________________
૩પ૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ઘનઘોર અને ભયાનક લડાઈ જામી. અને સેનાના સિનિકે એકબીજાની ઉપર બાણ વરસાવવા લાગ્યા. બન્નેના બાણોથી બનેના મસ્તક છેદાવા છતાં પણ બન્નેના ધડ લડવા લાગ્યા. તલવારથી કપાએલા બે હાથીઓના મસ્તકો ઉડીને આકાશમાં પણ દન્તા દન્તીથી યુદ્ધ કરવા લાગ્યા. દ્રોણાચાર્ય અને અર્જુન બન્ને જણ એકબીજાની ધનુવિઘાને પિતાનાથી ઉત્તમ માનતા શંકાને ધારણ કરવા લાગ્યા. લેહીથી લાલરંગવાળા બને જણું વિકસિત અશેકવૃક્ષની જેમ દેખાવા લાગ્યા. સંધ્યા થવાથી બને સેનાઓ પિતાપિતાની છાવણીમાં ચાલી ગઈ. કૌરવ પાંડવ બને વિજયની ઈચ્છાથી ખુશ હતા.
રાત્રીએ દુર્યોધનની આજ્ઞાથી ત્રિગત દેશાધિપતિ સંસપ્તકે યુધિષ્ઠિરની સભામાં આવી અર્જુનને કહ્યું કે પાર્થ ! તમે સામાન્ય સિનિકની જેમ સમુહમાં કેમ લડે છે? સમુહમાં લડવાથી તમારું ભુજાબળ પ્રકાશમાં આવતું નથી, હજારે દીવાઓની તમાં કૌસુભમણીને મહિમા પ્રગટ થતો નથી. માટે આવતીકાલે તમને ભુજબળનું અભિમાન હોય તે કુરૂક્ષેત્રની બહાર મારી સાથે યુદ્ધ કરે. અને તેના આમંત્રણને સહર્ષ સ્વીકાર કરીને કહ્યું કે કાલે હું એકલે કુરૂક્ષેત્રની બહાર આવીશ અને તમે એકઠા થઈને જલ્દીથી સવારના ત્યાં આવી જશે. અર્જુનના વચનથી ખુશ થઈને સંસપ્તક રાજા પિતાના નિવાસસ્થાને ગયે.