________________
અષ્ટક પ્રકરણ
૧૫-એકાન્તઅનિત્યપક્ષખંડન અષ્ટક
वृत्त्या' पारमार्थिकतया, न पुनः क्रियानभ्युपगमे इवामुख्यवृत्त्या, 'अनघं' निर्दोषम्, अनुपचारवृत्त्योपपद्यमानत्वात्, ‘किन्तु' केवलमेतावान् दोषो यदुत, 'परसिद्धान्तसंश्रयः' जैनाभ्युपगतपरिणामवादाश्रयणमिति, न चैतन्निग्रहस्थानमप्यतिदुष्करमनभिनिवेशिनां मुमुक्षूणामिति, तदेवमेकान्तनित्यात्मावादिमतेऽहिंसादीनि न घटन्त इति स्थितमिति ॥८॥
૧૮૬
// ચતુર્દશાષ્ટ્રવિવરનું સમાપ્તમ્ ॥૪॥
આત્માને નિષ્ક્રિય માનવાથી અહિંસા આદિનો અભાવ થાય, શરીરસંબંધનો અભાવ થાય અને ભોગનો અભાવ થાય, આ દોષના ભયથી આત્મા સક્રિય સ્વીકારાય એ વિષે કહે છે—
શ્લોકાર્થ— જો આત્માની ક્રિયા પણ સ્વીકારવામાં આવે, અર્થાત્ આત્માને સક્રિય માનવામાં આવે, તો બધું જ પરમાર્થથી નિર્દોષપણે ઘટે છે. પણ એમાં તેમને પરસિદ્ધાંતનો આશ્રય લેવો પડે છે. (૮)
ટીકાર્થ— “આત્માની ક્રિયા પણ'' એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-આત્માને નિત્ય માનનારને ક્રિયા ઇષ્ટ જ છે. પણ આત્માની ક્રિયા ઇષ્ટ નથી. આથી બીજી ક્રિયાની જેમ શરીર સાથે સંબંધ વગેરે આત્માની ક્રિયા પણ સ્વીકારવામાં આવે તો એવો અર્થ છે.
બધું જ— પૂર્વે કહ્યું તેમ અહિંસા વગેરે જે જે ઘટતું ન હતું તે બધું જ.
પરમાર્થથી— ક્રિયા અસ્વીકારમાં ઉપચારથી ઘટતું હતું તેમ નહિ, કિંતુ પરમાર્થથી ઘટે છે. નિર્દોષપણે— ઉપચાર વિના ઘટતું હોવાથી નિર્દોષપણે ઘટે છે.
આત્માને સક્રિય માનવામાં આવે તો બધું જ પરમાર્થથી નિર્દોષપણે ઘટે છે. પણ તેમાં આટલો દોષ છે કે પસિદ્ધાંતનો=જૈનોએ સ્વીકારેલ પરિણામવાદનો આશ્રય લેવો પડે છે. આ નિગ્રહસ્થાન હોવા છતાં અભિનિવેશથી રહિત મુમુક્ષુઓને અતિ દુષ્ક૨ નથી.
આ પ્રમાણે એકાંત નિત્યાત્મવાદીઓના મતમાં અહિંસાદિ ન ઘટે એ નિશ્ચિત થયું. (૮)
ચૌદમા એકાન્તનિત્યપક્ષખંડન અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
।। १५ ।। अथ पञ्चदशैकान्तानित्यपक्षखण्डनाष्टकम् ।।
अनन्तरं द्रव्यास्तिकनयमते यथाहिंसादीनि धर्मसाधनानि धर्मवादविषयभूतानि न घटते तथा प्रतिपादितम्, अथ पर्यायास्तिकनयमते यथा तानि न युज्यन्ते तथाह
क्षणिकज्ञानसन्तान-रूपेऽप्यात्मन्यसंशयम् ।
हिंसादयो न तत्त्वेन स्वसिद्धान्तविरोधत: ॥ १ ॥ा
वृत्ति:- क्षण: परमनिकृष्टः कालः, सोऽस्यास्तीति क्षणिकम्, तच्च तत्ज्ञानं च चैतन्यं क्षणिकज्ञाજે કહેવાથી વક્તાનો પરાજય થાય તેને નિગ્રહ સ્થાન કહે છે.
૧.