________________
અષ્ટક પ્રકરણ
૨૪૩
૨૧-સૂકમબુદ્ધિ અષ્ટક दिक्खाइ चेव रागो, लोगविरुद्धाण चेव चाओत्ति । सुंदरगुरुजोगो वि य, जस्स तओ एत्य उचिओत्ति ॥४॥
(પંચાશક ૨-૪) જેને દીક્ષા ઉપર જ રાગ છે, જેણે લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ અવશ્ય કરી દીધો છે, જેને સુગુરુનો યોગ થયો છે, તે જીવ દીક્ષાનો અધિકારી છે-દીક્ષા માટે યોગ્ય છે.
ઉક્તનીતિથી વિપરીત રીતે દીક્ષાદિ કરવામાં શાસ્ત્રોક્ત નીતિનો બાધ થાય છે.
દ્રવ્યાદિ વિશેષથી વિશેષ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવને આશ્રયીને વિરુદ્ધદાનાદિમાં અને પ્રવ્રજ્યાદિ કરવામાં ધર્મવ્યાઘાત જ જાણવો, નહિ કે ધર્મારાધના. તેમાં
દ્રવ્યથી– ધર્મવ્યાઘાત આ પ્રમાણે છે– એષણીય ( આધાકર્મ આદિ દોષોથી રહિત) હોવાના કારણે જે દ્રવ્ય અવિરુદ્ધ છે, તેવા ભાત આદિથી સાધુનો જીવનનિર્વાહ થઇ જતો હોવા છતાં અનેષણીય (=આધાકર્મ આદિ દોષોથી યુક્ત) હોવાના કારણે જે દ્રવ્ય વિરુદ્ધ હોય, એથી જ હીન હોય, આવા હીનને ઉત્તમ બુદ્ધિથી આપનારને ધર્મવ્યાઘાત થાય. ટૂંકમાં દોષિત પણ આહાર આદિને નિર્દોષ બુદ્ધિથી આપનારને ધર્મવ્યાઘાત થાય.
ક્ષેત્રથી- જંગલ આદિ સિવાયના ક્ષેત્રમાં અશુદ્ધ આહાર વગેરે આપે, અર્થાત્ શુદ્ધ આહારથી નિર્વાહ થઇ જતો હોય તેવા ક્ષેત્રમાં પણ અશુદ્ધ આહાર વગેરે આપે.
કાળથી સારી રીતે નિર્દોષ ભિક્ષા મળી જતી હોય તેવા કાળમાં અશુદ્ધ આહાર વગેરે આપે.
ભાવથી– બિમારી ન હોય ત્યારે પણ અશુદ્ધ આહાર વગેરે આપે તો ધર્મવ્યાઘાત જ થાય. કહ્યું છે કે“શુદ્ધ આહારથી સાધુનો નિર્વાહ થઇ શકતો હોય ત્યારે આધાકર્ષિક આહાર આપનાર અને લેનાર બંનેને અહિતકારી છે. અને તે જ આહાર બિમારી આદિના કારણે આપનાર-લેનાર બંનેને હિતકારી છે. જેમ જ્વર રોગવાળા દર્દીને વેદ્ય ઘેબર આપે તો “વૈદ્ય-દર્દી” એ બંનેનું અહિત થાય, અને ભસ્મક રોગવાળાને વેદ્ય ઘેબર આપે તો બંનેનું હિત થાય. તેમ અહીં પણ સમજવું. (પિંડવિશુદ્ધિ-૨૧ યતિદિનચર્યા-ર૩૫).
તથા શાસ્ત્રમાં ઉત્સર્ગથી જેને દીક્ષા આપવાનો નિષેધ કર્યો હોય તેવાની પ્રવજ્યાદિ કરવામાં ધર્મવ્યાઘાત આ પ્રમાણે છે –
દ્રવ્યથી શાસ્ત્રનિષિદ્ધ નપુંસક વગેરે જેવદ્રવ્યને દીક્ષા આપે તો,
ક્ષેત્રથી- જંગલ પસાર કરવાનો હોય અને નપુંસક આદિની સહાય વિના જંગલ પસાર ન કરી શકાય તેવા ક્ષેત્ર સિવાય, નપુંસક વગેરેને દીક્ષા આપે તો,
કાળથી– નપુંસક આદિની સહાય વિના સારી રીતે ભિક્ષા મળી જતી હોય તેવા કાળમાં દીક્ષા આપે તો, ભાવથી- સ્વસ્થ અવસ્થામાં નપુંસકને દીક્ષા આપે તો, આપનારને સ્પષ્ટ ધર્મનો વ્યાઘાત થાય.
આ ધર્મવ્યાઘાતને મધ્યસ્થ બનીને, પોતાની ઇચ્છા પ્રમાણે નહિ, કિંતુ આગમ પ્રમાણે બરોબર (=અવિપરીતપણે) જાણવો. (૭-૮)
ધર્મવિચારે સૂક્ષ્મબુદ્ધિ આશ્રયણ નામના એકવીસમા
અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.