________________
૯૬
અષ્ટક પ્રકરણ
૬-સર્વસમ્મત્કરી ભિક્ષા અષ્ટક त्येवंशीलः स तथा तस्य 'यावदर्थिकवादिनः' यावदर्थिनिमित्तनिष्पादितपिण्डपरिहारवादित्वाद्भवत इति भावः । यतोऽभिहितम्- "जावंतियमुद्देस, पासंडीणं भवे समुद्देसं । समणाणं आएसं, निग्गंथाणं समाएसं ॥१॥" इति, तथा, "असणं पाणगं वावि, खाइमं साइमं तहा। जं जाणिज्ज सुणेज्जा वा, दाणट्ठा पगडं इमं ॥१॥ तं भवे (तारिस) भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, न मे कप्पड़ તારિ° iરા' કા
અન્ય જ આચાર્યના મતમાં આશંકા કરતો કહે છે –
શ્લોકાર્થ– જે પિંડમાં વિશેષથી સંકલ્પ થયો હોય તે જ પિંડ દોષિત છે એમ પણ પરિહાર સમ્યગુ નથી. કારણ કે તમે યાવદર્થિકવાદીઓ છો. (૪)
ટીકાથ– વિશેષથી આ સાધુને મારે આપવું એ પ્રમાણે વિશેષથી.
એમ પણ– અહીં પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવલ અસંકલ્પિત પિંડનો સ્વીકાર સમ્યગુ નથી એમ નહિ. કિંતુ આ હમણાં કહેલો (=જે પિંડમાં વિશેષથી સંકલ્પ થયો તે જ પિંડ દોષિત છે એવો) પરિહાર પણ સમ્યગુ નથી.
પરિહાર– પૂર્વપક્ષવાદીએ કહેલા દૂષણનો ત્યાગ, અર્થાત્ સ્વપક્ષનો બચાવ. સમ્યક- સંગત.
તમે યાવદર્શિકવાદીઓ છો– ભિક્ષુક વગેરે જેટલા આવે તેટલા બધાને પિંડ આપવો, એવો હેતુ (=સંકલ્પ) જે પિંડમાં હોય તે યાવદર્થિક પિંડ છે. તમે આવા યાવદર્થિક પિંડનો પણ ત્યાગ કરવો એમ બોલવાના ( માનવાના) સ્વભાવવાળા છો. કારણ કે કહ્યું છે કે “જે કોઇ આવે તેને આપવાનો સંકલ્પ તે ઉદ્દેશ. પાખંડીઓને (=સંન્યાસીવિશેષને) આપવાનો સંકલ્પ તે સમુદેશ. પાંચ શ્રમણોને આપવાનો સંકલ્પ તે આદેશ. નિગ્રંથોને (જેન મુનિઓને) આપવાનો સંકલ્પ તે સમાદેશ.” (પિંડનિયુક્તિ-ર૩૦)
તથા (આમંત્રણ કરનારના બોલવા ઉપરથી કે બીજા કોઇ દ્વારા સાંભળીને) જાણે કે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દાન માટે (હું ) કરેલું છે. તે ભક્ત-પાન સંયતને અકલ્ય કહ્યું છે. માટે આપનારી સ્ત્રીને સાધુ પ્રતિષેધ કરે કે મારે તેવું ન કલ્પે.” (દશ વે. અ.પ. . ૧ ગાથા ૪૭-૪૮) (૪)
पूर्वपक्षवाद्येवाहविषयो वाऽस्य वक्तव्यः, पुण्यार्थं प्रकृतस्य च ।
असम्भवाभिधानात् स्या-दाप्तस्यानाप्ततान्यथा ॥५॥ ४९. यावतामिदमुद्देशं, पापण्डिनां भवेत् समुद्देशं । श्रमणानामादेशं, निर्ग्रन्थानां समादेशमिति ॥१॥ ५०.अशनं पानं वापि, खादिम स्वादिम तथा । यज्जानीयात् शणुयाद्वा, दानार्थ प्रकृतमिदम् ।।२।।
तद्भवेद्भक्तपानं तु संयतानां अकल्पिकं । दातृकं प्रत्याख्यायात्, न मे कल्पते तादृशम् ॥२॥ ૧. (૧) નિર્ચન્થ = (જેન સાધુ), (૨) શાક્ય (=બૌદ્ધ સાધુ), (૩) તાપસ (=જટાધારી વનવાસી પાખંડી), (૪) ગેરક
(=ગેરુથી રંગેલા વસ્ત્રો પહેરનારા ત્રિદંડી), અને આજીવક (=ગોશાળાના મતને અનુસરનાર) એ પાંચ શ્રમણ છે.