________________
પ્રો. એચ. વિલ્સન ( Prof. H. Wilson) "હિંદુઓના ધાર્મિક સંપ્રદાયો’ નામના પિતાના નિબંધમાં કોલબુકથી તદ્દન વિરૂદ્ધ મત ઉપસ્થિત કરે છે. તે કહે છે કે જેનધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા છે અને તે ઈ. સ. ની દસમી શતાબ્દિના અરસામાં બુદ્ધધર્મની પડતીમાંથી ઉત્પન્ન થયો છે. પ્રો. વેબર પિતાના ઉપરોક્ત પુસ્તકમાં જે કે જેનધર્મની આના કરતાં વધારે પ્રાચીનતા સ્વીકારે છે પરંતુ સાથે તે બૌદ્ધધર્મની પૂર્વકાલિકતા પણ, એચ. વિલ્સનના કહેવા મુજબ બુલ રાખે છે. પ્રે. લેસન (Prof. Lassen) એકંદર વેબરના અભિપ્રાયને જ મળતો થાય છે. (Ind Alterth IV 755 Sqq). ઉપર ઉપરથી જોતાં કેટલાંક કારણો છે. વિલ્સનના મતને પુષ્ટિ આપતાં માલુમ પડે છે. કારણ, જેનસત્રમાં જણાવ્યા પ્રમાણે મહાવીર વિહાર-કે જે બુદ્ધની પણ જન્મ અને ઉપદેશની ભૂમિ હતી, ત્યાંના નિવાસી માત્ર હતા, એટલું જ નહિ પણ તે બને સમકાલીન અને એકજ રાજાઓના રાજ્યમાં વિચરતા હતા, એવું પણું વર્ણન મળી આવે છે. અલબત શ્રેણિક અને કુણિક (અથવા કોણિક ) આવાં નામે બૌદ્ધસૂત્રોમાં જોવામાં આવતાં નથી, તથાપિ શ્રેણ્ય યા શ્રેણિક એવા શબ્દો બિબિસારના બિરૂદ તરીકે જોવામાં આવે છે, અને તેને પુત્ર કુણિક, કે જે ઔપપાતિસૂત્રમાં બિલ્ફિસારપુર તરીકે પણ ઓળખાય છે, તે સ્પષ્ટ રીતે બિઅિસારનો પુત્ર અજાતશત્રુજ હોવો જોઈએ. કારણકે જેન અને બૌદ્ધસૂત્રોમાં અનુક્રમે તે બન્નેને પોતાના પિતાની હત્યા કરનાર તરીકે વર્ણવેલા જોવાય છે. કણિકને પુત્ર ઉદાયિન, કે જેણે જેનપરંપરાગત કથાનુસાર પાટલિપુત્ર વસાવ્યું હતું, તે અજાતશત્રુને પુત્ર ઉદય ભકજ છે; એમ સહેલાઈથી સાબિત કરી શકાય એવું છે. કારણ કે, બૌદ્ધોનું પણ તેના સંબંધમાં તેવું જ કથન છે. આ ઉપરશી એટલું તે નિઃસંદેહ જણાય છે કે બિસ્મિસાર અને અજાતશત્રુ, જેઓ બુદ્ધના સમકાલીન હતા, તેઓ પુનઃ જૈન આગમોમાં શ્રેણિક અને કણિકના નામે મહાવીરના સમકાલીન દષ્ટિગોચર થાય છે. તેમનાથી કેટલેક અંશે અલ્પપ્રતિષ્ઠિત એવી બીજી વ્યક્તિઓના સંબંધમાં પણ આવી હકીકત મળી આવે છે. જેમકે મંખલિને પુત્ર ગોસાલ (અથવા જેનાનુસાર–મકખલી; મંખલિ– મખાલિ; બિબિસારબિભિસાર) અને લિચ્છવિ (. જેન-લેચ્છઈ)