________________
અષ્ટક પ્રકરણ
૩૭ર
૩ર-મોક્ષ અષ્ટક
અવશ્ય આનંદ માટે જાણવી. (૮)
ટીકાર્થ– આ- હમણાં જ જેનો અતિશય જણાવ્યો છે તેવી પ્રભુદેશના. તે કાળે દેશના કરવાના કાળે.
ભવ્ય- મોક્ષમાં જવા માટે યોગ્ય. આનાથી એ જણાવ્યું કે પ્રભુદેશના બધા જીવોના આનંદ માટે થતી નથી, કિંતુ ભવ્ય જીવોના આનંદ માટે થાય છે.
શુદ્ધચિત્તવાળા- મહામોહરૂપ મલસમૂહ જેમાંથી વિનાશ પામી રહ્યો છે તેવા મનવાળા. આનાથી એ જણાવ્યું કે પ્રભુદેશના જાતિમાત્રથી ભવ્ય હોય તેવા જીવોના આનંદ માટે થતી નથી. (જાતિ માત્રથી ભવ્યજીવો શુદ્ધચિત્તવાળા થતા જ નથી.) તે પ્રકારથી- વણિકની વૃદ્ધદાસીના દૃષ્ટાંતથી પ્રસિદ્ધ પ્રકારથી. (૮)
૩૧મા તીર્થંકરદેશના અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
IIરૂર નથ તાશિત્તમ મોક્ષાષ્ટમ્ | सामायिकविशुद्धात्मनो घातिकर्मणः क्षयात् केवलं भवतीत्युक्तमथ सकलकर्मक्षयाद्यत्स्यात्तद् दर्शयितुमाह
कृत्स्नकर्मक्षयान्मोक्षो, जन्ममृत्य्वादिवर्जितः । सर्वबाधाविनिर्मुक्त, एकान्तसुखसङ्गतः ॥१॥
वृत्तिः- कृत्स्नं सकलं कर्म ज्ञानावरणाद्यष्टधा, तस्य क्षयोऽत्यन्तविलयः कृत्स्नकर्मक्षयस्तस्मात् 'कृत्स्नकर्मक्षयात्,' मोचनं 'मोक्षो' अपवर्गः, किंविधोऽसावित्याह- 'जन्म' प्रादुर्भावो 'मृत्युः' मरणं तावादिर्येषां जरादीनां ते तथा तैः 'वर्जितो' यः स तथा, भवति हि "कारणाभावात् कार्याभाव' इति, तथा 'सर्वबाधाविनिर्मुक्तः' निःशेषशारीरमानसपीडाविप्रमुक्तः, तथा 'एकान्तेन' सर्वथा, 'सुखसङ्गत' आनन्दयुक्तो यः स तथेति ॥१॥
સંક્ષેપમાં વૃદ્ધ દાસીનું દષ્ટાંત-અતિલોભી વણિક, તેવી જ તેની પત્ની. અત્યંત વૃદ્ધ અને કુશ દાસી, કાષ્ઠ માટે જંગલમાં ગમન, ધોમધખતા મધ્યાહ્ન આગમન. તૃષા, સુધા, શ્રમ, સ્વેદ આદિથી વિહુવલ. અન્નની માંગણી. શેઠાણી: આટલા જ કેમ લાવી ? જા બીજા લાવ. દાસી: વધેલું આપો બાદ બીજા લાકડા લઇ આવીશ. શેઠાણીઃ લાવેલા લાકડાથી ચાર ગણા બીજા લાકડા લાવીશ ત્યારે જ ભોજન મળશે. ફરી જંગલમાં ગમન. લાકડા લઇ ઘર તરફ આવતા સમવસરણ પાસે આગમન. ત્યાં કાંટો કાઢવા એક પગ ઉપાડ્યો અને હાથને પગના તળિયામાં કાંટા પાસે રાખ્યો. તેવામાં ભગવાનની વાણીનું શ્રવણ. સઘળા દુ:ખોને ભૂલી જાય છે. જાણે અમૃતપાન મળ્યું. આનંદથી ભગવાનની વાણીનું શ્રવણ કરે છે. જો તેનું હજારો વર્ષનું આયુષ્ય હોય, ભગવાન પણ હજારો વર્ષ સુધી દેશના આપે તો તેવી જ સ્થિતિમાં રહેલી વૃદ્ધદાસી ભગવાનની વાણીનું નિરંતર શ્રવણ કરે. તે દરમિયાન એકપણ દુઃખ તેને યાદ ન આવે.