________________
ભાગ્યશાળી માતા
૧૭
બીજો ધડા પણુ અણુધાર્યાં જમીન પર પડા અને ફૂટી થયેા. તેલ જમીન પર ઢળી ગયું.
મુનિએ પેાતાની દૃષ્ટી સતીના ચહેરા પર સ્થિર કરી. ચહેરા જોઈને તેમને આશ્ચય થયુ.
સુલસા પાછી અંદરના ખંડમાં ગઇ. ફરીથી કાઇ પણ જાતના વિચાર વિના ત્રીજો ધડા લઇને પાછી ફરી. મુનિએ તેને નિખાલસ દિલે આવતી જોઇ. તે મુનિની પાસે આવી પહોંચી. જેવી મુનિને તેલ વહેારાવવા જાય છે કે તરતજ વડા હાથમાંથી પડી ગયા. તેના હાથમાંની શકિત અચાનક હણાઇ ગઇ. ત્રીજો વડે ફૂટી જવાથી તેના આત્માને દુઃખ થયુ, તેલ ઢળ્યાનું નહિ. પશુ આશાએ આવેલા મુનિરાજને તેલ વહેારાવી શકાયું નહિ તેનું. છતાં તેમાંનું ક્રાઇ ચિન્હ તેના ચહેરા પર દેખાયુ' નહિ.
મુનિરાજે તે જોયું. તેમણે પેાતાનું રૂપ પ્રકટ કરતાં કહ્યું, બહેન, ધન્ય છે તારા જેવી સયમી સતી સ્ત્રોતે. તારા સયમનુ પારખું કરવાની જે ધૃષ્ટતા મેં કરી છે, તે માટે હું તારી ક્ષમા યાચું છું.”
66
આવનાર મુનિરાજે પેાતાના દેહને દેવના રૂપમાં ફેરવી નાંખ્યા. જ્યારે તે મુનિરાજના વેષમાં સતીના ઘરમાં પ્રવેશ્યા હતા અને સુલસાએ તેમને કહ્યું હતું કે, “દેવ, રસાઇ તૈયાર છે.” ત્યારે તેમને અચકાવાનું કારણ પણ તે જ હતુ. તેમને તે વખતે લાગ્યુ` હતુ` કે, 4 કદાચ સતી પેાતાના સતીત્વના પ્રભાવે પેાતાને આળખી ગઈ હશે !’ મુનિરાજને દેવના રૂપમાં જોઇને સતીએ તેમને પ્રણામ કર્યાં.
પ્રભુ ! આપની માગણીને હુ` સંતેાષી શકી નહિ, તે માટે મારે આપની ક્ષમા યાચવી જોઇએ.” સતી ખેાલી.
r¢
"6
બહેન, તારા ત્રણે ભરેલા ધડા જેવી સ્થિતિમાં હતા, તેવી જ સ્થિતિમાં અંદરના ખંડમાં પડયા છે. તારા સતીની પરીક્ષા કરીને મેં તને જે તસ્દી આપી છે, તેના બદલામાં તારે જે જોકે