Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 344
________________ ૩૩૯ અષ્ટક પ્રકરણ ૩ર-મોક્ષ અષ્ટક હવે મોક્ષસુખને કોણ જાણી શકે એમ કોઇ પૂછે, તેથી કહે છે– લોકાર્થ– યોગીઓ મોક્ષસુખને જાણો છે, બીજાઓ માત્ર સાંભળી શકે છે. દષ્ટાંત ન હોવાથી મોક્ષસુખ સ્પષ્ટ કહી શકાતું નથી. ટીકાર્થ (મોક્ષસુખ સ્વાધીન છે ઇત્યાદિ મોક્ષસુખના સ્વરૂપને કોણ જાણી શકે એ પ્રશ્નના ઉત્તરમાં અહીં કહે છે કે-) યોગીઓ=કેવલીઓ કેવલજ્ઞાનથી મોક્ષસુખને જાણે છે. બીજાઓ તો એના સ્વરૂપને સાંભળી શકે છે. પ્રત્યક્ષથી જાણી શકતા નથી.) તેમાં પણ મોક્ષસુખનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપને સંપૂર્ણપણે સાંભળી શકતા નથી. કારણ કે મોક્ષસુખને કહેવા દૃષ્ટાંત ન હોવાથી મોક્ષસુખનું સ્પષ્ટ વર્ણન કરી શકાતું જ નથી. કહ્યું છે કે-“જેવી રીતે પ્લેચ્છ નગરના (સારા ઘરમાં વાસ વગેરે) અનેક પ્રકારના ગુણોને જાણતો હોવા છતાં વનમાં ઉપમા (નગરના ગુણોની સાથે સરખાવી શકાય તેવી કોઇ વસ્તુ) ન હોવાથી કહી શકતો નથી, તે રીતે સિદ્ધોનું સુખ અનુપમ હોવાથી સંપૂર્ણપણે વાણીથી કહી શકાતું નથી.” (આવ. નિ. ૯૮૩) પણ સામાન્યથી કહી શકાય છે. જેમકે સર્વ સૌંદર્યથી (=સારી વસ્તુઓથી) સંસ્કારિત કરેલું ભોજન કરીને તૃષા-સુધાથી અત્યંત રહિત બનેલો કોઇ પુરુષ અથવા અમૃતથી તૃપ્ત બનેલો કોઇ પુરુષ જેવી રીતે સુખનો અનુભવ કરે તેવી રીતે સદા તૃપ્ત, અનુપમમોક્ષને પામેલા, શાશ્વત અને અવ્યાબાધ સુખને પામેલા સિદ્ધો સુખી રહે છે. (આવ.નિ. ૯૮૫-૯૮૬) (૯). બત્રીસ અષ્ટક પ્રકરણોની સમાપ્તિના સૂચક શ્લોકને કહે છે – શ્લોકાર્થ- અષ્ટક નામનું પ્રકરણ કરીને મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું તે પુણ્યથી લોકો પાપનો અભાવ કરીને સુખી થાઓ. ટીકાર્થ– મૂળટીકામાં આ શ્લોક નથી. સ્પષ્ટ હોવાથી અહીં આ શ્લોકની વ્યાખ્યા કરી નથી. “વિરહ' શબ્દથી આ પ્રકરણ શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલું છે એ જણાવ્યું છે. કારણ કે શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ગ્રંથોનું વિરહશબ્દ ચિહ્ન છે. બત્રીસમા મોક્ષ અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું. વૃત્તિશતિઃ | जिनेश्वरानुग्रहतोऽष्टकानां, विविच्य गम्भीरमपीममर्थम् । अवाप्य सम्यक्त्वमपेतरेकं, सदैव लोकाश्चरणे यतध्वम् ॥१॥ પૂ શ્રીવર્ધમાન, નિસંવવિહારિકા हारिचारित्रपात्रस्य, श्रीचन्द्रकुलभूषिणः ॥२॥ पादाम्भोजद्विरेफेण, श्रीजिनेश्वरसूरिणा । अष्टकानां कृता वृत्तिः, सत्त्वानुग्रहहेतवे ॥३॥

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354