Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 342
________________ ૩૨-મોક્ષ અષ્ટક ‘સ્વામાવિર્ત’ અનન્તજ્ઞાનવર્શનમુવીર્યપત્નાવાત્મનઃ, ‘તંત્ર’ મોક્ષે પરમપલે વા, ‘નિત્યં’ સાવ્ઝિ સાઇपर्यवसितत्वात्, अत एव 'भयविवर्जितं ' प्रतिपातजनितभीतिविरहितम्, सांसारिकसुखं त्वेतद्विपरीतमिति ॥७॥ સિદ્ધોના સુખનું સ્વરૂપ કહે છે— = શ્લોકાર્થ— મોક્ષમાં સ્વાધીન, ઓત્સુકચથી રહિત, પ્રતિકારથી રહિત, સ્વાભાવિક, નિત્ય અને ભયરહિત સુખ હોય છે. (૭) ટીકાર્થ— સ્વાધીન— સિદ્ધો સ્વતંત્ર હોવાથી સ્વાધીનસુખ હોય છે. ઓત્સુકચથી રહિત— વિષયોની આકાંક્ષાથી રહિત. કેમકે રાગનો અભાવ હોય છે. પ્રતીકારથી રહિત— દુઃખના પ્રતીકારથી રહિત. જેવી રીતે સાંસારિક સુખ દુઃખના પ્રતિકાર રૂપ છે તેમ મોક્ષસુખ દુ:ખના પ્રતિકારરૂપ નથી. સ્વાભાવિક— સ્વભાવમાં થયેલું તે સ્વાભાવિક. સ્વભાવમાં એટલે વિષયોની અપેક્ષા વિના આત્મસ્વરૂપમાં. વિષયોની અપેક્ષા વિના (નિર્મલ) આત્મસ્વરૂપમાં જે સુખ અનુભવાય તે સુખ સ્વાભાવિક છે. આત્મા અનંત જ્ઞાન-અનંતદર્શન-અનંતસુખ-અનંતવીર્યરૂપ હોવાથી મોક્ષમાં સ્વાભાવિક સુખ હોય છે. નિત્ય— સદા રહેનારું. મોક્ષસુખ આદિ અનંત હોવાથી સદા રહેનારું છે. અષ્ટક પ્રકરણ 688 ભયરહિત— મોક્ષસુખ સદા રહેનારું હોવાથી જ નાશના કારણે ઉત્પન્ન થયેલા ભયથી રહિત હોય છે, અર્થાત્ સુખનાશના ભયથી રહિત હોય છે. સાંસારિક સુખ આનાથી વિપરીત (પરાધીન, ઓત્સુકચથી સહિત, પ્રતીકારથી સહિત, અસ્વાભાવિક, અનિત્ય, અને ભયસહિત) હોય છે. (૭) इदं च परैः परमानन्द इत्यभिहितमेतदेवाह परमानन्दरूपं तद्, गीयतेऽन्यैर्विचक्षणैः । इत्थं सकलकल्याण- रूपत्वात्साम्प्रतं ह्यदः ॥ ८ ॥ વૃત્તિ:- ‘પરમાનન્વરૂપ' પ્રષ્ટાહાસ્વમાવમ્, ‘તત્' ત્તિ મોક્ષપુલમ્, ‘નીયતે' અભિધીયતે, ‘અન્ય:' આદંતેયોઽ:, ‘વિચક્ષÎ:' úિñ, પસંદનનાહ- ‘É’ અનન્તરોવન્તપ્રારેળ ‘‘અપરાયત્તमित्यादिना'', 'सकलकल्याणरूपत्वात्' निखिलश्रेयः स्वभावत्वात् हेतोः, 'साम्प्रतं' युक्तम्, 'हि' शब्दोऽवधारणे तस्य चैवं प्रयोगः, अद एव एतदेव मोक्षसुखं, न पुनः सांसारिकमिति ॥८॥ મોક્ષસુખને બીજાઓ ‘પરમાનંદ’ એ પ્રમાણે કહે છે. આ જ કહે છે— = શ્લોકાર્થ— અન્ય પંડિતો મોક્ષસુખને પરમાનંદરૂપ કહે છે. આ પ્રમાણે સકલકલ્યાણ સ્વરૂપ હોવાથી મોક્ષસુખ જ યુક્ત છે=વાસ્તવિક સુખ છે. ટીકાર્થ— અન્ય— જૈનોથી અન્ય.

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354