________________
અષ્ટક પ્રકરણ
૧૪૨
૧૦-વેરાગ્ય અષ્ટક
પૂર્વપક્ષ–' જો સર્વભાવો ક્ષણ વિનશ્વર હોય તો “તે જ આ છે” એવી પ્રત્યભિજ્ઞા કેવી રીતે ઘટે ? વસ્તુ અક્ષણિક હોય તો જ આ પ્રત્યભિજ્ઞા સંભવી શકે, અન્યથા નહિ.
ઉત્તરપક્ષ- અત્યંત સદશ અપર અપરક્ષણો (ક્ષણાભાવી પદાર્થો) ક્રમિકરીતે ઉત્પન્ન થયા જ કરે છે. આમ એક બાજુ પૂર્વોત્તરક્ષણો વચ્ચે અત્યંત સદૃશતા, અને બીજી બાજુ અનાદિકાલીન અવિદ્યાનો યોગ. આ બન્નેના કારણે સ્થૂળદૃષ્ટિવાળા સામાન્ય લોકોને સમાનતાનો ભાસ થાય છે. જે સમયે પૂર્વેક્ષણ નાશ પામે છે તે જ સમયે તેના જેવી જ ઉત્તરક્ષણ ઉત્પન્ન થાય છે. આ ઉત્તરક્ષણ પૂર્વેક્ષણથી આકારમાં અવિલક્ષણ છે. તથા બન્ને ક્ષણ વચ્ચે કાળનું વ્યવધાન નથી. તેથી પૂર્વેક્ષણનો અત્યંત=નિરન્વય ઉચ્છેદ થઇ ગયો હોવા છતાં, “તે જ આ છે” એવા અભેદનો બોધ કરાવતો પ્રત્યય ઉત્પન્ન થાય છે. તેને બીજા લોકો પ્રત્યભિજ્ઞા કહે છે. વાસ્તવમાં તો બન્ને ક્ષણો અત્યંત ભિન્ન જ છે. દષ્ટાંત-લણી નાંખ્યા પછી ફરીથી ઉગતા કુશ-કાશ (ઘાસ) તથા કાપી નાખ્યા પછી ફરીથી ઉત્પન્ન થતા વાળ વગેરેમાં “આ પૂર્વે જોયેલાં જ છે' “આ તે જ છે.” એવી બુદ્ધિ થાય છે. પરંતુ વાસ્તવમાં પૂર્વદષ્ટ અને અત્યારે દેખાતા એ બન્નેમાં અત્યંત ભેદ છે. તે જ રીતે અહીં પણ પરસ્પર ભિન્ન એવી પૂર્વોત્તરક્ષણોમાં “આ તે જ છે” ઇત્યાદિ પ્રત્યય શા માટે સંભવી ન શકે ? પરંતુ એવા ભ્રાન્તપ્રત્યયમાત્રથી કંઇ તે બન્ને અભિન્ન છે એમ કલ્પી લેવું સંગત નથી. તેથી સર્વ સવસ્તુઓ ક્ષણિક છે તે સિદ્ધ થાય છે. અહીં પૂર્વેક્ષણ ઉપાદાન કારણ છે. અને ઉત્તર ક્ષણ ઉપાદેય=કાર્ય છે. બૌદ્ધમતનો આ અભિપ્રાય છે. (સાદ્વાદમંજરીના મુનિ શ્રી અજિતશેખર વિ.કૃત અનુવાદમાંથી સાભાર ઉદ્ધત)
શ્લોકમાં રહેલા “સર્વથા' શબ્દનો સર્વસ્થળે સંબંધ છે. તેથી આત્મા સર્વથા (=એકાંતે) એક છે. આત્મા સર્વથા નિત્ય છે. ઇત્યાદિ નિશ્ચયના કારણે જ વૈરાગ્યનું મોહગર્ભિતપણું થાય છે. જો આત્મા કથંચિત્ એક છે ઇત્યાદિ નિશ્ચય થાય તો તે નિશ્ચય સદ્ જ્ઞાનથી યુક્ત બને છે એમ આગળ કહેશે. કેમકે તેવા પ્રકારનો નિશ્ચય વસ્તુના યથાર્થ વિચારવાળો હોવાથી સદ્ જ્ઞાનરૂપ છે. તે આ પ્રમાણે-સામાન્ય સ્વરૂપની અપેક્ષાએ આત્મા એક છે. વિશેષ સ્વરૂપની અપેક્ષાએ આત્મા અનેક છે.
પૂર્વપક્ષ– સામાન્ય વિશેષોથી ભિન્ન છે કે અભિન્ન છે એવા વિકલ્પોથી સામાન્ય ઘટી શકતું ન હોવાથી અસત્ છે.
ઉત્તરપક્ષ- સામાન્ય વિશેષોથી એકાંતે ભિન્ન છે કે એકાંતે અભિન્ન છે એવું સ્વીકારવામાં આવ્યું નથી. તે આ પ્રમાણે-સમાનતાના જ્ઞાનનું કારણ એવા વિશેષો જ સામાન્ય કહેવાય છે. અસમાનતાના જ્ઞાનનું કારણ એવાં દ્રવ્યો વિશેષ છે. કહ્યું છે કે-“વિષમભાવથી અને સમાનભાવથી જણાતા આ પદાર્થો પોતાનામાં સામાન્ય-વિશેષ સ્થિતિને પ્રગટ કરે છે, અર્થાત્ વિષમભાવોથી જણાતા પદાર્થો પોતાનામાં વિશેષસ્થિતિને અને સમાન ભાવથી જણાતા પદાર્થો પોતાનામાં સામાન્ય સ્થિતિને પ્રગટ કરે છે.”
જો આત્મા સર્વથા એક હોય તો સઘળું ય અયુક્ત થાય. કહ્યું છે કે – “બધા આત્માઓ એક હોય તો સુખ-દુઃખનો (અલગ અલગ થતો) અનુભવ કે જે ભેદથી સિદ્ધ થયેલો છે, તે ન ઘટે. તથા સંસાર-મોક્ષ ન ઘટે.”
વળી” જે કંઇ થઇ ગયું છે અને જે કંઇ થશે તે બધું બ્રહ્મ જ છે.” એમ જે કહ્યું છે તે વચનમાત્ર છે. (=વાસ્તવિક નથી, કારણ કે પ્રમાણથી સિદ્ધ થતું નથી.
૧
પૂર્વપક્ષ-ઉત્તરપક્ષનું લખાણ મૂળ ગ્રંથનું નથી. વિશેષ બોધ માટે વધારાનું લીધું છે.