________________
અષ્ટક પ્રકરણ - ૧૦૩
૭-પ્રચ્છન્નભોજન અષ્ટક एवम्भूतस्येत्याह- मोक्तुं मोचयितुं कर्मबन्धनादात्मानमिच्छतीति 'मुमुक्षुः' दीक्षितस्तस्य, अनेन चामुमुक्षो
र्व्यवच्छेदः, तस्य हि पुण्यबधस्यानुज्ञातत्वादिति, पुनः किम्भूतस्य, 'भावितः' वासितः स्वपरोपकारकरणधर्मया प्रशमवाहितया जिनाज्ञया वा 'आत्मा' अन्तःकरणं येन स तथा तस्य, एतेन हि साधुसामाचार्यां यत्प्रकटभोजनं तज्जन्यो यः प्रवचनोपघातः स्वपरानर्थनिबन्धनभूतो अप्रशमवहो जिनाज्ञाभङ्गरूपः सोऽवश्यं परिहार्य इत्यावेदितं भवति । निषिद्धं च जिनागमे प्रकटभोजनम् । यदाह-"छक्कायदयावंतो वि, संजओ दुल्लहं कुणए बोहिं । आहारे नीहारे, दुगंछिए पिंडगहणे य५ ॥१॥" किमर्थमित्याह- पुण्यं शुभकर्म, आदिशब्दाद्याचकाप्रीत्यादिदोषः पापमसंयतपोषणद्वारायातारम्भप्रवर्तनं प्रवचनोपघातश्च परिगृह्यते, अतः पुण्यादीनां परिहारो वर्जनं पुण्यादिपरिहारस्तस्मै 'पुण्यादिपरिहाराय', 'मतं' सम्मतं विदुषां, 'प्रच्छन्नभोजनम्' अप्रकटजेमनमिति ॥१॥
સાતમું પ્રચ્છન્ન ભોજન અષ્ટક (મુનિએ ભોજન ગુપ્ત કરવું જોઇએ. જો મુનિ ભોજન ગુપ્ત ન કરે તો કયા કયા દોષો લાગે એનું યુક્તિપૂર્વક સૂક્ષ્મપણે આ અષ્ટકમાં વર્ણન કરવામાં આવ્યું છે.)
અકત વિગેરે ગુણરૂપ સંપત્તિથી યુક્ત પિંડ વિશુદ્ધ છે, વિશુદ્ધપિંડ જ શુદ્ધિકારક છે, એમ (છઠ્ઠા અષ્ટકના પહેલા શ્લોકમાં) કહ્યું છે. તે વિશુદ્ધ પિંડ જો ભોજન પ્રગટ કરવામાં આવે તો શુદ્ધિ કરનારો થતો નથી. આથી સાધુએ ભોજન ગુપ્ત કરવું જોઇએ એમ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે –
શ્લોકાર્થ– સર્વ આરંભોથી નિવૃત્ત અને ભાવિતાત્મા મુમુક્ષુએ પુણ્ય(બંધ) આદિ દોષોના ત્યાગ =દોષોથી બચવા) માટે ભોજન ગુપ્ત (=ગૃહસ્થો ન જુએ તેમ) કરવું જોઇએ એમ વિદ્વાનોનું માનવું છે. (૧)
ટીકાર્થ– સર્વ આરંભોથી નિવૃત્ત= મન-વચન-કાયાથી ન કરવું, ન કરાવવું, ન અનુમોદવું એ પ્રમાણે (નવ) ભેટવાળા આરંભોથી નિવૃત્ત થયેલો (=અટકી ગયેલો). પૃથ્વીકાય વગેરે જીવોનો (૧) સંઘટ્ટ (=સ્પર્શ) કરવો, (૨) પરિતાપ (સંતાપ) પમાડવો અને (૩) પ્રાણનાશ કરવો એ આરંભ છે. આ રીતે આરંભથી નિવૃત્ત સાધુ ભોજન પ્રગટ (=ગૃહસ્થો દેખે તેમ) કરે તો ગરીબ વગેરે સાધુ પાસે ભોજનની યાચના કરે. યાચના કરતા ગરીબ વગેરેને ભોજન આપવામાં તેનું પોષણ કરવાથી ભોજનદાન આરંભવાળી પ્રવૃત્તિનું કારણ બને. એથી સર્વ આરંભોથી કરેલી નિવૃત્તિમાં ક્ષતિ થાય. આથી તેનો ત્યાગ કરવા (=ક્ષતિથી બચવા) માટે સાધુએ પ્રચ્છન્ન જ ભોજન કરવું જોઇએ એવો ઉપદેશ આપવા માટે અહીં સર્વ આરંભોથી નિવૃત્ત એમ કહ્યું છે.
સર્વ આરંભથી નિવૃત્ત એવા કથનથી જે સર્વ આરંભોથી નિવૃત્ત થયો નથી તેનો નિષેધ કર્યો. સર્વ આરંભોથી નિવૃત્ત ન થયેલ જીવ પ્રગટ ભોજન કરે તો પણ સર્વ આરંભથી નિવૃત્તિમાં હાનિ ન આવે. કારણકે તેનામાં સર્વ આરંભોથી નિવૃત્તિનો અભાવ છે.
ભાવિતાત્મા– જેણે અંત:કરણને સ્વ-પરનો ઉપકાર કરવાના સ્વભાવવાળી પ્રશમરૂપનદીથી કે જિનાજ્ઞાથી ભાવિત—વાસિત કર્યો છે તે ભાવિતાત્મા. ५५. षट्कायदयावानपि संयतो दुर्लभं करोति बोधिम् । आहारे नीहारे जुगुप्सिते पिण्डग्रहणे च ॥