________________
અષ્ટક પ્રકરણ
૫૩
૩-પૂજા અષ્ટક
શ્લોકાર્થ– તત્ત્વાર્થદર્શીઓએ અષ્ટપુષ્પી નામની પૂજા અશુદ્ધ અને શુદ્ધ એમ બે પ્રકારની કહી છે. અશુદ્ધપૂજા સ્વર્ગને સાધી આપનારી છે. શુદ્ધપૂજા મોક્ષને સાધી આપનારી છે. (૧)
ટીકાર્ય-તત્ત્વાર્થદર્શીઓ- તત્ત્વભૂત જીવાદિ પદાર્થોને જોવાના સ્વભાવવાળા તત્ત્વદર્શીઓ છે. અથવા તત્ત્વથી=પરમાર્થથી પદાર્થોને જોવાના સ્વભાવવાળા તત્ત્વદર્શીઓ છે.
અષ્ટપુષ્પી– પૂજા માટે આઠ પુષ્પોનો સંગ્રહ કર્યો હોય તે અષ્ટપુષ્પી. અથવા જે પૂજામાં આઠ પુષ્પો હોય તે અષ્ટપુષ્પી. નદ વગેરે શબ્દગણમાં આવતા શબ્દથી સ્ત્રીલિંગમાં પ્રત્યય આવે એવો નિયમ છે. પુષ્પ શબ્દ નદ વગેરે શબ્દગણામાં જોવામાં આવતો હોવાથી પુષ્પ શબ્દને સ્ત્રીલિંગમાં હું પ્રત્યય આવ્યો છે. આથી ગષ્ટપુષ્પી એવો પ્રયોગ છે. આઠ પુષ્પોનું વિધાન જઘન્ય પદને આશ્રયીને છે, અર્થાતુ ઓછામાં ઓછા આઠ પુષ્પો જોઇએ. પણ આઠ જ પુષ્પો ચઢાવવા એવો અર્થ નથી. કારણ કે હવે પછી “થોડા અથવા ઘણાં પુષ્પોથી પૂજા કરવી જોઇએ” એમ કહેશે. તથા આઠ પુષ્પોથી દેવની પૂજા કરવાનું કારણ કહેશે.
અશુદ્ધ પૂજા– સાવદ્ય (=પાપયુક્ત) હોવાથી અશુદ્ધ છે. શુદ્ધ પૂજા– નિરવદ્ય (=પાપરહિત) હોવાથી શુદ્ધ છે.
અહીં અશુદ્ધતરખેજે એ સ્થળે ડૂતરા શબ્દનો “સઘળી ય વૃત્તિમાં સર્વ વગેરે શબ્દોમાં પુંવર્ભાવ થાય” એ નિયમથી પુંલિંગમાં પ્રયોગ થયો છે. (વૃત્તિના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- સમાસવૃત્તિ, તદ્ધિતવૃત્તિ, નામધાતુવૃત્તિ. સિ.હે. શ. ૧/૧ર૫).
અહીં સ્વમોક્ષપ્રાથની એવા પાઠના સ્થાને સ્વમોક્ષકાયનાત્ એવો પાઠાંતર છે. આ પાઠાંતર પ્રમાણે પદયોજના આ પ્રમાણે છે-અષ્ટપુષ્પથી પૂજા સ્વર્ગ અને મોક્ષને સાધી આપનારી હોવાથી તત્ત્વાર્થદર્દીઓએ અશુદ્ધ અને શુદ્ધ એમ બે પ્રકારની કહી છે. (૧).
अशुद्धां श्लोकद्वयेन तावदाहशुद्धागमैर्यथालाभं, प्रत्यौः शुचिभाजनैः । स्तोकैर्वा बहुभिर्वापि, पुष्पैर्जात्यादिसम्भवैः ॥२॥ अष्टापायविनिर्मुक्त-तदुस्थगुणभूतये । दीयते देवदेवाय, या साऽशुद्धत्युदाहृता ॥३॥
वृत्तिः-'शुद्धो' निर्दोष 'आगमः' प्राप्त्युपायो येषां तानि 'शुद्धागमानि', न्यायोपात्तवित्तेनाचौर्येण वा गृहीतानीत्यर्थः, तैः 'पुष्पैः' 'दीयते देवदेवाय या साऽशुद्धत्युदाहृता' इति सम्बधः । कथं दीयते इत्याह- लाभस्यानतिक्रमेण 'यथालाभं' प्रवचनप्रभावनार्थमुदारभावेन मालिकाद्यथालाभगृहीतैर्देशकालापेक्षया चोत्तममध्यमजघन्येषु यानि लब्धानि तैः पुष्पैरिति भावना । 'प्रत्यौः' अपरिम्लानैः, 'शुचिभाजनैः' पवित्रपटलकाद्याधारैः, इतरथा स्नानादिशौचमपि न मनोनिवृत्तिमापादयेदिति । 'स्तोकै'रल्पैः प्रत्यपायाप૧. આઠ કર્મોને દૂર કરવાના હોવાથી ઓછામાં ઓછા આઠ પુષ્પોથી પૂજા કરવી જોઇએ.