________________
અષ્ટક પ્રકરણ
૩૦-કેવળજ્ઞાન અષ્ટક
त्यत आह- 'अत एव ' इति यत एव तत् लोकालोकप्रकाशकस्वभावात्मरूपं अत एव कारणात्, 'तत्' केवलज्ञानम्, ‘उत्पत्तिसमयेऽपि' प्रादुर्भावक्षणेऽपि, आस्तामुत्पत्तिसमयानन्तरम्, ‘यथोदितं' उक्तस्वरूपमेव युगपल्लोकालोकप्रकाशकमित्यर्थ इति ॥४॥
કેવલજ્ઞાન આત્મ સ્વરૂપ હોવા છતાં લોકાલોક પ્રકાશક કેવી રીતે છે તે કહે છે—
શ્લોકાર્થ— આત્માનો લોકાલોકને પ્રકાશિત ક૨વાનો સ્વભાવ જ છે. આથી જ કેવલજ્ઞાન ઉત્પત્તિના સમયમાં પણ એકી સાથે લોકાલોકને પ્રકાશિત કરનારું છે. (૪)
૩૨૦
ટીકાર્થ— પૂર્વપક્ષ— કેવલજ્ઞાન ઉત્પત્તિના સમયમાં લોકાલોકને પ્રકાશિત કરે તે યુક્ત નથી. કારણ કે ઉત્પત્તિના સમયમાં તે ઉત્પન્ન થઇ રહ્યો હોવાથી ઉત્પન્ન થઇ રહેલા દીપકની જેમ વસ્તુને પ્રકાશિત ન કરી શકે. દીપક ક્રમથી સ્વપ્રકાશ્ય વસ્તુને પ્રકાશિત કરે છે.
ઉત્તરપક્ષ— કેવલજ્ઞાન લોકાલોકને પ્રકાશિત કરવાના સ્વભાવ સ્વરૂપ છે, અર્થાત્ કેવલજ્ઞાનનો લોકાલોકને પ્રકાશિત કરવાનો સ્વભાવ છે. (જેનો જેવો સ્વભાવ હોય તે તે પ્રમાણે કરે જ.) આથી જ ઉત્પત્તિના સમયમાં પણ લોકાલોકને પ્રકાશિત કરે છે. ઉત્પત્તિના સમય પછી તો પ્રકાશિત કરે જ છે એ તો દૂર રહો, કિંતુ ઉત્પત્તિના સમયમાં પણ પ્રકાશિત કરે છે. (૪)
अथेदं किं प्राप्य विषयं परिच्छिनत्ति ? अप्राप्य वा ?, अप्राप्येति ब्रूमः, कथम् ?,
यतः
आत्मस्थमात्मधर्मत्वात्, संवित्त्या चैवमिष्यते । गमनादेरयोगेन, नान्यथा तत्त्वमस्य तु ॥५॥
वृत्तिः - आत्मनि जीवे शरीरपरिमाणे तिष्ठतीति 'आत्मस्थम्' शरीरपरिमाणता चास्य तत्रैव तद्गुणोपलब्धेः कुत आत्मस्थं तदित्याह - 'आत्मधर्मत्वात्' जीवपर्यायत्वात् । यो हि यस्य धर्मः स तत्रैव वर्तते यथा घटे रूपम्, आत्मधर्मश्च केवलज्ञानमिति । न केवलमात्मधर्मत्वात्तदात्मस्थं, 'संवित्त्या च ' स्वसंवेदनाच्च हेतो:, तथाहि यद्यत्र संवेद्यते तत्तत्रैव वर्तते यथा घटे रूपम्, संवेद्यते चात्मनि ज्ञानमित्यात्मस्थज्ञानसिद्धि:, तथा यद्यज्ज्ञानं तत्तदात्मस्थं यथा रूपज्ञानं ज्ञानं च केवलमिति, 'एवं' अनेन प्रकारेणात्मस्थतालक्षणेन, 'इष्यते' अभिमन्यते, केवलमिति प्रक्रमः, तदेवं संवदेनात्प्रणालिकयात्मस्थकेवलसिद्धिः, अथवा ‘आत्मस्थं’ केवलम्, 'आत्मधर्मत्वात्', अथ आत्मधर्मत्वमेव कथमित्याह- 'संवित्त्या' पुनः, ‘एवं’ आत्मधर्मत्वेन, 'इष्यते' केवलज्ञानम्, संवेद्यते ह्यात्मधर्मतया ज्ञानं ज्ञानं च केवलमित्यात्मधर्मस्तदित्यात्मधर्मत्वलक्षणहेतुसिद्धि:, तथा 'गमनादेः' केवलज्ञानस्य ज्ञेयदेशे गत्यादेः, आदिशब्दात् ज्ञेयदेशं गत्वा पुनः स्वस्थानागमनग्रहः, ‘अयोगेन' अयुज्यमानत्वेन, केवलस्य हि ज्ञेयदेशगमने आत्मनो निःस्वभावत्वं स्यात् तत्स्वरूपत्वादात्मनः, केवलस्य चात्मधर्मत्वं न स्यात् आत्मविरहेऽपि भावादिति, किमित्यत आह- 'नान्यथा' नैवान्येन प्रकारेण प्राप्य परिच्छेदतोऽनात्मस्यतालक्षणेन, 'तत्त्वं' तत्स्वरूपम्, 'अस्य' केवलस्य, 'तु'