________________
૨૧-સૂક્ષ્મબુદ્ધિ અષ્ટક
ટીકાર્થ— ભવભાવને વધારનારું છે— ભવભાવ એટલે સંસારસત્તા, અથવા ભવમાં=સંસારમાં જે ભાવો=જન્મો તે સંસારભાવો. અથવા ભવના હેતુ એવા જે ભાવો=પ્રાણિવધાદિ-ક્રોધાદિરૂપ પરિણામો તે ભવભાવો. મૈથુન આવા ભવભાવને વધારનારું છે. આ વિષે કહ્યું છે કે-“આ અબ્રહ્મચર્ય પાપનું મૂળ છે. (એથી પરલોકમાં વિવિધ કષ્ટોનું કારણ છે અને આ લોકમાં હિંસા, અસ્તેય, ચોરી વગેરે) મોટા દોષોનો ભંડાર છે. તેથી નિર્રન્થ મુનિઓ મૈથુનના સંસર્ગને વર્જે છે.’’ (દર્શાવે. ૬-૧૭) (૮)
વીસમા મૈથુન દૂષણ અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
||२१|| अथ एकविंशतितमं धर्मविचारे सूक्ष्मबुध्याश्रयणाष्टकम् ॥
एवं कुतीर्थिकाननुशास्य स्वयूथ्याननुशासनार्थमाह- अथवा सदोषमपि मांसाद्यासेवनं स्थूलबुद्धित्वात् कुतीर्थिकैरदोषतयावसितमिति प्रागुपदर्शितमथ स्थूलबुद्धित्वादेव धर्मार्थिनोऽपि धर्मव्याघातः स्यादिति धर्मविचारे सूक्ष्मबुद्धेराश्रयणीयतामुपदिशन्नाह
અષ્ટક પ્રકરણ
૨૩૪
सूक्ष्मबुद्धया सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः । અન્યથા ધર્મયુદ્ધચૈવ, તક્રિયાત: પ્રસખ્યતે શા
'
વૃત્તિ:- ‘સૂક્ષ્મવુ ચા' નિપુળમત્યા, ‘સા’ સર્વવ્હાલમ્, ‘સેવો’ જ્ઞાતવ્ય:, ,कोऽसावित्याह- 'धर्मो ' दुर्गतिप्रपातरक्षणे हेतु:, कैरित्याह- 'धर्मार्थिभिः' धर्मश्रद्धालुभिः, 'नरैः' मानवैः, 'अन्यथा' स्थूलबुद्ध्या ધર્મવિવેચને તીથિાનામિલ, ‘ધર્મયુદ્ધચૈવ’ થર્મોમિાવેળાપિ, ‘તક્રિયાતો’ ધર્મવ્યાક્ષતિ:, ‘પ્રશખ્યતે' પ્રાનોતીતિ શા
એકવીસમું ધર્મવિચારે સૂક્ષ્મબુદ્ધિ આશ્રયણ અષ્ટક
(કોઇપણ વસ્તુનો લાભ તેના ઉપયોગ કરનારની આવડત ઉપર છે. વસ્તુનો ઉપયોગ કરતા ન આવડે તો એ વસ્તુથી લાભ થવાને બદલે નુકશાન પણ થાય. શત્રુથી વિજય અપાવનાર શસ્ત્ર પણ જો ઉપયોગ કરતા ન આવડે તો પોતાના જ પ્રાણનો ઘાતક બને છે. આથી કોઇપણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તેનો કેવી રીતે ઉપયોગ ક૨વો જોઇએ એ સૂક્ષ્મબુદ્ધિથી સમજી લેવાની જરૂર પડે છે. ધર્મમાં પણ એ જ પ્રમાણે છે. જો ધર્મને બરોબર સમજવામાં ન આવે તો કેટલીક વખત ધર્મબુદ્ધિથી ધર્મનો વ્યાઘાત=નાશ થાય, અર્થાત્ ધર્મબુદ્ધિથી (પરમાર્થથી ધર્મ ન હોવા છતાં ધર્મ ક૨ના૨ જીવની હું જે કરી રહ્યો છું તે ધર્મ છે એવી સમજથી—બુદ્ધિથી) કરાતો ધર્મ કર્મ નિર્જરા કે પુણ્યબંધ આદિનું કારણ બનવાને બદલે પાપબંધનું કારણ બને છે. આથી આ અષ્ટકમાં ધર્મને સૂક્ષ્મબુદ્ધિથી સમજવાનો ઉપદેશ આપ્યો છે, અને સૂક્ષ્મબુદ્ધિ વિના ધર્મબુદ્ધિથી ધર્મનો વ્યાઘાત કેવી રીતે થાય છે એ દૃષ્ટાંતથી સમજાવ્યું છે.)
આ પ્રમાણે કુતીર્થિકોને ઉપદેશ આપીને પોતાના જૈન સમુદાયના લોકોને ઉપદેશ આપવા માટે કહે છે—