________________
ખરી; પરંતુ બુદ્ધમાં જેવી પ્રતિભાશક્તિ નિઃસંશય રીતે માની શકાય છે, તેવી તો તેમનામાં ન હતી. બુદ્ધ પિતાના તાત્ત્વિક વિચારે ઠેઠ શૂન્યવાદના કિનારા–અંતિમ મર્યાદા સુધી લઈ જાય છે. અને તેમ કરવા છતાં પણ, તેઓ પોતાના તર્કને તદન સ્પષ્ટ રાખવા પૂર્ણ કાળજી રાખે છે. તેઓ પાંડિત્યદર્શક ભેદપભેદો દેખાડવાનું ચાતુર્ય બતાવવા કેશીષ કરતા નથી; અને તેથી તેમનું તત્ત્વજ્ઞાન થોડા તત્ત્વભૂત વિચારે ઉપર રચાએલી એક સંસ્થિતિ (system ) રૂપ બને છે. મહાવીરનું તત્ત્વજ્ઞાન તેમ બનતું નથી. તે માત્ર ભિન્ન ભિન્ન વિષયો ઉપર પન્નતિના રૂપમાં જ રહે છે. તેની અંદર આધ્યાત્મિક વિષયના વિચાર સમુચ્ચયને ધારણ કરવા એગ્ય થોડા મૂળભૂત તો નથી. તત્ત્વજ્ઞાન વિષયક વિચારમાં તર્કની પૂર્વાપર સંગતિ જાળવવા ઉપરાંત બુદ્દે ઉદાર અને મહાન સૂત્રોમાં, તથા નીતિની કલ્પિત વાર્તાઓમાં, મનુષ્યજાતિના ત્રિવિધ તાપના નિવારણ અર્થે જે દયાની તીવ્ર લાગણી પ્રકટ કરી છે, તે ઉપરથી તેમની પ્રતિભાનું શ્રેષ્ઠત્વ સ્પષ્ટ જણાઈ આવે છે. જેનગ્રો કરતાં બૌદ્ધગ્રંથોની મહત્તા તેમના નૈતિક તત્ત્વને લઈને જ છે. મેં ઉપર કહ્યું છે તેમ મહાવીરે નીતિશાસ્ત્રને અધ્યાત્મવિદ્યા કરતાં હલકા દરજજાનું તથા તેના એક આનુષંગી સિદ્ધાંત તરીકે માન્યું છે. કારણ કે તેમનું ખાસ લક્ષ પરમાર્થવિદ્યા ઉપર હતું. મહાવીર અને બુદ્ધના ઉપદેશની આ રૂપરેખા આપણને તેઓ બન્ને ભિન્ન વ્યક્તિઓ હતી એમ માનવા દરે છે. તે બન્નેના મતભેદો પણ ઘણા વિચારણીય છે. તેમના તાત્ત્વિક વિચારોના પારિભાષિક યા સાંકેતિક શબ્દ પણ પરસ્પર મળતા આવતા નથી. આવી રીતે મહાવીર અને બુદ્ધિને એક માનવામાં વિરૂદ્ધતા વધતી જતી હોવાથી, તે બન્ને પ્રતિષ્ઠિત પુરૂષ ભિન્ન પણ સમકાલીન વ્યક્તિઓ હતી, એમ બતાવતી જૈન અને બૌદ્ધોની પરંપરાગત સ્થાઓને સાચી માનવા તરફ આપણું વલણ થાય છે. વસ્તુસ્થિતિ આવી હોવાને લીધે, બંને મતની વચ્ચેનું સામાન્ય સદસ્ય સ્વાભાવિક જ છે એમ સહજ જણાઈ આવશે. બન્ને સંપ્રદાયના સંસ્થાપકો સમકાલીન અને સમાન દેશનિવાસી હોવાથી, પ્રાકૃતિક નિયમ પ્રમાણે, તે બન્ને એક જ પ્રકારના દેશકાલાનુરૂપ સર્વસામાન્ય તત્વજ્ઞાન અને નીતિ વિષયક વિચારસમૂહનો આશ્રય લે તેમાં નવાઈ નથી. તેમના જમાનાનું વલણ સ્પષ્ટ રીતે બ્રાહ્મણ