________________
સર્ગ : ૧૬ ]
[૪૨૩
દુનિયામાં એ માતાએ ધન્ય છે કે જે વધુઓની સાથે કીડાઓ કરતા પુત્રોને જોઈ આનંદ પામે છે. આ જગતમાં હું એકલી. અભાગણું છું કે હજુ સુધી મેં પુત્રવધુનું મુખ પણ જોયું નથી. માટે આર્યપુત્ર ! આપ પુત્રને સમજાવી તેના લગ્ન જલદીથી કરાવી નાખે. ત્યારબાદ સમુદ્રવિજયે પુત્રને બેલાવી એકાન્તમાં શિવાદેવીની સમક્ષ પ્રેમથી કહ્યું કે વત્સ! તું અમારા બંનેનું સર્વસ્વ છે. તું અમારું જીવન છે. ભાગ્ય, સૌભાગ્ય, સૌંદર્યથી તું ત્રણે લોકમાં અલૌકિક છે. તું અમને બંનેને આનંદ આપનારે છે, પરંતુ પુત્રવધૂની સાથે તને જેવાથી અમને ખૂબજ આનંદ થશે. કુમારે પણ હસીને કહ્યું કે હું લગ્નને વિરોધી નથી. પરંતુ આજસુધી મેં મારા એગ્ય સ્ત્રી જોઈ નથી. કુમારની વાત સાંભળી શિવાદેવીએ કહ્યું કે વત્સ ! સુંદરતામાં અપ્સરાઓને જીતનારી ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી ગુણથી પણ તારા માટે સર્વથા યંગ્ય છે. માટે તું તેની સાથે તારા લગ્ન કર. નેમિકુમારે કહ્યું કે માયા ચતુર સ્ત્રીઓ તે ઘણું છે પરંતુ હું શુદ્ધ હૃદયવાળી હંમેશાં આનંદ સુધા નદીરૂપ અનેક સ્ત્રીઓની સાથે આપની આજ્ઞાથી વિવાહ કરીશ. હમણાં થોડા સમય સુધી તમે લગ્નની પ્રતીક્ષા કરો. આ પ્રમાણે માતાપિતાને સંતોષ આપીને નેમિકુમાર સદાચારથી પોતાને સમય વ્યતિત કરવા લાગ્યા.
એક દિવસ કૃષ્ણ જ્યારે રાજાઓથી ભરેલી સભામાં બિરાજમાન હતા એટલામાં એક મોટા અવાજ થયો. જેનાથી મેટા મોટા મહેલે તૂટવા લાગ્યા.આલાનસ્તંભથી હાથીઓ ભાગવા લાગ્યા, અશ્વશાળામાંથી ઘોડાએ પણ ભાગવા લાગ્યા.