________________
અષ્ટક પ્રકરણ
૧૩૪
૯-જાન અષ્ટક
આદિમાં એ સ્થળે રહેલા આદિ શબ્દથી મિથ્યાદર્શનાદિ સ્વરૂપ સંસારમાર્ગ જાણવો. શુદ્ધવૃત્તિ આદિથી એ સ્થળે રહેલા આદિ શબ્દથી નિવૃત્તિ જાણવી. આનો અર્થ એ થયો કે તત્ત્વસંવેદનજ્ઞાન સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં નિરતિચાર પ્રવૃત્તિથી અને મિથ્યાદર્શનાદિરૂપ સંસારમાર્ગથી નિવૃત્તિથી જાણી શકાય છે. જે જીવ સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં નિરતિચાર પ્રવૃત્તિ કરે અને મિથ્યાદર્શનાદિરૂપ સંસારમાર્ગથી નિવૃત્ત થાય તેનામાં તત્ત્વસંવેદના જ્ઞાન છે એ નિશ્ચિત થાય છે. આ કથનથી તત્ત્વસંવેદન જ્ઞાનને જાણવાનું ચિહ્ન જણાવ્યું છે.
સજ્ઞાનાવરણના અપાયવાળું– સદ્ એટલે સુંદર, અર્થાત્ પ્રકૃષ્ટ. અપાય એટલે ક્ષયોપશમ.
તત્ત્વસંવેદન જ્ઞાન પ્રકૃષ્ટ મત્યાદિજ્ઞાનના આવરણના ક્ષયવાળું કે ક્ષયોપશમવાળું હોય છે. અર્થાત્ તત્ત્વસંવેદન જ્ઞાન પ્રષ્ટિ મત્યાદિજ્ઞાનના આવરણના ક્ષયથી કે ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. આ કથનથી તત્ત્વસંવેદનજ્ઞાનનું કારણ જણાવ્યું છે.
મહોદયનું કારણ– મહોદય એટલે મોક્ષ. આ જ્ઞાન વિલંબ વિના મોક્ષપ્રાપ્તિનું કારણ છે. આ કથનથી તત્ત્વસંવેદન જ્ઞાનનું ફળ જણાવ્યું છે.
કહ્યું છે– જ્ઞાનનું સ્વરૂપ જાણનારાઓએ કહ્યું છે. (૭) उपसंहरन्नुपदेशमाहएतस्मिन्सततं यत्नः, कुग्रहत्यागतो भृशम् । मार्गश्रद्धादिभावेन, कार्य आगमतत्परैः ॥८॥
વૃત્તિ –“પતસ્મિન' અનન્તાવો તાવસંવેજ્ઞાને, “સતત અનવરત, “યત્ર:' માર:, વાર્થ इति सम्बन्धः, कुतः ? 'कुग्रहत्यागतः' शास्त्रबाधिताभिनिवेशपरित्यागेन, 'भृशम्' अत्यर्थम्, केन करणभूतेन कार्यो यल इत्याह- मार्गे मोक्षमार्गे श्रद्धादिर्मार्गश्रद्धादिस्तद्रूपो भाव आत्मपरिणामो ‘मार्गश्रद्धादिभाव' स्तेन, तत्र श्रद्धानमादिशब्दात् ज्ञानमासेवनं चेति, 'कार्यो' विधेयः, कैरित्याह 'आगमतत्परैः' आप्तप्रवचनप्रधानैरिति ॥८॥
I નવમષ્ટવિવર રમતમ્ III. ઉપસંહાર કરતા ગ્રન્થકાર ઉપદેશને કહે છે –
શ્લોકાર્થ– આગમમાં તત્પર પુરુષોએ કદાગ્રહનો ત્યાગ કરીને મોક્ષમાર્ગ સંબંધી શ્રદ્ધાદિરૂપ આત્મપરિણામથી આ તત્ત્વસંવેદન જ્ઞાનમાં સતતપણે અતિશય આદર કરવો જોઇએ. (૮)
ટીકાર્થઆગમમાં તત્પર આપ્તના પ્રવચનને પ્રધાન માનનાર. કદાગ્રહનો- શાસ્ત્રથી બાધિત થયેલા અભિનિવેશનો.
શ્રદ્ધાદિરૂપ એ સ્થળે રહેલા આદિ શબ્દથી જ્ઞાન અને આચરણ સમજવું. મોક્ષમાર્ગની શ્રદ્ધારૂપ, મોક્ષમાર્ગના જ્ઞાનસ્વરૂપ અને મોક્ષમાર્ગના આચરણ રૂ૫ આત્મપરિણામથી તત્ત્વસંવેદન જ્ઞાનમાં સતત અતિશય આદર કરવો જોઇએ. (૮)
નવમા જ્ઞાન અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું