________________
અષ્ટક પ્રકરણ
૩૦૪
૨૮-રાજ્યાદિદાનદૂષણ નિવારણ અષ્ટક
કારણ કે ઉત્તમપુણ્ય આ રીતે જ વિપાકને પામે છે. (૫)
ટીકાર્થ– એ પ્રમાણે જે પ્રમાણે રાજ્યાદિનું દાન મહાધિકરણ સ્વરૂપ ન હોવાથી અને ગુણકારી હોવાથી રાજ્યાદિના દાનમાં દોષ નથી તે જ પ્રમાણે.
વિવાહધર્મ આદિમાં અહીં ધર્મ એટલે આચાર અથવા વ્રતબંધન. વિવાહધર્મ એટલે વિવાહરૂપ આચાર કે વિવાહરૂપ વ્રતબંધન. આદિ શબ્દથી રાજધર્મ, કુલધર્મ, ગ્રામધર્મ આદિનું ગ્રહણ કરવું.
શિલ્ય બતાવવામાં ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને નાપિત (=હજામ) આદિની ક્રિયા બતાવવામાં. દોષ અશુભકર્મબંધનરૂપ દોષ. ઉત્તમપુણ્ય=પ્રકૃષ્ટ તીર્થંકર નામકર્મરૂપ શુભકર્મ. આ રીતે જ=વિવાહ શિલ્પ આદિ બતાવવારૂપે જ. વિપાકને પામે છેપોતાના ફળને આપે છે. (૫) इहैवाभ्युच्चयमाहकिञ्चहाधिकदोषेभ्यः, सत्त्वानां रक्षणं तु यत् । उपकारस्तदेवैषां, प्रवृत्त्यङ्गं तथास्य च ॥६॥
वृत्तिः- “किञ्च' इति उत्तरपक्षस्याभ्युच्चयप्रतिपादनार्थः, 'इह' इति राज्यदानविवाहधर्मशिल्पादिप्ररूपणेषु, 'अधिकदोषेभ्यः' राज्यादिदानाधिकरणलक्षणदोषापेक्षया ये अधिका अतिरिक्ता दोषाः परस्पસોયાતિપાલાયતેથ:, “સત્તાનહુમતા, “રક્ષા' રામુ, “તુશ' પુનરર્થ, કયો યર, पुनरित्येवं द्रष्टव्यः, 'उपकारो' हितकरणम्, 'तदेव' रक्षणमेव, 'एषां सत्त्वानाम्, किञ्चान्यत् 'प्रवृत्त्यङ्गं राज्यादिदानप्रवृत्तावङ्गं कारणं, तदेवेति प्रकृतम्, 'तथा' इति वाक्यान्तरत्वख्यापनार्थम्, 'अस्य' जगद् गुरोः, 'चः' समुच्चयार्थः, अधिकतरानर्थपरिहारलक्षणोपकारकरणाय भगवतस्तत्र प्रवृत्तिरिति भावना आह च- "एत्तोच्चिय निहोस, सिप्पाइविहाणमो जिणिदस्स । लेसेण सदोसपि हु, बहुदोसनिवारण તે" શા” તિ તિ દા
અહીં જ વિશેષ કહે છે–
શ્લોકાર્થ– વળી અહીં જીવોનું અધિક દોષોથી જે રક્ષણ તે જ જગદ્ગુરુનો લોકો ઉપર ઉપકાર છે અને તે જ જગદ્ગુરુની પ્રવૃત્તિનું કારણ છે. (૬)
ટીકાર્થ– અહીં– રાજ્યદાન, વિવાહ આચાર અને શિલ્પાદિ બતાવવામાં.
અધિક દોષોથી રાજ્યાદિદાન રૂપ જે અધિકરણ, એ અધિકરણરૂપ જે દોષ, તે દોષની અપેક્ષા અન્ય પરસ્પર પ્રાણનાશ-પરદારાગમન વગેરે જે અધિક દોષો, તે દોષોથી. ३७. अत एव निर्दोष शिल्पादिविधानं जिनेन्द्रस्य । लेशेन सदोषमपि खलु बहुदोषनिवारणत्वेन ॥१॥