________________
અષ્ટક પ્રકરણ
૪૨
૨-સ્નાન અષ્ટક
यथा श्रमपङ्कादिदोषोपेतमपि तृड्विच्छेदादिविशिष्टतरगुणहेतुः कूपखननं, विशिष्टसम्यग्दर्शनशुद्ध्यादिगुणहेतुश्च द्रव्यस्नानमिति ॥४॥
પ્રધાન દ્રવ્યસ્નાનની પ્રશસ્તતાનો હેતુ. આ સ્નાન (–દેવતા-અતિથિના પૂજન માટે વિધિપૂર્વક કરાતું નાન) પ્રશસ્ત છે એમ કહ્યું. આથી તેના સમર્થન માટે કહે છે –
શ્લોકાર્થ– દ્રવ્ય સ્નાન પણ ભાવશુદ્ધિનું નિમિત્ત હોવાથી શુભ છે. કારણ કે દ્રવ્યસ્નાન “ભાવશુદ્ધિનું નિમિત્ત છે” તેવા અનુભવની પ્રતીતિ થાય છે. કથંચિત્ દોષ હોવા છતાં દોષથી અન્ય ગુણનો લાભ થતો હોવાથી દ્રવ્ય સ્નાન સુંદર છે.(૪)
ટીકાર્થ–પૂર્વપક્ષ દ્રવ્ય નાન ભાવશુદ્ધિનું નિમિત્ત હોવા છતાં અપ્લાય વગેરે જીવોની હિંસાના દોષથી દૂષિત હોવાથી સુંદર નથી જ.
ઉત્તરપક્ષ- કોઇક રીતે અપ્લાય આદિ જીવોની વિરાધના થતી હોવાથી હિંસારૂપ પાપના સદ્ભાવમાં પણ હિંસાદોષથી અન્ય સમ્યગ્દર્શનશુદ્ધિરૂપ ગુણનો લાભ થવાથી દ્રવ્યસ્નાન પણ સુંદર છે. કહ્યું છે કે-“પૂજામાં અખાય આદિનો વધ થાય છે અને તે વધ નિષિદ્ધ છે. તો પણ જિનપૂજા સમ્યકત્વની શુદ્ધિનો હેતુ હોવાથી નિર્દોષ વિચારવી જોઇએ, અર્થાત્ જિનપૂજા નિર્દોષ છે એમ વિચારવું જોઇએ.” (પંચાશક ૪-૧૧)
“પાપના સદ્ભાવમાં પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-દોષના (=પાપના) અભાવમાં તો દ્રવ્ય સ્નાન સુંદર છે જ, કિંતુ પાપના સદ્ભાવમાં પણ દ્રવ્ય સ્નાન સુંદર છે.
જે સ્નાન પૂજા માટે કરાયેલું હોય તે સ્નાન પૂજાનું અંગ હોવાથી પૂજાના વ્યવહારને યોગ્ય થાય છે, અર્થાત્ સ્નાનને પૂજા કહેવાય. (જેમ કે ગાયુત ઘીને આયુષ્ય કહેવાય છે.)
અહીં હેતુપ્રયોગ આ પ્રમાણે છે- દ્રવ્ય સ્નાન પણ સુંદર છે. કેમ કે ભાવશુદ્ધિનું નિમિત્ત છે. જે જે ભાવશુદ્ધિનું કારણ હોય તે તે સુંદર હોય. જેમ કે ચૈત્યવંદન. દ્રવ્ય સ્નાન ભાવશુદ્ધિનું કારણ છે માટે સુંદર છે.
પૂર્વપક્ષ- તમોએ આપેલો હેતુ અસિદ્ધ છે.
ઉત્તરપક્ષ જે જે રીતે અનુભવાય છે તે રીતે સ્વીકારવું જોઇએ. જેમ કે વિવિધ સુખાદિનું સંવેદન. દ્રવ્ય સ્નાન ભાવશુદ્ધિના નિમિત્તરૂપે અનુભવાય છે. માટે દ્રવ્ય સ્નાન ભાવશુદ્ધિનું નિમિત્ત છે.
શંકા- દ્રવ્ય સ્નાન કોઇક રીતે દોષ સહિત હોવાથી સુંદર કેવી રીતે હોય?
સમાધાન- જે જે અધિક વિશિષ્ટ અન્ય ગુણની ઉત્પત્તિનું કારણ હોય તે તે દોષના સદ્ભાવમાં પણ સુંદર છે. જેમ કે-કૂપ ખનન (કૂવાને ખોદવો એ) શ્રમ અને કાદવ વગેરે દોષથી યુક્ત હોવા છતાં તૃષ્ણાવિચ્છેદ વગેરે અધિક વિશિષ્ટ ગુણોનું કારણ છે. (કૂવો ખોદવામાં શરીર કાદવથી ખરડાય છે, કપડાં મેલાં થાય છે, શ્રમ-સુધા-તૃષા વગેરેનું દુઃખ વેઠવું પડે છે. પણ કૂવો ખોદાયા પછી તેમાંથી પાણી નીકળતાં તૃષા આદિ દૂર થવાથી સ્વ-પરને લાભ થાય છે. જેમ કૂવો ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણામે લાભ થવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજા માટે નાનાદિ કરવામાં પ્રારંભમાં હિંસારૂપ સામાન્ય દોષ