________________
અષ્ટક પ્રકરણ
૨૮૯
ર૬-તીર્થંકર મહાદાનસિદ્ધિ અષ્ટક ઉત્તરપક્ષ માત્ર એક વર્ષમાં બહુ જ થોડા જીવો દેવતાપ્રસાદીની જેમ (બહુ જ થોડું) દાન લેતા હોવાથી સંખ્યાવાળું દાન યુક્ત જ છે.
આ કહેવાથી “મહાદાન અને સંખ્યાવાળું એ અસંગત છે." એવા પરવચનનું નિરાકરણ કર્યું. (૬) अथ यदुक्तं ततो महानुभावत्वादित्यादि तद् दूषयन्नाहमहानुभावताप्येषा, तद्भावे न यदर्थिनः । विशिष्टसुखयुक्तत्वात्सन्ति प्रायेण देहिनः ॥७॥
वृत्तिः- 'महानुभावतापि' अतिशायिप्रभावतापि, न केवलं ‘देहिनां' संतोषसंपत्संपादनेन संख्योपेतमेव 'दानं' महादानमित्यपिशब्दार्थः, 'एषा' एषैव वक्ष्यमाणस्वरूपा, न पुनर्देहिनामसंख्यातवित्तवितरणरूपा, तामेवाह- 'तद्भावे' जगद्गुरुसद्भावे, 'न' नैव, 'यत्' इति यदेतत्, 'अर्थिनः' तुच्छतया परप्रार्थनशीलाः सन्तीति सम्बन्धः, कुत इत्याह- "विशिष्टसुखयुक्तत्वात्' अपेक्षया सातिशयानन्दसम्पदुपेतत्वात्, सुखं च संतोषो, यदाह- "सज्जानं परमं मित्रमज्ञानं परमो रिपुः । संतोषः परमं सौख्य (स्थ्य) माकाङ्क्षा दुःखमुत्तमम् ॥१॥" 'सन्ति' भवन्ति, 'प्रायेण' बाहुल्येन, अनेन च निरुपक्रमकर्मजनितधनादानवाञ्छास्तद्भावेऽप्यर्थिनः केचित्सम्भवन्तीत्यावेदयति, भवति चैवं । यतः, “जगत्प्रिये सुरूपे च, शशिनो रश्मिमण्डले । सत्यप्यम्भोजिनीखण्डं, न विकासं प्रपद्यते।" अत एव संख्यातदानसंभवोऽन्यथा तदसम्भव एव स्यादिति, 'देहिनः' प्राणिनः, दृश्यन्ते च द्रव्याणां प्रभावविशेषाः, यतः "समुद्गच्छत्यसौ कोपि, हेतुर्गगनमण्डले । यस्मात्प्रमुदितप्राणि, जायते जगतीतलम् ॥१॥" तदेवमसंख्येयदानस्य महादानत्वाभावादसंख्येयदानदायिनां महानुभावत्वासिद्धरसिद्धो हेतुरित्यभिहितम् ॥७॥
હવે તો મહામાવર્તી ઇત્યાદિ (ત્રીજા શ્લોકમાં) જે કહ્યું હતું તેને દૂષિત કરતા ગ્રંથકાર કહે છે
શ્લોકાર્ધ– તીર્થંકરોની મહાનુભાવતા પણ આ જ છે કે તેમની વિદ્યમાનતામાં પ્રાયઃ જીવો વિશિષ્ટસુખથી યુક્ત હોવાથી યાચક બનતા નથી. (૭)
टी- मानुल्ला=श्रेष्ठ प्रभाव.
મહાનુભાવતા પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-જીવોને સંતોષરૂપ સંપત્તિ પ્રાપ્ત કરાવવાથી સંખ્યાવાળું જ દાન મહાદાન છે એટલું જ નહિ, કિંતુ મહાનુભાવતા પણ આ જ છે કે તેમની વિદ્યમાનતામાં પ્રાયઃ જીવો વિશિષ્ટ સુખથી યુક્ત હોવાથી અર્થી હોતા નથી. મહાનુભાવતા પણ આ જ છે, નહિ કે અસંખ્યાત ધન આપવારૂપ.
વિશિષ્ટ સુખથી યુક્ત અપેક્ષાએ શ્રેષ્ઠ આનંદરૂપ સંપત્તિથી યુક્ત. સંતોષ સુખ છે. એ અંગે કહ્યું છે ૧. અપેક્ષાએ એટલે તે તે જીવોની કક્ષા પ્રમાણે. જેમકે-મંદમિથ્યાષ્ટિની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ વધારે સંતોષી બને. સમ્યગ્દષ્ટિ
જીવોમાં પણ સંતોષની તરતમતા હોય. જેમકે- કોઇ એક જીવની અપેક્ષાએ બીજો જીવ વધારે સંતોષી હોઇ શકે છે. આથી 'अपेक्षा अभय छे.