________________
અષ્ટક પ્રકરણ
૧૬૨
૧૨-વાદ અષ્ટક
આ શુષ્કવાદ કેમ છે ? એમ પૂછવામાં આવે તો અનર્થને વધારનારો હોવાથી આ વાદ શુષ્કવાદ છે એમ અમે કહીએ છીએ. આને જ ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ- અતિગર્વિષ્ઠ આદિ પ્રતિવાદીની સાથે વાત કરવામાં સાધુનો વિજય થાય તો પ્રતિવાદીનું મરણ વગેરે અનર્થ થાય. જો તેનાથી સાધુનો પરાજય થાય તો ધર્મની લઘુતા થાય. આ પ્રમાણે બંને રીતે શુષ્કવાદ પરમાર્થથી અનર્થની વૃદ્ધિ કરે છે. (૩)
ટીકાર્થ– મરણ વગેરે એ સ્થળે વગેરે શબ્દથી ચિત્તનો નાશ, વૈરાનુબંધ, અશુભ કર્મબંધ, સંસાર પરિભ્રમણ વગેરે અનર્થ પ્રતિવાદીને થાય. અથવા શક્તિ હોય તો પ્રતિવાદી સાધુને જ મારી નાંખે કે શાસનનો વિનાશ વગેરે કરે.
ઘર્મની લઘુતા=જિનપ્રવચનના મહાભ્યની હાનિ થાય. કારણ કે વાદમાં જૈન જિતાયો છે માટે જેનશાસન અસાર છે આવો અવર્ણવાદ થાય.
બંને રીતે વિજય-પરાજય એ બંનેમાં પણ.
પરમાર્થથી=વ્યવહારથી જ નહિ, કિંતુ પરમાર્થથી અનર્થની વૃદ્ધિ કરે છે. કારણ કે તે વાદ સંસારનું (=સંસારવૃદ્ધિનું) કારણ બને છે. (૩)
अथ द्वितीयवादस्वरूपमाहलब्धिख्यात्यर्थिना तु स्याद्, दुःस्थितेनाऽमहात्मना । छलजातिप्रधानो यः, स विवाद इति स्मृतः ॥४॥
વૃત્તિ - “તવિ:' સુવર્ષાલીનાં નામ:, “ધ્યાતિઝ' પ્રસિદ્ધિ, તાળામર્થ: પ્રયોગને યશસ્તિ तथा तेन, 'तुशब्दः' पुनःशब्दार्थः, स चाद्यवादविवादयोर्विशेषद्योतकः, 'स्यात्' भवेत्, यो वाद इति सम्बन्धः, 'दुःस्थितेन' दरिद्रेण मनोदुःस्थितेन वा, 'अमहात्मना' अनुदारचित्तेन, एवंविधस्य हि पराजये विषादवृत्तिच्छेदादिदोषप्रसङ्गेन साधोः परलोकबाधेति कृत्वा वादस्य विरुद्धता स्यात्, अत एव कारणात् विशेषितोऽसाविति, इह च सह वादिनेति गम्यम्, 'छलजातिप्रधानो यः', तत्र छलं वाक्छलादि, यथा नवकम्बलो देवदत्तः, जातयो दूषणाभासाः, यथाऽनित्यः शब्दः, कृतकत्वात्, घटवदिति, अस्य हेतोः दूषणम्, तथाहि- यदि घटगतं कृतकत्वं हेतुः तदा तच्छब्देनासिद्धमित्यसिद्धो हेतुः, अथ शब्दगतं तदा तदनित्यत्वेन व्याप्तं न सिद्धमित्यसाधारणानैकान्तिको हेतुरिति, तत्प्रधानो यः स तथा, 'स' एवंविधो વાત , “વિવાદ રૂતિ સૃતઃ' પ્રવાહિત કૃતિ કા .
હવે બીજા વિવાદ વાદના સ્વરૂપને કહે છે–
શ્લોકાર્થ લાભ અને ખ્યાતિનો અર્થી, દુ:સ્થિત અમહાત્મા એવા પ્રતિવાદીની સાથે છલ અને જાતિની પ્રધાનતાવાળો વાદ કરવો તે વિવાદ એમ કહેવાયેલો છે. (૪)
ટીકાર્ય– લાભ=સુવર્ણ વગેરેનો લાભ.