________________
અષ્ટક પ્રકરણ
૪-અગ્નિકારિકા અષ્ટક अग्निकर्मेति । इत्यं चैतदङ्गीकर्तव्यं यतो दीक्षितस्य द्रव्याग्निकारिका अनुचिता तस्या भूतोपमर्दरूपत्वात्तस्य च तन्निवृत्तत्वेन तत्रानधिकारित्वात्, "अधिकारिवशाच्च धर्मसाधनसंस्थितिः" (अ. २ श्लो. ६) इति प्रागुक्तम् । गृहस्थस्तु सर्वथा भूतोपमर्दानिवृत्तत्वेनाधिकारित्वात्तां करोत्यपि । अत एव धूपदहनदीपप्रबोधादिना प्रकारेण द्रव्याग्निकारिकामपि कुर्वन्त्यार्हतगृहस्था इति । अनेन श्लोकेनेदमुक्तं भवति- यदि हे कुतीर्थिका ! यूयं दीक्षितास्तदा कर्मलक्षणाः समिधः कृत्वा धर्मध्यानलक्षणमग्नि प्रज्वाल्य सद्भावनाहुतिप्रक्षेपतोऽग्निकारिका कार्या, न त्वन्यथा, तस्या दीक्षितानामनुचितत्वात् । यदि तु हन्त गृहस्थास्तत्तुल्या वा ततः कुरुथ्वं द्रव्याग्निकारिकामिति ॥१॥
ચોથું અગ્નિકારિકા અષ્ટક (અગ્નિકારિકા એટલે શું? દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારની અગ્નિકારિકામાંથી કઇ અગ્નિકારિકા કોણે કરવી અને કઇ અગ્નિકારિકા કોણે ન કરવી ? શા માટે ન કરવી ? કઇ અગ્નિકારિકાથી શું ફળ મળે ઇત્યાદિના બોધ માટે આ અષ્ટક ઘણું જ ઉપયોગી છે.)
લોકો પૂજા પછી અગ્નિકારિકા કરે છે. આથી તેનું નિરૂપણ કરવા માટે ગ્રન્થકાર કહે છે –
શ્લોકાર્થ– સંસાર ત્યાગી સાધુએ કર્મરૂપ કાષ્ઠને બાળવા માટે ધર્મધ્યાનરૂપ અગ્નિવડે શુભ ભાવનારૂપ આહુતિવાળી અને દઢ એવી અગ્નિકારિકા કરવી જોઇએ. (૧)
ટીકાર્ય-કર્મરૂપકાષ્ઠ– મૂલપ્રકૃતિની અપેક્ષાએ કર્મ જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારનું છે. તે કર્મ જ બાળવા યોગ્ય (=દૂર કરવા યોગ્ય) હોવાથી કર્મને કાષ્ઠની ઉપમા આપી છે. | ધર્મધ્યાનરૂપ અગ્નિ- ધર્મધ્યાનના ઉપલક્ષણથી શુક્લધ્યાન પણ સમજવું.
શુભભાવનારૂપ આહુતિવાળી દેવને ઉદ્દેશીને મંત્રીપૂર્વક અગ્નિમાં ઘી વગેરે નાખવું તે આહુતિ. અહીં જીવની શુભભાવનાને આહુતિની ઉપમા આપી છે. દઢ- દઢ એટલે કર્મરૂપ કાષ્ઠને બાળવામાં સમર્થ.
અગ્નિકારિકાનું સ્વરૂપ અગ્નિકારિકા- અગ્નિકારિકા એટલે અગ્નિકાય. (પ્રભુભક્તિ કરવા માટે અગ્નિથી કરવામાં આવતી ક્રિયાવિશેષને અગ્નિકારિકા કહેવામાં આવે છે. વેદી બનાવી તેમાં લાકડાં નાંખી, અગ્નિ સળગાવીને તેમાં ઘી આદિની આહુતિ ( હોમ) કરવી ઇત્યાદિ ક્રિયાવિશેષને વેદગ્દર્શનના અનુયાયીઓ અગ્નિકારિકા કે અગ્નિકાર્ય કહે છે. આ ક્રિયા સાવદ્ય છે. આથી આ ક્રિયા દ્રવ્યઅગ્નિકારિકા છે. આ ગાથામાં કહેલી અગ્નિકારિકા પાપરહિત હોવાથી ભાવઅગ્નિકારિકા છે. આથી જ ટીકાકાર કહે છે કે, આને (=અગ્નિકાર્યને) આ પ્રમાણે સ્વીકારવું જોઇએ. કારણ કે દ્રવ્ય અગ્નિકારિકા જીવોની પીડા-હિંસા સ્વરૂપ હોવાથી દીક્ષિત થયેલાને દ્રવ્ય અગ્નિકારિકા અનુચિત છે. દીક્ષિત જીવની પીડા-હિંસાથી સર્વથા નિવૃત્ત થયેલ છે. આથી દીક્ષિતનો દ્રવ્ય અગ્નિકારિકામાં અધિકાર નથી. “શાસ્ત્રમાં ગુણ અને દોષને લક્ષમાં રાખીને અધિકારીની અપેક્ષાએ ધર્મસાધન