________________
૧૮
કાવનાશેઠનું સૌભાગ્ય તે માગી લે, દેવે સતી પર પ્રસન્ન થતાં કહ્યું.
પ્રભુ ! મારે શાની જરૂર છે, તે આપ કયાં જાણી શકતા નથી? મને તો સંસારને મોહ નથી, પણ મારા પતિને તે વિષે અત્યંત દુઃખ થતું હોય છે. સતીએ કહ્યું.
સુલાસા શું કહેવા માગે છે, તે દેવ સમજી ગયા. સતીને એકેય સંતાન ન હતું, તે કારણે તેના પતિ નામનું મન સદાયે ઉદાસ રહેતું હતું.
“બહેન, આ બત્રીસ ગોળીઓ છે. દરેક વરસે એક એક ખાજે. દરેક ગોળીએ તને એક એક પુત્ર જન્મશે.”
સતીએ તે ગોળીઓ લઈને દેવને નમન કર્યું. દેવ અદષ્ય થયા.
સુલસાએ વિચાર્યું કે, “ દરેક વરસે એક એક ગોળી ખાઈને બત્રીસ સુવાવડની વેદના સહન કરવી, અને પ્રભુભક્તિમાં ગાળવામાં આવતો બધે જ સમયે તેમાં ગાળવા, તેના કરતાં બત્રીસે ગોળીએ એકી સાથે ખાઈ લઈને એક જ બત્રીસ લક્ષણો પુત્ર પ્રાપ્ત કરવો શો છે ?'
અને તે પ્રમાણે તેણે બત્રીસે ગોળીઓ એકી સાથે ખાઈ લીધી.
થોડા દીવસ સુધી તે તેને તેથી કંઇ નુકશાન થવાનું જાણ્યું નહિ. પણ જ્યારે અચાનક તેને વેદના થવા લાગી, ત્યારે પોતે કરેલી ભૂલનું તેને ભાન થયું. ગર્ભાશયમાં અત્યંત પીડા થવા લાગી. નાગ સારથિએ સારા વૈદ્યોને બોલાવીને ઉપચાર કરાવ્યા પણ કંઈ ફરક લાગ્યો નહિ. અંતે તેણે આપણા રાજવૈદ્યને બોલાવ્યા. પણ વૈવવા શું કરે! તેમણે કહ્યું કે “આમાં મારો ઉપચાર કામ આપે તેમ નથી.”
દીવસે દીવસે તેને વધુ પીડા થવા લાગી. અંતે કંટાળીને, અતિશય વેદના સહન ન થવાથી તેણે દેવનું સ્મરણ કર્યું. દેવ પધાર્યા. તેમણે સતીને તેણે કરેલી ભૂલ સમજાવી. સતીએ પોતાની ભૂલ કબૂલ કરી અને તેમ કરવાનો પિતાને આશય પણ કરી સંભળા. દેવ બોલ્યા,