________________
અષ્ટક પ્રકરણ
૭૦
૪-અગ્નિકારિકા અષ્ટક છે. તે આ પ્રમાણે-રાજ્ય-સંપત્તિમાં ભલે પાપ થાઓ, પણ દાન વગેરેથી તેની શુદ્ધિ થઇ જશે એવી આશંકા કરીને કહે છે
શ્લોકાર્થ– રાજ્ય-સંપત્તિથી થયેલા પાપની વિશુદ્ધિ અનશન વગેરે તપથી જ થાય છે, નહિ કે દાનાદિથી. તેથી મુમુક્ષુને દ્રવ્યાગ્નિકારિકા યુક્ત નથી. તે પ્રમાણે જ મહાત્માએ કહ્યું છે. (૫)
ટીકાર્થ– રાજ્યાદિથી થયેલા પાપની શુદ્ધિ અનશનાદિ તપથી જ થાય છે. કારણકે તપ પાપની વિશુદ્ધિ માટે છે એવું વચન છે. એ પાપની શુદ્ધિ દાન અને હોમ વગેરેથી ન થાય. કારણ કે દાનથી ભોગોને પામે છે એવું વચન છે. તેથી દીક્ષિતને પૂજા અને અગ્નિકારિકા કરવી એ કેવી રીતે યોગ્ય ગણાય ? અહીં મુખ્ય દૂષણ દ્રવ્યાગ્નિકારિકાનું જ છે. પૂજાનું દૂષણ તો પ્રાસંગિક છે. આથી અગ્નિકારિકાનો જ ઉપસંહાર કરતા ગ્રન્થકાર
કહે છે
તેથી આ અન્યથા યુક્ત નથી. અહીં અન્યથા એટલે ધર્મધ્યાન (=ભાવ) અગ્નિકારિકાથી પ્રકારાન્તરને (=અન્ય પ્રકારને) પામેલી, અર્થાત્ દ્રવ્યાગ્નિકારિકા. જે કારણથી દ્રવ્યાગ્નિકારિકા મુમુક્ષુને વ્યર્થ છે, અને પાપનું સાધન એવી સંપત્તિનું કારણ છે, તે કારણથી આ દ્રવ્યાગ્નિકારિકા મુમુક્ષુને યુક્ત નથી.
વિશુદ્ધિ કરવાને યોગ્ય જે પાપ, તે પાપને કરાવનારી સંપત્તિનું કારણ હોવાથી દ્રવ્યાગ્નિકારિકા કરવા યોગ્ય નથી એમ વ્યાસમુનિને પણ ન્યાયથી સંમત છે એમ બતાવતા ગ્રંથકાર કહે છે- *
તે પ્રમાણે જ મહાત્માએ (મહાભારતના વનપર્વમાં બીજા અધ્યાયમાં) કહ્યું છે. તે પ્રમાણે જ- તે પ્રમાણે જ એટલે અમારા કહેલા અર્થની સાથે સંવાદ=સમાનતા થાય તે પ્રમાણે જ. મહાત્મા– મહાત્મા એટલે ઉત્તમસ્વભાવવાળા વ્યાસમુનિ.
અહીં આચાર્ય મિથ્યાદૃષ્ટિ પણ વ્યાસનો “મહાત્મા” તરીકે ઉલ્લેખ કર્યો તે બીજાઓને સંમતનું માત્ર અનુકરણ કરવા માટે છે. અને એમ કરીને પોતાની મધ્યસ્થતા પ્રગટ કરવા માટે છે. આથી દુષ્ટ નથી. વ્યાસ બીજાઓને મહાત્મા તરીકે સંમત છે. આથી જ સ્વપક્ષમાં ( જૈનપક્ષમાં) બીજાઓને (=જેનેતરોને) પ્રીતિ ઉત્પન્ન કરવા માટે તેના વચનનો ઉલ્લેખ કર્યો છે. (૫).
तदेवाह महाभारते वनपर्वणि द्वितीयाध्यायेधर्मार्थं यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥६॥
વૃત્તિ – થઈ ઘર્ષનિમિત્ત, ‘ય’ વિવું, “વિજેહા ટોપાર્ગના વિવાળિજાदिका, 'तस्य' पुरुषस्य, 'अनीहा' अचेष्टा वित्तानुपार्जनमेव, 'गरीयसी' श्रेयसीतरा, सङ्गततरा इत्यर्थः, अयमभिप्राय:- वित्तार्थं चेष्टायामवश्यं पापं भवति तच्चोपार्जितवित्तवितरणेनावश्यं शोधनीयं भवति, एवं च वित्तार्थमचेष्टैव वरतरा वित्तवितरणविशोध्यपापाभावात् परिग्रहारम्भवर्जनात्मकत्वेनाचेष्टाया एव च धर्मत्वादिति । अत्रार्थे दृष्टान्तमाह-'प्रक्षालनात्' धावनात्सकाशात्, 'हि' यस्मात्, ‘पङ्कस्या'ऽशुचिरूपकर्द