________________
અષ્ટક પ્રકરણ
૧૪૦
૧૦-વેરાગ્ય અષ્ટક चास्यान्यथाभूतस्य वस्तुनोऽन्यथावबोधात्, अत एवेदं न परमार्थसाधकमात्यन्तिकसन्निपातग्रस्तस्य सदोषधवत् सुखमात्रसम्पादकत्वादस्य, यदाह- "कुणइ जह सन्निवाए, सदोसहं जोग्गसोक्खमित्तं तु । तह एयं વિનેથ, મોરપામિ સંસા" iાશા' કૃતિ આપી
મોહગર્ભ વેરાગ્યનું સ્વરૂપ જણાવવા માટે કહે છે –
શ્લોકાર્ધ- વારંવાર સંસારની અસારતા જોવાથી સંસારના વિચ્છેદ માટે ઉપશાંત અને ભાવથી સદ્વર્તનવાળા પણ જીવનો સંસાર ઉપરનો જે વૈરાગ્ય છે તે વૈરાગ્યને “આ જગતમાં આત્મા એકાંતે એક છે, નિત્ય છે, અબદ્ધ છે, ક્ષણિક છે, અસતું છે.” એવા નિર્ણયના કારણે મોહગર્ભ કહ્યો છે. (૪-૫)
ટીકાર્થ– વારંવાર સંસારની અસારતા જોવાથી શરીર સદા અનર્થવાળું છે, પ્રેમીજનોમાં (=પ્રેમીજનોને જોઇને થતું) સુખ અનિત્ય છે, ભોગો મહારોગવાળા છે, (સ્ત્રીઓની) કમળ જેવી આંખો સર્પસમાન છે, ઘરની આસક્તિ ક્લેશનું કારણ છે, સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી પણ દુષ્ટા છે (=સારી નથી), સ્વચ્છંદી યમ શત્રુ છે, તેથી આ જગતમાં કેવળ આત્મહિત કરી લેવું એ યોગ્ય છે. ઇત્યાદિ ભાવનાથી વારંવાર સંસારની અસારતા જોવાથી.
આત્મા- જે સતત જાય છે તે આત્મા, અર્થાત્ જે સતત પર્યાયોમાં અન્વયી બને=પર્યાયોની પાછળ પાછળ જાય તે આત્મા.
ઉપશાંતકષાય અને ઇંદ્રિયના નિગ્રહવાળો. ભાવથી- સદ્ભાવથી.
સદ્વર્તનવાળા પણ જીવનો– બીજાની વાત દૂર રહી, પોતાના સિદ્ધાન્તના અનુસારે સુંદર અનુષ્ઠાનવાળા પણ જીવનો વૈરાગ્ય મોહગર્ભ છે.
એક છે- કોઇ વાદી “આત્મા એક જ છે અને લોકવ્યાપી છે' એવા નિર્ણયવાળો છે. કહ્યું છે કે-“જે હતું અને જે થશે, જે મોક્ષનો પણ સ્વામી છે, જે અાથી વધે છે, જે ચાલે છે અને જે સ્થિર છે, જે દૂર છે અને જે નજીક છે, જે વસ્તુ સંપૂર્ણ જગતની અંદર છે=આધ્યાત્મિક છે અને જે વસ્તુ સંપૂર્ણ જગતથી બહાર છે =ભોતિક છે. એ બધું પુરુષ ( પરમબ્રહ) જ છે. (ઋગ્વદ)
આ મતને અનુસરનાર જ કોઇક કહે છે-“એક જ ભૂતાત્મા (=બ્રહ્મ) પ્રત્યેક શરીરમાં રહેલો છે. તે એક જ આત્મા જલમાં ચંદ્રની જેમ એકરૂપે અને અનેકરૂપે દેખાય છે.”
તથા આ પૃથ્વી, તેજ, જલ વગેરે નિત્યજ્ઞાનનો વિકાર છે. આત્મા નિત્ય શાન સ્વરૂપ છે. એમ બીજાઓ સ્વીકારે છે.”
નિત્ય છે– આત્મા અનેક હોવા છતાં એકાંતે નિત્ય છે, એમ કોઇક માને છે. કારણકે આત્મા નાશ અને ઉત્પત્તિ વિનાનો અને હંમેશ સ્થિર એકરૂપ છે. કહ્યું છે કે “સાંખ્યદર્શનમાં આત્માને (=પુરુષને) અરૂપી, ચેતન, ભોક્તા, નિત્ય, સર્વવ્યાપી, નિષ્ક્રિય, અકર્તા, નિર્ગુણ અને સૂક્ષમ કહ્યો છે.” ८१.करोति यथा सन्निपाते सदौषधं योग्यसुखमात्रं तु । तथैतद्विज्ञेयं अनर्वाक्पारे संसारे इति ॥१॥