________________
અષ્ટક પ્રકરણ
૧૧
૧૩-ધર્મવાદ અષ્ટક
एतदेवाहप्रसिद्धानि प्रमाणानि, व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्ती, ज्ञायते न प्रयोजनम् ॥५॥
वृत्तिः- 'प्रसिद्धानि' लोके स्वत एव रूढानि, न तु प्रमाणलक्षणप्रणेतृवचनप्रसाधनीयानि, 'प्रमाપારિ' પ્રત્યક્ષાવિનિ, તથા, વ્યવહાર વ્યવહાર: નાનપાનાનાનાનાાિ દિયા, 'શઃ - द्धत्वसमुच्चयार्थः, 'तत्कृतः' प्रमाणप्रसाध्यः, प्रमाणलक्षणाप्रवीणानामपि गोपालबालाबलादीनां तथाव्यवहारदर्शनात्, ततश्चैवं सति, 'प्रमाणलक्षणस्य' अविसंवादिज्ञानं प्रमाणमित्यादेः, 'उक्तौ' प्रतिपादने, 'ज्ञायते' उपलभ्यते, 'न' नैव, 'प्रयोजनं' फलम्, उपलम्भार्ह सद्यन्नोपलभ्यते तन्नास्तीत्यभिप्रायः, इह च नास्तीति मुख्यवृत्त्या वक्तव्ये सत्यपि यज्ज्ञायते नेत्युक्तमाचार्येण तदतिवचनपारुष्यपरिहारार्थमिति ॥५॥
શ્રી સિદ્ધસેનસૂરિએ જે કહ્યું છે તે જ કહે છે –
શ્લોકાર્ધ– પ્રમાણો પ્રસિદ્ધ છે, અને તેનાથી કરાયેલો વ્યવહાર પ્રસિદ્ધ છે. આથી પ્રમાણનું લક્ષણ કહેવામાં કોઇ પ્રયોજન જણાતું નથી. (૫)
ટીકાર્થ– પ્રસિદ્ધ છે– પ્રત્યક્ષ વગેરે પ્રમાણો લોકમાં સ્વતઃ જ રૂઢ છે, નહિ કે પ્રમાણના લક્ષણને સિદ્ધ કરનારાં વચનોથી સિદ્ધ કરવા યોગ્ય છે.
વ્યવહાર=સ્નાન-પાન-દાન-પાચન વગેરે ક્રિયા.
અહીં તાત્પર્ય આ પ્રમાણે છે- કોઇપણ વસ્તુનું લક્ષણ વસ્તુને જાણવા માટે છે. આથી લક્ષણના જ્ઞાન વિના પણ વસ્તુનું જ્ઞાન થઇ ગયું હોય તો લક્ષણના જ્ઞાનની જરૂર નથી. પ્રસ્તુતમાં પ્રમાણના લક્ષણના જ્ઞાન વિના પણ પ્રમાણ લોકમાં પ્રસિદ્ધ છે. તથા એ પ્રમાણનું સાધ્ય (ફળ) સ્નાન-પાન-દાન-પાચન વગેરે વ્યવહાર પણ પ્રસિદ્ધ છે. કારણ કે પ્રમાણના લક્ષણોમાં પ્રવીણ ન બનેલા ગોવાળ-બાળક-સ્ત્રીઓમાં તેવા પ્રકારનો વ્યવહાર જોવામાં આવે છે. આ પ્રમાણે નક્કી થતે છતે સ્વ-પરનો બોધક જ્ઞાન પ્રમાણ છે ઇત્યાદિ પ્રમાણ લક્ષણ જણાવવામાં કોઇ ફળ જણાતું નથી.
અહીં “જે જ્ઞાનને યોગ્ય થયે છતે જે ન જણાય તે નથી.” એવો અભિપ્રાય છે. (પ્રમાણના લક્ષણનું ફળ જ્ઞાનને યોગ્ય છે પણ જણાતું નથી માટે નથી.)
અહીં ગ્રંથકારે મુખ્યપણે “ફળ નથી.” (=રયોગનE) એમ કહેવું જોઇએ. આમ છતાં “ફળ જણાતું નથી.” (ાવે = યોગન) એમ જે કહ્યું તે વાણીમાં અતિશય કઠોરતાનો ત્યાગ કરવા માટે કહ્યું છે. (૫)
एवं तावत्प्रमाणलक्षणप्रतिपादने प्रयोजनाभाव उक्तोऽथ तत्रैवोपायाभावप्रतिपादनायाहप्रमाणेन विनिश्चित्य, तदुच्येत न वा ननु । अलक्षितात्कथं युक्ता, न्यायतोऽस्य विनिश्चितिः ॥६॥