________________
10 | ભક્તામર તુલ્ય નમઃ |
स्तुतिस्तु नाम्ना रूपेण कर्मणा बान्धवेन च ।
स्वर्गायुधर्न-पुत्राधैरथैराशीस्तु कथ्यते ।। અર્થાત્ સ્તુતિને નામ, રૂપ કર્મ અને બંધુત્વ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. તથા સ્વર્ગ, આયુ. ધન અને પુત્રાદિ વગેરેની ભાવનાથી આશીર્વાદ મેળવવા માટે પણ સ્તુતિ કરવામાં આવે છે. એના આધાર પર (૧) નામ-સ્તોત્ર (૨) રૂપ-સ્તોત્ર, (૩) કર્મ-સ્તોત્ર, (૪) ગુણ-સ્તોત્ર અને (૫) આશી:પરક સ્તોત્ર – એવા પાંચ પ્રકાર પાડી શકાય.
ઉપર્યુક્ત પાંચ પ્રકારો ઉપરાંત અન્ય શાસ્ત્રજ્ઞોએ, આચાર્યો અને વિદ્વાનોએ બીજા પ્રકારો વર્ણવ્યા છે.
'नमस्कारस्तथाऽऽशीश्च सिद्धान्तोक्तिः पराक्रमः ।
___ विभूति: प्रार्थना चेति षड्विधं स्तोत्रलक्षणम् ।।' આ તંત્રશાસ્ત્રોક્ત પરિભાષાના આધારે સ્તોત્રના (૧) નમસ્કાર, (૨) આશીર્વાદ, (૩) સિદ્ધાંતપ્રતિપાદન, (૪) પરાક્રમ-વર્ણન, (૫) વિભૂતિસ્મરણ અને (૬) પ્રાર્થના એમ છ પ્રકાર હોય છે.
સ્તોત્રના આરાધના, અર્ચના અને પ્રાર્થના એ ત્રણ પ્રકારો વિશેષ રીતે પ્રસિદ્ધ છે. આ ત્રણે પ્રકારોની વિગત આ રીતે ઓળખી શકાય તેમ છે.
(૧) આરાધના-સ્તોત્ર : આરાધ્યનાં રૂપ, ગુણ અને એશ્વર્યનું જેમાં વિસ્તારથી વર્ણન હોય તે આરાધના-સ્તોત્ર.
(૨) અર્ચના સ્તોત્ર : ભાવ-ભક્તિમૂલક દ્રવ્યપૂજાના પ્રકારો વડે ઈશ્વરનાં કૃતિત્વ અને કર્તુત્વનું જેમાં વિશ્લેષણ હોય તે અર્ચના-સ્તોત્ર.
(૩) પ્રાર્થના સ્તોત્ર : આરાધ્યવિષયક પ્રશંસા, પોતાની દયનીયતા અને હીનતાનું પ્રદર્શન કરી અનુકંપા મેળવવા માટેનાં વચનો જેમાં હોય તે પ્રાર્થના-સ્તોત્ર.
બીજા આચાર્યો દ્રવ્ય-સ્તોત્ર, કર્મ-સ્તોત્ર, વિધિ-સ્તોત્ર અને અભિજન-સ્તોત્ર આવાં નામોથી પણ સ્તોત્રના ચાર પ્રકારો માને છે. કેટલાક શક્તિશાળી ભક્તોએ “ઉપાલંભ સ્તોત્ર' પણ રચ્યાં છે. પરમાત્માનાં અનંત નામોમાં સ્તુતિ અને સ્તોત્રને પણ તેમનાં નામોમાં ગણાવ્યાં છે. તેથી સહસ્રનામાદિ અને નામ-કીર્તન પણ સ્તોત્રનો એક પ્રકાર છે. તંત્રશાસ્ત્રોમાં મંત્રના જે પ્રકારો ગણાવ્યા છે, તેમાં સ્તોત્ર-મંત્રનો પણ એક પ્રકાર છે. તે માટે શારદા તિલકમાં કહ્યું છે કે -
'दिसहस्राक्षरा मन्त्रा: खण्डश: शतधा कृता: ।
ज्ञातव्या: स्तोत्ररूपास्ते मन्त्रा एते यथास्थिता: ।।' આ સ્તોત્રો જ્યારે અષ્ટક વગેરે સંખ્યાઓના આધારે, આકારાદિ વર્ણોના આધારે, છંદ, ઉત્સવ, ધર્મ, અનુગ્રહ, નિગ્રહ, વિનય, કાળક્રિયા અને નિશ્ચિત વિષયના આધારે રચાવા લાગ્યાં, ત્યારે તો તેમના પ્રકારોની સંખ્યા અગણિત થઈ ગઈ.