________________
- અષ્ટક પ્રકરણ
૧૭૦
૧૩-ધર્મવાદ અષ્ટક
વ્યવસ્થાને અનુસરીને જ) વિચારવું જોઇએ, નહિ કે અન્ય શાસ્ત્રની વ્યવસ્થાથી. કારણ કે એક શાસ્ત્રમાં અહિંસા વગેરે જેવા કહ્યાં હોય તેવા અહિંસા વગેરેની અન્ય શાસ્ત્રની નીતિથી અસંગતતા સ્પષ્ટ જ જણાઇ રહી છે. અહીં તાત્પર્ય એ છે કે બૌદ્ધધર્મમાં જણાવેલ અહિંસા વગેરે બૌદ્ધધર્મના જ સિદ્ધાંત મુજબ યુક્તિયુક્ત થાય છે કે નહિ તેવી વિચારણા કરવી વ્યાજબી છે. પરંતુ બૌદ્ધ શાસ્ત્રમાં જણાવેલા અહિંસા વગેરે સાંખ્ય વગેરેના સિદ્ધાંત મુજબ યુક્તિ સંગત થાય છે કે નહિ ? તેવી વિચારણા ન કરવી. કારણ કે એકના શાસ્ત્રમાં જણાવેલ અહિંસા વગેરે અન્યના શાસ્ત્રમુજબ અસંગત જ બને.
મુખ્યવૃત્તિથી=ઉપચાર વિના.
એ જ વિચારવું જોઇએ અન્ય વસ્તુની (=પ્રમાણ વગેરેની) વિચારણા કરવામાં ધર્મવાદના અભાવનો પ્રસંગ આવે. (૩)
જે કહ્યું તેનાથી વિપરીત કહે છે–
શ્લોકાર્ધ– ધર્માર્થીઓ પ્રમાણ આદિના લક્ષણને વિચારે તે યુક્તિયુક્ત નથી. કેમકે તેનું કોઇ પ્રયોજન વગેરે નથી. મહામતિ પણ તે પ્રમાણે જ કહે છે. (૪)
ટીકાર્થ- પ્રમાણ આદિના- પ્રત્યક્ષ વિગેરે પ્રમાણ છે. અહીં આદિ શબ્દથી 'પ્રમેય એવા આત્મા વિગેરેના લક્ષણનું ગ્રહણ કરવું.
લક્ષણ= તેનાથી અન્યનો વ્યવચ્છેદ કરે તેવું સ્વરૂપ. જેમ કે સ્વ-પરને જણાવે ને જ્ઞાન પ્રમાણ છે. અર્થાત્ જે જ્ઞાન પોતાનો અને વિષયનો યથાર્થ બોધ કરાવે તે જ્ઞાન પ્રમાણ છે. અહીં પ્રમાણનું લક્ષણ જણાવ્યું છે. આ લક્ષણથી સ્વ-પરને ન જણાવનાર જ્ઞાનનો વ્યવચ્છેદ કર્યો છે. અર્થાત્ જે જ્ઞાન સ્વ-પરને ન જણાવે તે જ્ઞાન પ્રમાણરૂપ નથી.
પ્રયોજન વગેરે નથી– પ્રયોજન એટલે ફળ. વગેરે શબ્દથી ઉપાય વગેરેનું ગ્રહણ કરવું. અહીં કહેવાનો આશય એ છે કે પ્રમાણના અને પ્રમેયના લક્ષણની વિચારણા કરવાથી કોઇ લાભ થતો નથી. તથા અમુક વસ્તુનું અમુક જ લક્ષણ છે એમ નિર્ણય કરવાનો કોઇ ઉપાય નથી.
અહીં અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે-પ્રમાણાદિના લક્ષણની વિચારણા યુક્તિયુક્ત નથી. કેમકે પ્રયોજન વગેરેથી રહિત છે. જે જે પ્રયોજનાદિથી રહિત હોય તે તે યુક્તિયુક્ત ન હોય. જેમકે કાંટાવાળી શાખાનું મન કરવું=શાખાને દાબવી કે ચોળવી. (કાંટાવાળી શાખાનું મર્દન પ્રયોજનાદિથી રહિત હોવાથી યુક્તિયુક્ત નથી, તેની જેમ) પ્રમાદિના લક્ષણની વિચારણા પ્રયોજનાદિથી રહિત છે. આથી તે યુક્તિયુક્ત નથી. આ હેતુ અસિત નથી. કારણ કે આ હેતુ શ્રી સિદ્ધસેનસૂરિના વચનથી પ્રતિષ્ઠાને પામેલું છે. . મહામતિ વિશિષ્ટ પ્રજ્ઞાવાળા શ્રી સિદ્ધસેનસૂરિ.
તે પ્રમાણે જ પ્રમાણાદિના લક્ષણની વિચારણાનું પ્રયોજન વગેરે નથી એ પ્રમાણે જ.
કહે છે– અહીં કહે છે એવો વર્તમાન કાળનો નિર્દેશ તે કાળની અપેક્ષાએ છે. (૪) ૧. જેને પ્રમાણથી સિદ્ધ કરવું હોય તો પ્રમેય કહેવાય.