________________
૪૪]
[પાંડવ ચત્રિ મહાકાવ્ય
કુબડાના સ્વરૂપે હતેા તાપણુ રહિણીએ તેના ગળામાં વરમાળા નાખી.
ભેરીવાદકના ગળામાં વરમાળા પડતાંની સાથે જ રાજાએએ કાલાહલ મચાવી દીધા, તેને જમાઈ તરીકે સ્વીકાર કરનાર રૂધિર રાજાની ઉપર બીજા રાજાઓએ આક્રમણ કર્યું.
રૂધિર રાજા ખૂબ જ શૂરવીરતાથી લડયા છતાં તેમના પરાજય થયા, ત્યારે ભેરીવાદક યુદ્ધ કરવા માટે તૈયાર થયા, તે વખતે વિદ્યાધરાએ અનેક શસ્રો સહિત એક રથ લાવીને ત્યાં મૂકયા, તે ઉપર ચઢીને તેણે પેાતાના યુદ્ધ કૌશલ્યથી બધા રાજાઓને સ્તબ્ધ બનાવી દીધા, જરાસંઘની આજ્ઞાથી સમુદ્રવિજય જ્યારે લડવા માટે તૈયાર થયા, તે તેમના પગ પાસે અક્ષરાથી અંકિત એક આણુ આવીને પડયું. કૌતુકથી રાજાએ બાણુ ઉપાડયું ને વાંચ્યું તે વસુદેવ પાતે જ છે. એમ સમજી રાજાએ પ્રેમથી વસુદેવને આલિંગન કર્યું. પૂછ્યુ કે હે વત્સ ! તે સે વ કયાં વિતાવ્યા ? ત્યારે વસુદેવે કહ્યું કે આપની કૃપાથી રૂપ બદલીને ભૂતલ ઉપર ફરતા હતા, સમુદ્રવિજયના ભાઈ વસુદેવ સમજીને રૂધિર આદિ બધા જ રાજા હર્ષિત થયા, મેાટા ઉત્સવથી રાહિણીની સાથે વસુદેવના લગ્ન થયા, સમુદ્રવિજયે પેાતાની સાથે આવવા માટે વસુદેવને આગ્રહ કર્યાં, પરંતુ વસુદેવે કહ્યુ કે હું ચેાડા વખત પછી આવીશ, કેમકે, મેં સેકડા રાજ