________________
અષ્ટક પ્રકરણ
૩૧
૧-મહાદેવ અષ્ટક
શ્લોકાર્થ– સદા આજ્ઞાનો અભ્યાસ જ જેની આરાધનાનો ઉપાય છે, અને જેનો આજ્ઞાભ્યાસ જ યથાશક્તિ વિધિથી કરવાથી અવશ્ય ફલ આપે છે, તે મહાદેવ કહેવાય છે. (૬)
ટીકાર્થ– સદા એટલે દુઃષમા =પાંચમો આરો) વગેરે સઘળા ય કાળમાં પણ. સદા એમ કહીને “વિશિષ્ટ કાળે જ આજ્ઞાપાલન શક્ય હોવાથી ત્યારે જ આજ્ઞાનો અભ્યાસ આરાધનાનો ઉપાય છે, દુઃષમા કાળમાં તો આગમ નિરપેક્ષે પ્રવૃત્તિ પણ આરાધનાનો ઉપાય છે, કારણ કે તે કાળે આજ્ઞાનો અભ્યાસ અશક્ય છે”, આવી જેની મતિ છે તેના મતનું ખંડન કર્યું. કહ્યું છે કે-“સાધુધર્મ સંબંધી કે શ્રાવક ધર્મ સંબંધી જે કોઇ પ્રવૃત્તિ વમતિ પ્રમાણે થાય તે આશા રહિત હોવાથી સંસારનું કારણ બને છે. કારણ કે સંસારનો પાર પામવાનાં સાધનોમાં આશા જ પ્રમાણ છે. અર્થાત્ સંસારનો પાર પામવાનાં સાધનો પણ આશા મુજબ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ સંસારનો પાર પમાડનારાં બને છે.
પ્રશ્ન- જિનના ઉદ્દેશથી રહિત પ્રવૃત્તિ વમતિ મુજબ કરે તો સંસારનું કારણ બને એ બરોબર છે. પણ જિનને ઉદ્દેશીને=જિને' આ કરવાનું કહ્યું છે તેમ જિનનું આલંબન લઇને જે પ્રવૃત્તિ કરવામાં આવે તે સંસારનું કારણ શી રીતે બને? કારણ કે તેમાં જિન ઉપર પક્ષપાત છે. જિન ઉપર પક્ષપાત મહાફલવાળું છે.
ઉત્તર- જિનને ઉદ્દેશીને થતી પ્રવૃત્તિ પણ જો વમતિ મુજબ હોય તો પરમાર્થથી તે પ્રવૃત્તિ જિનના ઉદ્દેશવાળી નથી. જ્યાં વમતિ હોય ત્યાં જિનનો ઉદ્દેશ-જિનનું આલંબન હોય જ નહીં. જે આશા મુજબ પ્રવૃત્તિ કરે છે તે જ જિનને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે અને તેને જ જિન પ્રત્યે પક્ષપાત છે. જે વમતિ મુજબ પ્રવૃત્તિ કરે છે તે પરમાર્થથી જિનને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરતો નથી અને તેથી તેને જિન પ્રત્યે પક્ષપાત પણ નથી. (પંચાશક ૮-૧૩)
આશાનો અભ્યાસ– મર્યાદાથી કે અભિવિધિથી જેના વડે અર્થો જણાય તે આજ્ઞા. આજ્ઞા એટલે આગમ. આજ્ઞાનો અભ્યાસ એટલે આજ્ઞાને સમજવી, આજ્ઞાને સમજીને આત્માને આજ્ઞાથી વાસિત કરવો, અર્થાત્ આજ્ઞાની શ્રદ્ધા કરવી, તથા આજ્ઞા પ્રમાણે જ ધર્મ કરવો તે આજ્ઞાનો અભ્યાસ. આજ્ઞાનો અભ્યાસ જ દેવની આરાધનાનો ઉપાય છે. દેવની ભક્તિ માટે પણ તેની આજ્ઞાનું ઉલ્લંઘીને પ્રવૃત્તિ કરવી એ દેવની આરાધનાનો ૧. અથવા જિનને આશ્રયીને થતી જિનભવનનિર્માણ, જિનબિંબ-પ્રતિષ્ઠા, જિનબિંબ પૂજા વગેરે પ્રવૃત્તિ જિનને ઉદ્દેશીને છે,
અર્થાત્ જિનભક્તિ સંબંધી પ્રવૃત્તિ જિનના ઉદ્દેશવાળી છે. ૨. “જિને આ કરવાનું કહ્યું છે' એવી બુદ્ધિથી થતી પ્રવૃત્તિ જિનને ઉદ્દેશીને (=જિનના ઉદ્દેશવાળી) છે. પણ “જિને એ કેવી
રીતે કરવાનું કહ્યું છે એ મહત્ત્વનું છે. જિને “જે કરવાનું કહ્યું છે” અને “જે પ્રમાણે કરવાનું કહ્યું છે” એ બેમાં “જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે મહત્ત્વનું છે. જિને જે કરવાનું કહ્યું છે તે કરે, પણ જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે પ્રમાણે ન કરે તો લાભ ન થાય, બલ્બ નુકશાન થાય એ પણ સંભવિત છે. એટલે જિને જે કરવાનું કહ્યું છે તે જિને જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે પ્રમાણે ન કરતાં સ્વમતિ મુજબ કરવામાં આવે તો તેમાં વાસ્તવિક જિનનો ઉદ્દેશ નથી, અર્થાત્ દેખાવથી=બાહ્યથી જિનનો ઉદ્દેશ છે, પણ પરમાર્થથી જિનનો ઉદ્દેશ નથી. જ્યાં પરમાર્થથી જિનનો ઉદ્દેશ ન હોય ત્યાં જિન પ્રત્યે પક્ષપાત પણ
ન હોય. ૩. મર્યાદા એટલે સીમા કે હદ. અભિવિધિ એટલે અવધિસહિતમાં કાર્યાન્વય, અથવા અભિવિધિ એટલે વ્યાપ્તિ. જેમ કે
આપતિપુર્વ છે મેપ:=પાટલિપુત્ર સુધી વર્ષાદ વરસ્યો. અહીં આનો મર્યાદા અર્થ કરવામાં આવે તો પાટલી પુત્રની હદ સુધી વર્ષાદ વરસ્યો (પણ પાટલિપુત્રમાં વર્ષાદ ન વરસ્યો) એવો અર્થ થાય. પણ જો ગા નો અભિવિધિ અર્થ કરવામાં આવે તો પાટલીપુત્ર શહેરમાં પણ વર્ષાદ વરસ્યો એવો અર્થ થાય.