________________
ધ્યાનશતક
ચકલ” એટલે શાકને પીઠ યા થકવી રવાના કરનાર, એવું ધ્યાન.
પ્ર–ધ્યાન શી વસ્તુ છે ?
ઉ–ધ્યાન એટલે જેના વડે તત્ત્વને ધ્યાવવામાં ચિંતવવામાં આવે છે તે, અર્થાત્ તત્ત્વ પર એકાગ્રપણે ચિત્તને રોકી રાખવું તે. ખાલી ચિંતનમાંભાવનામાંવિચારણામાં ચિત્ત એક વસ્તુ પરથી બીજી પર, ને બીજી પરથી ત્રીજી પર, એમ ફરતું રહે છે, ત્યારે ધ્યાનમાં એક વિષય પર એકાગ્ર સ્થિર રાખવાનું હોય છે. આ પણ ધ્યાન ધર્મધ્યાન નહિ, કિન્તુ શુકલધ્યાન. એ પ્રચંડ અગ્નિસમાન છે. તે કર્મરૂપી કાષ્ઠને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે.
પ્ર–કર્મ એટલે શું ?
ઉ– કિયતે તેત કર્મ” યાને મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ વડે જે ઉત્પન્ન કરાય તે કર્મ કહેવાય. એ એક પ્રકારની અતિ સૂક્ષ્મ પગલિક રજ છે. ભાવાના કે માનસિક વિચારના પુદ્ગલ કરતાં ય સૂક્ષ્મ પુદ્ગલ (Matter) છે, અને આત્મા મિથ્યાદર્શન આદિવાળે બને કે તરત એ રજ કર્મરૂપે બની જઈ આત્માની સાથે એકમેક ચેટે છેવાતાવરણની ૨જ તેલિયા કપડા પર ચોંટતી જ રહે છે ને? તેલને ભાગ એને ખેંચે છે. એમ મિથ્યાદર્શનાદિ એ તેલની માફક કર્માણુઓને આત્મા પર ખેંચે છે. બીજાએ એને ભાગ્ય, અદષ્ટ, પ્રારબ્ધ વગેરે કહે છે, પરંતુ એ ગુણરૂપ નથી, જડ પુદ્ગલ સ્વરૂપ છે. માટે જ એમાં કેટલીય જાતના ફેરફાર થઈ શકે છે.