________________
અષ્ટક પ્રકરણ
૧૨૮
૯-જ્ઞાન અષ્ટક
સર્વજ્ઞ ભગવંતો કહે છે કે દરેક વસ્તુ સતુ પણ છે અને અસતું પણ છે. પ્રત્યેક વસ્તુ સ્વરૂપે સત્ છે, પરૂપે અસતું છે. ઘટ એ ઘટ છે પટ નથી. આથી ઘટ ઘટરૂપે સ્વરૂપે સત્ છે, પટરૂપે=પરૂપે અસતું છે. અર્થાત્ ઘટ ઘટની અપેક્ષાએ સતું છે, અને પટ આદિ પરવસ્તુની અપેક્ષાએ અસત્ છે.
દરેક વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્—વિદ્યમાન છે. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસતુ=અવિદ્યમાન છે. ઘટના દષ્ટાંતથી આ વિષયને વિચારીએ.
દ્રવ્યથી મૃત્તિકારૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સતુ. સૂતરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ અસતું. ક્ષેત્રથી– અમદાવાદરૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત્. (અમદાવાદમાં બન્યો છે, અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ.) મુંબઇરૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસતું. કાળથી– શીતરૂપ સ્વકાલની અપેક્ષાએ સત્. (શિયાળામાં બન્યો છે, અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) ગ્રીષ્મરૂપ પરકાલની અપેક્ષાએ અસતુ. ભાવથી– લાલરંગરૂપ સ્વભાવની વપર્યાયની અપેક્ષાએ સતુ. (લાલ ઘડો છે માટે) કૃષ્ણરંગરૂપ પરભાવની=પરપર્યાયની અપેક્ષાએ અસતું.
એ પ્રમાણે દરેક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, સમાન્ય-વિશેષ વગેરે ધર્મો હોવા છતાં મિશ્રાદષ્ટિ અમુક વસ્તુ સતું જ છે. અમુક વસ્તુ અસતું જ છે. અમુક વસ્તુ નિત્ય જ છે. અમુક વસ્તુ અનિત્ય જ છે. અમુક વસ્તુ સામાન્ય જ છે. અમુક વસ્તુ વિશેષ જ છે. એમ એકાંતરૂપે એક ધર્મનો સ્વીકાર કરી અન્યધર્મનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે.
ભવનો હેતુ હોવાથી– મિથ્યાદષ્ટિનું જ્ઞાન સંસારનું કારણ બને છે. કારણ કે તેનામાં મિથ્યાત્વ વગેરે કર્મબંધ હેતુઓ વિપરીત જ્ઞાનરૂપે પ્રવર્તે છે.
પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી– મિશ્રાદષ્ટિ સર્વ પદાર્થોનો અર્થ પોતાની મતિ પ્રમાણે કરે છે. તે સમ્યગ્દષ્ટિની જેમ સર્વજ્ઞવચનને આધીન બનતો નથી, અર્થાત્ સર્વજ્ઞવચન પ્રમાણે પદાર્થોનો અર્થ કરતો નથી.
જ્ઞાનકુલનો અભાવ હોવાથી– જ્ઞાનનું ફલ વિરતિ છે. વિરતિ જ્ઞાન-સ્વીકાર-યતના હોય તો પ્રાપ્ત થાય છે. મિશ્રાદષ્ટિનું જ્ઞાન વિપરીત બોધથી દૂષિત થયેલું હોવાથી પહેલાં તો મિથ્યાષ્ટિને જ્ઞાન જ હોતુ નથી. જો જ્ઞાન જ ન હોય તો સ્વીકાર અને યતના કેવી રીતે હોય ? આ વિષે વિદ્વાનો કહે છે કે- “જે કાર્યને કરે તે જ પરમાર્થથી સત્ છે.” તેથી ઉક્ત પ્રકારનું જ્ઞાનફલ ન મળવાથી મિથ્યાષ્ટિનું શાસ્ત્રાભ્યાસ આદિથી થયેલું જ્ઞાન પણ અજ્ઞાન છે.' (ઉપદેશપદ ૪૪૪) (અહીં સાક્ષી ગાથાનો ટીકાર્ય પૂર્ણ થયો.) ૧. પ્રસ્તુત ગાથા વિશેષાવશ્યક ભાષ્યમાં પણ છે. અહીં ઉપદેશપદની ટીકાના આધારે અનુવાદ લખ્યો છે.