तरापेक्षी तस्मै प्रदत्तवानिति" । नन्विहैव ग्रन्थे "तस्यानुकम्पया दाने पुण्यबन्धः प्रकीर्तितः" (७-२) इत्यादिना यतेरसंयतदानं निवारितम्, "गिहिणो वेयावडियं न कुज्जा" (गृहिणो वैयावृत्त्यं न कुर्यात्) इत्यादिना चागमे, तत्कथं न विरुध्यते । उच्यते, अवस्थौचित्ययोगेनेति विशेषणोपादनान्न विरोधः, पठन्ति चेहार्थे लौकिका अपि "उत्पद्यते हि सावस्था, देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात्कर्म कार्यं च वर्जयेत् ॥१॥ રૂતિ પI સાધુએ પણ ઉચિત રીતે દાન આપવું જોઇએ એ વિષયનું દષ્ટાંતથી સમર્થ કરતા ગ્રંથકાર કહે છે— શ્લોકાર્થ – નિષ્ક્રાંત હોવા છતાં અતિશય દયાથી બ્રાહ્મણને દેવદૂષ્ય આપતા અને ધીમાન એવા ભગવાન અહીં દષ્ટાંતરૂપ છે. (૫) ટીકાર્થ– નિષ્ઠાંત હોવા છતાં-નિષ્ઠાંત એટલે પ્રવજ્યાનો સ્વીકાર કરવા માટે ઘરવાસથી નીકળેલા. ઘરવાસથી ન નીકળેલા ભગવાનની વાત દૂર રહો, ઘરવાસથી નીકળેલા પણ ભગવાને બ્રાહ્મણને દેવદૂષ્ય આપ્યું. દેવદૂષ્ય=ચીનદેશમાં બનેલું વસ્ત્ર. (દેવદૂષ્ય એટલે દિવ્ય વસ્ત્ર. પણ અહીં ટીકાકારે ચીનાંશુક એવો અર્થ કર્યો છે. તેથી ચીનદેશમાં જેવું વસ્ત્ર બને તેવું દિવ્યવસ્ત્ર એવું ટીકાકારનું તાત્પર્ય સમજવું જોઇએ.) ધીમાન=ચાર જ્ઞાનના યોગથી અતિશય બુદ્ધિશાળી. ધીમાન એવા વિશેષણથી ગ્રંથકારે જ્ઞાનીએ જે આચર્યું હોય તે આલંબન લેવા યોગ્ય બને છે એમ જણાવ્યું. અહીં ઉદાહરણ (અનુમાન) પ્રયોગ આ પ્રમાણે છે–વિશિષ્ટ અવસ્થામાં સાધુ પણ અસંયતને દાન આપે તો તે દાન નિર્દોષ છે. કારણ કે તે દાન અનુકંપાથી થયેલું છે. જે દાન અનુકંપાથી થાય તે દાન નિર્દોષ છે. જેમકે દીક્ષિત ભગવાને બ્રાહ્મણને કરેલું વસ્ત્રદાન. સાધુ અસંયતને જે દાન કરે તે દાન અનુકંપાથી થાય. તેથી તે દાન નિર્દોષ છે. અથવા શ્લોકમાં રહેલા જ્ઞાપક શબ્દનો હેતુ અર્થ છે. એ અર્થમાં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે–ભગવાને જે આચર્યું હોય તે સાધુઓને આચરવા યોગ્ય છે. શીલની જેમ. ભગવાને અસંયતદાન આચર્યું છે. સંભળાય છે કે ભગવાન મહાવીરે મહામેઘની જેમ સતત ધનરૂપ જલની ધારાઓથી, વગાડેલા શ્રેષ્ઠ ઢોલના અવાજથી ગાજેલા ધ્વનિથી, અર્થાત્ ઢોલ વગાડીને વરવરિકા (જની જે ઇચ્છા હોય તે માગો એવી) ઘોષણાપૂર્વક, અમુકને આપવું અમુકને ન આપવું એવા ભેદભાવ વિના, એક વર્ષ સુધી દાનરૂપી વૃષ્ટિ કરી. એ દાનવૃષ્ટિથી તૃષાતુર લોક રૂપ ચાતકકુટુંબને ધનેચ્છારૂપ પિપાસાના સંતાપથી રહિત કર્યું. પછી દેવો, ઇંદ્રો, રાજાઓ જેમની પાછળ ચાલી રહ્યા છે એવા મહાવીર ભગવાન જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં પધાર્યા. પછી સર્વસંગનો ત્યાગ કરીને દીક્ષાનો સ્વીકાર કર્યો. આ અવસરે ભગવાનના પિતાનો મિત્ર બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો. અન્ય દેશોમાં ફરવાના કારણે તેનું શરીર અત્યંત ક્ષીણ થઇ ગયુ હતું. પત્નીએ તેને કહ્યું કે ભગવાને સકલ ભૂતલને પૂર્ણ થયેલા મનોરથવાળું કરીને દીક્ષા લીધી. ધનના અર્થી તમે તો ભાગ્યના અભાવથી અન્યદેશોમાં ફરો છો. તેથી જલદી જઇને ભગવાનની પાસે માગો. ભગવાન હમણાં પણ કંઇક આપશે. તેથી તેણે ભગવાન પાસે આવીને માગણી કરી. દયાથી યુક્ત અંતઃકરણવાળા અને અન્યગુણની અપેક્ષાવાળા ભગવાને ઇંદ્ર આપેલા

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354