________________
અષ્ટક પ્રકરણ
૧૩૨
૯-શાન અષ્ટક પ્રવૃત્તિ આદિથી” એ સ્થળે આદિ શબ્દથી નિવૃત્તિની પ્રાપ્તિ (=પાપથી અટકવું) વગેરે સમજવું.
(જે જીવ ભાવવિના જ હિંસાદિમાં પ્રવૃત્તિ કરે ઇત્યાદિથી જાણી શકાય કે તે જીવમાં આત્મ પરિણતિમતું જ્ઞાન છે.)
સદ્અનુબંધવાળું— સદ્ અનુબંધ એટલે પરંપરાએ મોક્ષરૂપ ફલનું પ્રદાન. આ જ્ઞાન પરંપરાએ મોક્ષ આપે છે. માટે સદ્ અનુબંધવાળું છે.
જ્ઞાનાવરણના હ્રાસથી ઉત્પન્ન થાય છે– હૃાસ એટલે ક્ષયોપશમ. આત્મ પરિણતિમતું જ્ઞાન મત્યાદિ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે.
પ્રાયઃ વેરાગ્યનું કારણ છે– પ્રાય: વૈરાગ્યનું=સદ્ભાવનાઓનું કારણ છે. કહ્યું છે કે-“સ્થિરાદષ્ટિમાં અજ્ઞાનતારૂપ ગ્રંથિનો ભેદ થઇ ગયો હોવાથી બુદ્ધિમાન પુરુષોને સંસારની સઘળીય ચેષ્ટા બાળકો ધૂળથી ઘર બનાવવાની ક્રિીડા કરે તેના જેવી લાગે છે. સઘળી ય ચેષ્ટા એટલે ચક્રવર્તી આદિની ચેષ્ટા પણ બાળકો ધૂળથી ઘર બનાવવાની ક્રિીડા કરે તેના જેવી લાગે છે. કારણ કે તેને સંસારની સઘળી ય ચેષ્ટા રવભાવથી અસુંદર અને અનિત્ય જણાય છે. સંસારની સઘળી ય ચેષ્ટા કર્યજનિત હોવાથી સ્વભાવથી જ અસુંદર છે.” (યોગદષ્ટિ સમુચ્ચય-૧૫૫)
વિશેષ પ્રકારના કષાયનો ઉદય થયે છતે રાજ્ય વગેરેને સાધવામાં પ્રવૃત્ત થયેલા ભરત ચક્રવર્તી વગેરેની જેમ વૈરાગ્યનું કારણ ન પણ થાય. આ જણાવવા માટે અહીં પ્રાયઃ ” કહ્યું છે.
આ જ્ઞાન પ્રાયઃ વૈરાગ્યનું કારણ છે માટે સદ્ અનુબંધવાળું છે. (૫) तृतीयप्रतिपादनायाहस्वस्थवृत्तेः प्रशान्तस्य, तद्धेयत्वादिनिश्चयम् । तत्त्वसंवेदनं सम्यग्, यथाशक्ति फलप्रदम् ॥६॥
वृत्तिः- स्वस्था अनाकुला वृत्तिर्वचनकायव्यापाररूपं वर्तनं यस्य स तथा तस्य 'स्वस्थवृत्तेः' एतदेव कुत इत्याह- 'प्रशान्तस्य' रागद्वेषाद्युपशमप्रकर्षवतः, तत्त्वसंवेदनं भवतीति क्रिया, किम्भूतमित्याह'तेषां' ज्ञेयवस्तुतत्त्वानां 'हेयत्वादि' त्यजनीयत्वादि, आदिशब्दादुपादेयत्वोपेक्षणीयत्वपरिग्रहः, तत्र निश्चयो निर्णयो यस्य तत् 'तद्धेयत्वादिनिश्चयम्' इति, अथवा यदिति शेषस्ततश्च स्वस्थवृत्तेः प्रशान्तस्य पुंसो यद् ज्ञानं तत्तत्त्वसंवेदनमिति योगः, 'तत्त्वसंवेदनम्' उक्तनिर्वचनम्, 'सम्यक्' समीचीनतया, 'यथाशक्ति' पुरुषसंहननादिसामर्थ्यानुसारतः, 'फलप्रदं' स्वप्रयोजनप्रसाधकम्, ज्ञानस्य चानन्तरं फलं विरतिः परम्पરાત્રે ત્વપવ રૂતિ દ્દા
ત્રિીજા (તત્ત્વસંવેદન) જ્ઞાનનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
શ્લોકાર્થ– સ્વસ્થવૃત્તિવાળા અને પ્રશાંત જીવનું હેયવાદિના નિશ્ચયવાળું જે જ્ઞાન તે તત્ત્વસંવેદન છે. આ જ્ઞાન યથાશક્તિ સુંદર ફલ આપે છે. (૬)