________________
પરિચય
वीरं सुक्कज्झाणग्गिदडकम्भिधणं पणमिऊणं । जोईसरं सरणं झाणज्झयणं पवक्खामि ॥१॥
–અર્થાત શુકલધ્યાનરૂપી અગ્નિથી કર્મ ઇધનને બાળી નાખનાર, યોગેશ્વર, (યોગીશ્વર, યોગીસર) અને શરણ કરવા યોગ્ય શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને હું ધ્યાનનું અધ્યયન કહીશ. વ્યાખ્યાગ્રન્થ છે. આ બંનેના આધારે અહીં મૂળ ગાથા તથા અર્થ આપી એના પર ગુજરાતી ભાષામાં સરળ વિવેચન આલેખવામાં આવે છે. જ્યાં ધ્યાનશતકના રચયિતા પૂર્વ ધરમહર્ષિ હોય અને વ્યાખ્યાકાર સમર્થ શાસ્ત્રકાર હોય, પછી એ ગ્રન્થમાંના પદાર્થોનું ગૌરવ કેટલું બધું હોય, એ સમજાય એવું છે. વ્યાખ્યાકાર પોતે જ લખે છે કે “દયાનશતક શાસ્ત્ર મહાર્થ છે અર્થાત મહાન પદાર્થોથી ભરેલું છે; માટે “અવશ્યકથી એક જુદુ શાસ્ત્ર છે; તેથી એના પ્રારંભે શાસ્ત્રકાર મંગળાચરણ કરે છે, જેથી વિહ્વો દૂર થાય. એ મંગળરૂપે ઇષ્ટદેવને નમસ્કાર કરતાં આ પ્રમાણે કહે છે. વિવેચન :
અહીં વર્તમાન જિન શાસનના અધિપતિ ચોવીસમા તીર્થકર શ્રી વીરવિભુને નમસ્કાર કર્યો. એ “વીર' એટલે વિશેષરૂપે કર્મોનું ‘ઈરણ યાને નિકાલ કરનાર, એવું કે એક પણ કર્મ સ્વાત્મા પર બાકી રહે નહિ અને જાય તે ફરી કદી ન આવવા માટે. અથવા “વીર” એટલે મેક્ષે જનાર.
એમણે કને નિકાલ શુકલધ્યાનથી કર્યો.