________________
િ ૧૨]
[ ૩૧ વધ કર્યો છે, તેનાથી મારા અંતરમાં યદુવંશને સંહાર કરવા માટે ક્રોધાગ્નિ પ્રગટ થયું છે, મારી પુત્રી જીવયશાના આંસુઓએ ઘીને ઘડાનું કામ કર્યું છે જ્યારે હું પોતે યુદ્ધ કસ્વા માટે આવતો હતો ત્યારે મારા પુત્ર કાલકુમારે કહ્યું કે સિંહની ગર્જનાથી મૃગલાઓ મરી જાય છે, પણ સિંહ ભાગતો નથી, માટે મારા જીવતાં આપને યુદ્ધમાં જવું ઉચિત નથી, વસંતઋતુના આગમનથી શિશિરઋતુનો પત્તો પણ લાગતો નથી તેવી રીતે મારા પુત્રનું આગમન જાણીને તમે ભાગી છુટયા હતા, તમારી પાછળ પાછળ તે આવ્યા ત્યારે કેટલાય દિવસો પછી તેઓ આવીને કહ્યું કે પાછળ પાછળ ફરતા કુમારે મનુષ્યોથી રહિત એક શિબિર જોઈ, તેની પાસે ભીષણ વાળાઓથી સળગતી અનેક ચિતાઓ જોઈ, યાદવેનું નામ લઈને કરૂણ સ્વરે રડતી એક દુઃખિત વૃદ્ધાને જોઈ, કાલકુમારે તે વૃદ્ધાને પૂછ્યું કે ભદ્ર! તું કેમ રડે છે ? રડતી વૃદ્ધાએ જુદી જુદી ચિતાએ બતાવતાં કહ્યું કે મહાભાગ સાંભળ! કાલકુમારના ભયથી આ ચિતામાં સમુદ્રવિજય, આ ચિતામાં વસુદેવ, આ ચિતામાં બળરામ તથા કૃષ્ણ તથા આ ચિતાઓમાં બીજા યાદવો બળે છે. હું કૃષ્ણની, બહેન છું, હું પણ આ ચિતામાં પ્રવેશ કરવાની છું. ક્યારે કહ્યું કે મેં મારા પિતાજીની સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે શત્રુ ગમે ત્યાં જશે ત્યાંથી હું તેને ખેંચી લાવીશ માટે હું ચિતામાં પ્રવેશ કરીને તેઓને ખેંચી લાવીશ. આ પ્રમાણે વિચારી તે અવિચારી કુમારે