________________
અષ્ટક પ્રકરણ
૨૧૨ ૧૮-અન્યશાસ્ત્રોક્તમાંસભક્ષણદૂષણ અષ્ટક છે. આથી તમોએ કરેલું માંસભક્ષણનું સમર્થન નિષ્ઠયોજન છે. (૮)
ટીકાર્થ– કેવળ લોકમાં અને અમારા શાસ્ત્રમાં માંસભક્ષણનો નિષેધ છે એવું નથી, કિંતુ તમારા આત બુદ્ધ લંકાવતાર વગેરે શાસ્ત્રમાં તમને પણ માંસભક્ષણનો નિષેધ કર્યો છે.
લંકાવતાર સૂત્ર– રાક્ષસને પ્રતિબોધ પમાડવા માટે બુદ્ધનું લંકામાં થયેલું અવતરણ જેમાં વર્ણવવામાં આવ્યું છે તે લંકાવતારસૂત્ર. અહીં આદિ શબ્દથી “શીલપટલ” વગેરે ગ્રંથો સમજવા. લંકાવતાર સૂત્રમાં કહ્યું છે કે-“મોહથી પણ પ્રાણીના અંગથી ઉત્પન્ન થયેલું શંખચૂર્ણ ન ખાવું.” (૮)
સત્તરમા માંસભક્ષણદૂષણ અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥१८॥ अथ अष्टादशं मांसभक्षणदूषणाष्टकम् ॥ तदेवं मांसं न भक्षणीयं लोकशास्त्रविरोधादिति धर्मवादतो व्यवस्थापिते यः कश्चिदसहमान आह "न मांसभक्षणे दोष'' इति तन्मतप्रस्तावनायाह
अन्योऽविमृश्य शब्दार्थ, न्याय्यं स्वयमुदीरितम् । पूर्वापरविरुद्धार्थ-मेवमाहात्र वस्तुनि ॥१॥
वृत्तिः- 'अन्यः' पूर्वं पूर्वपक्षीकृतबौद्धादपरो द्विज इत्यर्थः, 'अविमृश्य' अपर्यालोच्य, 'शब्दार्थ' માંસમય áનેમિથેય, “સાર રૂતિ “સથ:, વિમૂત શાર્થમજ્યા, “ચાવ્ય' ચાયનિતમ્, तथा, 'स्वयं' आत्मना, 'उदीरितं' प्रतिपादितम्, "मां स भक्षयिता'' इत्यादिना श्लोकेन, कथमाहेत्याह'पूर्वस्य' पूर्वोक्तस्य "मां स भक्षयिता" इत्यादेर्मांसभक्षणनिषेधार्थस्य, 'अपरेण' अपरोक्तेन "न मांसभक्षणे दोषः" इत्यनेन "प्रोक्षितं भक्षयेन्मांसं' इत्यादिना वा, अथवा "न मांसभक्षणे दोषः" इत्यस्य पूर्वस्य "निवृत्तिस्तु महाफला" इत्यनेनापरेण सह, 'विरुद्धो' विसंवादी, 'अर्थो' अभिधेयो यत्र तत् 'पूर्वापरविरुद्धार्थम्,' क्रियाविशेषणं चेदम्, ‘एवम्' इति वक्ष्यमाणप्रकारम्, 'आह' ब्रवीति, 'अत्र' मांसभक्षणे, 'वस्तुनि' पदार्थ इति ॥१॥
અઢારમું અન્ય શાસ્ત્રોક્ત માંસભક્ષણ દૂષણ અષ્ટક (બ્રાહ્મણો પણ માંસને ભક્ય માને છે. આ વિષે તેઓ મનુસ્મૃતિને આગળ ધરે છે. પણ મનુસ્મૃતિમાં જેમ માંસભક્ષણનું વિધાન છે તેમ માંસભક્ષણનો નિષેધ પણ છે. આથી મનુસ્મૃતિમાં માંસભક્ષણ વિષે પૂર્વાપર વિરોધ આવે છે. આથી આ અષ્ટકમાં મનુસ્મૃતિના શ્લોકોના આધારે માંસભક્ષણની ચર્ચા કરવામાં આવી છે.)
આ પ્રમાણે લોકશાસ્ત્રનો વિરોધ હોવાથી માંસ ભક્ષ્ય નથી એમ ધર્મવાદથી નિશ્ચિત થયે છતે (આ નિશ્ચયને) સહન ન કરતો કોઇ “માંસ ભક્ષણમાં દોષ નથી.” એમ કહે છે. આથી એના મતનો ઉલ્લેખ કરવા માટે ગ્રંથકાર કહે છે –